અંકલેશ્વર GIDC પમ્પીંગ સ્ટેશનમાંથી પ્રદુષિત પાણી ઓવરફ્લો થઈ આમલાખાડીમાં ભળ્યું, પર્યાવરણ પ્રેમીઓમાં રોષ

|

Nov 02, 2020 | 5:10 PM

અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલ જીઆઈડીસીના કેમિકલ વેસ્ટ પમ્પીંગ સ્ટેશનમાંથી રસાયણ યુક્ત પાણી ઓવરફ્લો થઈ આમલાખાડીમાં ભળતા પર્યાવરણ સામે મોટો ખતરો ઉભો થયો છે. અંકલેશ્વર પ્રાણઘાતક પર્યાવરણીય પ્રદુષણનો સામનો કરી રહ્યું છે, તેવામાં આ પ્રકારની વારંવાર બનતી ઘટનાથી પર્યાવરણવાદીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા કડક કાર્યવાહી ન કરાતી હોવાના આક્ષેપ થઈ રહ્યા […]

અંકલેશ્વર GIDC પમ્પીંગ સ્ટેશનમાંથી પ્રદુષિત પાણી ઓવરફ્લો થઈ આમલાખાડીમાં ભળ્યું, પર્યાવરણ પ્રેમીઓમાં રોષ

Follow us on

અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલ જીઆઈડીસીના કેમિકલ વેસ્ટ પમ્પીંગ સ્ટેશનમાંથી રસાયણ યુક્ત પાણી ઓવરફ્લો થઈ આમલાખાડીમાં ભળતા પર્યાવરણ સામે મોટો ખતરો ઉભો થયો છે. અંકલેશ્વર પ્રાણઘાતક પર્યાવરણીય પ્રદુષણનો સામનો કરી રહ્યું છે, તેવામાં આ પ્રકારની વારંવાર બનતી ઘટનાથી પર્યાવરણવાદીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા કડક કાર્યવાહી ન કરાતી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર જીઆઈડીસીમાં હવા અને જળનું પ્રદુષણ બેકાબુ થઈ રહ્યું છે. અગાઉ ભડકોદ્રા ગામ નજીકથી પસાર થતી ખાડીમાં રસાયણ યુક્ત પાણી નજરે પડયા બાદ હવે આમલાખાડીમાં રસાયણ યુક્ત પાણી વહી રહ્યું છે. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલ અને જીઆઈડીસીના પમ્પમિંગ સ્ટેશનમાંથી રસાયણયુક્ત પાણી ઓવરફ્લો થયું હતું અને આ પાણી સીધું જ આમલા ખાડીમાં ભળ્યું હતું, જેના પગેલ જળ પ્રદુષણનો ખતરો ઉભો થયો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ અંગે પર્યાવરણવાદી સલીમ પટેલે જણાવ્યું હતું કે અંકલેશ્વરમાં વારંવાર આ પ્રકારના બનાવો બને છે છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. આવી ઘટનાઓ સામે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને નર્મદા ક્લીન ટેક કંપની અસરકારક કાર્યવાહી કરતી ન હોવાથી પ્રદુષણની વારંવાર ફરિયાદ ઉઠે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article