ભરૂચ : અંકલેશ્વર (Ankleshwar)કેમિકલ કંપનીમાં ભીષણ આગ (Fire) લાગી છે. મહાકાળી ફાર્મા કંપનીના (Mahakali Pharma Company) પ્લાન્ટમાં આગ લાગી હતી. આગ લાગવાને કારણે ફાયર ફાયટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સોલ્વન્ટમાં આગ લાગી હોવાનું હાલના સંજોગોમાં અનુમાન હતું. કામદારોની જાનહાની બાબતે હાલ કોઇ અહેવાલ મળ્યા નથી. પરંતુ આગ જોતા મોટી જાનહાનીના અંદાજિત સંકેતો મળી રહ્યા હતા. DPMCના ફાયર ફાયટરોએ પાણી અને ફોમનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યા હતા. આખરે 3 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો.
અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં આવેલ મહાકાળી ફાર્મા કેમ કંપનીમાં શુક્રવારે સવારે ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન અચાનક આગ ફાટી નીકળી હતી. આગ સોલ્વન્ટમાં લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આગની ચપેટમાં નજીકમાં આવેલી અન્ય એક કંપની પણ આવી. અને એક ટ્રક બાળીને ખાખ થઇ ગઈ હતી. 7થી વધુ ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ સુધી આ આગના કારણે જાનહાનીના અહેવાલ હજુ સુધી સાંપડ્યા નથી.
Published On - 11:52 am, Fri, 11 February 22