કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ,આણંદમાં પદવીદાન સમારંભમાં રહેશે ઉપસ્થિત અને રાત્રિ રોકાણ દીવમાં રહેશે

|

Jun 11, 2022 | 8:16 AM

કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ (Amit shah)ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે છે ત્યારે આજે બીજા દિવસે તેઓ દીવમાં વિવિધ કાર્યક્રમોમાં સામેલ થઈ રાત્રિ  રોકાણ પણ ત્યાં જ કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ,આણંદમાં પદવીદાન સમારંભમાં રહેશે ઉપસ્થિત અને રાત્રિ રોકાણ દીવમાં રહેશે
Central home minister Amit shah (File Image)

Follow us on

કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ (Amit shah)ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે છે ત્યારે આજે બીજા દિવસે તેઓ દીવમાં વિવિધ કાર્યક્રમોમાં સામેલ થઈ રાત્રિ  રોકાણ પણ ત્યાં જ કરશે. દીવમાં કેન્દ્ર સરકારના ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ 11 જૂનના રોજ દીવમાં વેસ્ટર્ન ઝોન કાઉન્સલની બેઠકની અધ્યક્ષતા કરશે. સાથે INS ખૂકરી મેમોરિયલને પણ પર્યટકો માટે ખૂલ્લૂ મૂકશે. અમિત શાહ રાત્રિ રોકાણ પણ દીવમાં જ કરશે  અને 12 જૂને આણંદમાં (ANAND)ઇરમાના (IRMA) પદવીદાન સમારંભમાં સામેલ થશે.

દીવમાં દરિયાઇ સુરક્ષા અંગે ખાસ બેઠક

અમિત શાહ દીવની મુલાકાતે પહોચવાના છે ત્યારે આ મુલાકાત દરમિયાન વેસ્ટર્ન ઝોન કાઉન્સલની બેઠકમાં દરિયાઈ સરહદની સુરક્ષાને વધુ સઘન બનાવવા માટે વિસ્તારપૂર્વક ચર્ચા કરાશે.  જેમાં ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓ  પણ  હાજર રહેશે. આ પ્રાદેશિક પરિષદમાં કેન્દ્ર અને રાજ્યોનું વધુ સંકલન અને આંતરિક સુરક્ષા, દરિયા કાંઠાની સુરક્ષા, મેટ્રોપોલિટન પોલીસ વ્યવસ્થા સંબંધિત રાજ્યો દ્વારા અપરાધ અને ગુનેગારો વિશેની માહિતી આદાન પ્રદાન કરશે. સાથે જ આ બેઠકમાં ક્ષેત્રિય પરિષદ સુરક્ષા, પરિવહન, ઉદ્યોગ, પાણી અને વીજળી જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરાશે.

12 જૂને અમિત શાહ આણંદમાં

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 12મી જૂને સવારે 10.35 વાગ્યે કૃષિ યુનિવર્સિટીના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે હેલિકોપ્ટર દ્વારા આવશે. 10.45 સવારે અમિત શાહ કૃષિ યુનિવર્સીટીથી તેઓ ઇરમાના 41માં પદવીદાન સમારંભમાં અમિતશાહ હાજરી આપવા રવાના થશે. 10.45 થી બપોરે દોઢ વાગ્યા સુધી અમિત શાહ ઈરમા ખાતે રોકાશે.

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

મિશન ગુજરાતમાં વધુમાં વધુ મતદારો સુધી પહોચવાનો ભાજપે જાણે તખ્તો તૈયાર કર્યો છે. એક પછી એક કાર્યક્રમો ભાજપ દ્વારા સતત યોજાતા રહે છે. ગુજરાતની ચૂંટણીના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સાથે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના પણ ગુજરાત પ્રવાસ વધી ગયા છે. મિશન ગુજરાતમાં (Mission Gujarat) વધુમાં વધુ મતદારો સુધી પહોચવાનો ભાજપે જાણે તખ્તો તૈયાર કર્યો છે. એક પછી એક કાર્યક્રમો ભાજપ દ્વારા સતત યોજાતા રહે છે. ગુજરાતની ચૂંટણીના પગલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના (Amit Shah) પણ ગુજરાત પ્રવાસ વધી ગયા છે.

Next Article