આણંદ : પેટલાદમાં દારૂના અડ્ડા પર પોલીસની રેડ, બુટલેગરને ખેંચ આવતા સારવાર દરમિયાન મોત

|

Jul 27, 2022 | 10:39 AM

બરવાળાના ઝેરી દારૂકાંડની (Botad Latthakand) ઘટનાએ ગુજરાત (Gujarat) સહિત દેશના લોકોને હચમચાવી દીધા છે.ત્યારે પોલીસતંત્ર પણ સફાળુ જાગ્યુ છે.

આણંદ : પેટલાદમાં દારૂના અડ્ડા પર પોલીસની રેડ, બુટલેગરને ખેંચ આવતા સારવાર દરમિયાન મોત
રેડ દરમિયાન બુટલેગરનું મોત

Follow us on

Botad Hooch tragedy : ઝેરી દારૂ કાંડ બાદ રાજ્યની પોલીસ એકશન (Gujarat police) મોડમાં જોવા મળી રહી છે.પેટલાદના ધર્મજમાં ગ્રામ્ય પોલીસે રેડ પાડી હતી.આ દરમિયાન બુટલેગર યુવકને ખેંચ આવી હતી.બાદમાં તેને સારવાર અર્થે કરમસદ મેડિકલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેમનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ.બરવાળાના ઝેરી દારૂકાંડની (Botad Latthakand) ઘટનાએ ગુજરાત (Gujarat) સહિત દેશના લોકોને હચમચાવી દીધા છે. શરૂઆતમાં 7 લોકોના મોતની ખબર આવી, બાદમાં 10 અને હવે 38 થી વધુ લોકોના મોત થયાના સમાચાર છે. નવાઈની વાત તો એ છે કે આ ઘટના ગાંધીના ગુજરાતની છે કે જ્યાં પહેલેથી જ દારૂબંધી છે.

 

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

દારૂબંધીના નામે મજાક હોય તેવી ઘટનાને લીધે સરકાર પર સવાલ થવા ખુબ વ્યાજબી છે. સરકાર પર દબાણ આવ્યુ એટલે પોલીસતંત્ર એક્ટિવ થયું. હવે આ પ્રકારની કોઈ ઘટના અન્ય જગ્યાએ ના બને તે માટે અલગ અલગ શહેરોમાં પોલીસ રેડ કરી રહી છે.

રાજકોટમાં દારૂની ભઠ્ઠીઓનો પર્દાફાશ

રાજકોટના કુબલિયાપરામાં દેશી દારૂની અનેક ભઠ્ઠીઓ ધમધમી રહી છે. જેના કારણે પોલીસ અને તંત્રની કામગીરી સામે અનેક ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. કુબલિયાપરામાં ઠેર-ઠેર બેરોકટોકપણે દેશી દારૂ બની રહ્યો છે. TV9 ની ટીમે કુબલિયાપરા પહોંચી દારૂની ભઠ્ઠીઓનો પર્દાફાશ કર્યો છે. TV9 ના કેમેરામાં દારૂની ભઠ્ઠીઓ કેદ થઇ. TV9 એ અહેવાલ પ્રસારિત કરતાં જ પોલીસની ટીમ કુબલિયાપરા પહોંચી અને દારૂની ભઠ્ઠીઓ મુદ્દે કાર્યવાહી શરૂ કરી. પરંતુ સવાલ એ છે કે અહીં કોની રહેમનજર હેઠળ દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. શું રાજકોટમાં પણ ઝેરી દારૂકાંડ થવાની રાહ જોવાઇ રહી છે ?

વડોદરામાં અનગઢમાંથી દેશી દારુ વેચનારા પકડાયા

ઝેરી દારૂકાંડ બાદ વડોદરા પોલીસ જાગી છે. ઝેરી દારૂકાંડ જેવી ઘટના વડોદરામાં ન બને તે માટે શહેરના વિવિધ ઝોનમાં પોલીસે ચેકિંગ શરૂ કર્યું છે. ફતેગંજ, નંદેસરી, જવાહરનગર વિસ્તારમાં પોલીસે દરોડા પાડયા હતા. જયાં પોલીસે એકતાનગર, છાણી કેનાલ અને અનગઢમાંથી દેશી દારુ વેચનારા લોકોને પકડી પાડયા હતા અને તમામ લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Published On - 9:00 am, Wed, 27 July 22

Next Article