Anand: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું 11 જૂનથી મિશન આણંદ, દીવ, ગાંધીનગર અને અમદાવાદ, અનેક વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ

|

Jun 10, 2022 | 7:11 PM

મિશન ગુજરાતમાં (Mission Gujarat) વધુમાં વધુ મતદારો સુધી પહોચવાનો ભાજપે જાણે તખ્તો તૈયાર કર્યો છે. એક પછી એક કાર્યક્રમો ભાજપ દ્વારા સતત યોજાતા રહે છે. ગુજરાતની ચૂંટણીના પગલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના (Amit Shah) પણ ગુજરાત પ્રવાસ વધી ગયા છે.

Anand: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું 11 જૂનથી મિશન આણંદ, દીવ, ગાંધીનગર અને અમદાવાદ, અનેક વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ
Home Minister Amit Shah (File Image)
Image Credit source: File Image

Follow us on

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને (Gujarat Assembly elections) પગલે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) શુક્રવારથી  રાજ્યના પ્રવાસે  છે. જેમાં 11 જૂનના રોજ દીવમાં એક કાર્યક્રમમાં હાજરી આપશે. તેમજ રાત્રિ રોકાણ પણ દીવમાં કરશે. જે પછી કેન્દ્રીય ગૃહ મંત્રી 12 જૂને ફરી આણંદ (Anand),  ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. તેમજ અનેક વિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કરશે.

દીવ, આણંદ. ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે

મિશન ગુજરાતમાં વધુમાં વધુ મતદારો સુધી પહોચવાનો ભાજપે જાણે તખ્તો તૈયાર કર્યો છે. એક પછી એક કાર્યક્રમો ભાજપ દ્વારા સતત યોજાતા રહે છે. ગુજરાતની ચૂંટણીના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સાથે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના પણ ગુજરાત પ્રવાસ વધી ગયા છે. આજે એટલે કે 10 જૂનના ગુજરાતના કાર્યક્રમમાં હાજર રહ્યા  હતા. વડાપ્રધાન મોદીની જેમ અમિત શાહ પણ ગુજરાતના દરેક ઝોનમાં પ્રવાસ કરી રહ્યા છે. હવે તેઓ દીવ, આણંદ. ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

અમિત શાહનો ત્રણ દિવસના પ્રવાસનો કાર્યક્રમ

કેન્દ્ર સરકારના ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ જેમાં 11 જૂનના રોજ દીવમાં એક કાર્યક્રમમાં હાજરી આપશે. તેમજ રાત્રિ રોકાણ પણ દીવમાં કરશે.  12મી જૂન રવિવારે સવારે આણંદ જશે. તેઓ આણંદ કૃષિ યુનિવર્સિટીના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે સવારે 10.35 કલાકે અમિત શાહ હેલિકોપ્ટર દ્વારા આવશે. 10.45 સવારે અમિત શાહ કૃષિ યુનિવર્સીટી હેલિપેડથી ઈરમામાં જશે. ઈરમાના 41માં પદવીદાન સમારંભમાં અમિતશાહ હાજરી આપશે. ઈરમાના વિદ્યાર્થીઓને અમિત શાહના હસ્તે ડીગ્રી એનાયત કરવામાં આવશે. 10.45 થી બપોરે દોઢ વાગ્યા સુધી અમિત શાહ ઈરમા ખાતે રોકાશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Next Article