Anand : સુભાષચંદ્ર બોઝ પર વિવાદિત ટિપ્પણી કરતા ભાજપના ધારાસભ્ય ભરાયા, વિરોધ થતા માગી માફી

|

Jan 24, 2023 | 1:52 PM

ધારાસભ્યએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, 'ભારતની સ્વતંત્રતા ચળવળમાં તેમની ભૂમિકા માટે જાણીતા છે. અસહકાર ચળવળના સહભાગી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા, તેઓ આતંકવાદી પાંખનો ભાગ હતા અને સમાજવાદી નીતિઓની હિમાલય માટે જાણીતા હતા.'

Anand : સુભાષચંદ્ર બોઝ પર વિવાદિત ટિપ્પણી કરતા ભાજપના ધારાસભ્ય ભરાયા, વિરોધ થતા માગી માફી
BJP MLA Yogesh patel

Follow us on

સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મ જયંતી પર આણંદના ધારાસભ્ય યોગેશ પટેલે ટ્વિટર પર વિવાદિત પોસ્ટ કરતા વિવાદ સર્જાયો હતો. ધારાસભ્યએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, ‘ભારતની સ્વતંત્રતા ચળવળમાં તેમની ભૂમિકા માટે જાણીતા છે. અસહકાર ચળવળના સહભાગી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા, તેઓ આતંકવાદી પાંખનો ભાગ હતા અને સમાજવાદી નીતિઓની હિમાલય માટે જાણીતા હતા.’ આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર વિવાદ વણસ્યો.

હું મારી ભૂલ બદલ માફી માંગુ છુ

આપને જણાવી દઈએ કે આણંદના ભાજપના ધારાસભ્ય છે યોગેશ પટેલ.યોગેશ પટેલ ભાજપના મેન્ડેડ ઉપર પ્રથમ વખત ધારાસભ્ય પદે ચૂંટાઈ આવ્યા છે. પોસ્ટ પર વિવાદ થથા ધારાસભ્યએ પોસ્ટને સોશિયલ મીડિયા પરથી હટાવી હતી. અને પોતાના ટ્વીટ બદલ યોગેશ પટેલે સોશિયલ મીડિયામાં માફી પણ માગી. જેમાં તેણે અનુવાદમાં ભૂલ થઈ હોવાનુ કહ્યુ હતુ.

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

ધારાસભ્ય યોગેશ પટેલે નવી પોસ્ટ શેર કહ્યું કે, અનુવાદ કરવામાં મારી ભૂલ થઈ ગઈ છે.મારા માટે સુભાષચંદ્ર બોઝ આદરણીય અને સન્માનીય નેતા છે. હું મારી ભૂલ બદલ માફી માંગુ છુ.

Published On - 1:38 pm, Tue, 24 January 23

Next Article