Anand: ટોબેકો ગ્રોઅર્સ ફેડરેશનની સભામાં કૃષિ કચરામાંથી સીએનજી બનાવવાના આયોજન પર વિચારણા

|

Jun 05, 2022 | 6:01 PM

આણંદમાં (Anand) ટોબેકો ગ્રોઅર્સ ફેડરેશનની 38મી અને પેટલાદ સોજીત્રા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની 72મીં સાધારણ સભા યોજાઈ. જેમાં કૃષિ કચરામાંથી બાયોગેસ દ્વારા સીએનજી (CNG)બનાવવાના આયોજન પર વિચારણા કરવામાં આવી.

Anand: ટોબેકો ગ્રોઅર્સ ફેડરેશનની સભામાં કૃષિ કચરામાંથી સીએનજી બનાવવાના આયોજન પર વિચારણા
વાર્ષિક સભામાં કૃષિ કચરામાંથી સીએનજી બનાવવાના આયોજન પર વિચારણા

Follow us on

આણંદમાં (Anand) ટોબેકો ગ્રોઅર્સ ફેડરેશનની 38મી અને પેટલાદ (Petlad) સોજીત્રા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની 72મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમાં કૃષિ કચરામાંથી બાયોગેસ દ્વારા સીએનજી બનાવવાના આયોજન પર વિચારણા કરવામાં આવી. જેનાથી સ્વચ્છ ભારત અભિયાનમાં (Clean India Campaign) મદદરૂ૫ થઈ શકાય અને તેનાથી ગામડામાં રોજગારીનું પ્રમાણ પણ વધશે. આ સભામાં વિશેષ ઉપસ્થિત માજી મંત્રી છત્રસિંહે જણાવ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેત્તૃત્વ હેઠળ દેશ દિન-રાત પ્રગતિ કરી રહ્યો છે અને તેમના અવિરત દેશ હિતાર્થના કાર્યો થકી આપણો દેશ એક મહાસત્તા બનવા જઈ રહ્યો છે.

તેમણે કહ્યુ કે ડિજિટલ ઈન્ડિયા થકી સમગ્ર દેશ આજે ખૂણે ખૂણે ડીજીટલ માધ્યમનો ઉપયોગ કરી આગળ વધી રહ્યો છે. આપણી સરકારે જ્યારે એક હાથ આગળ વધાવ્યો છે ત્યારે એ હાથથી હાથ મિલાવી, કદમથી કદમ મિલાવી સહકારી સંસ્થાઓ થકી ખેડૂતો અને દેશના વિકાસ માટે એક બીજા સાથે મળી કામગીરી કરવી જોઈએ.

બીજી તરફ છત્રસિંહના સંબોધનને સમર્થન આપતા તેજસભાઈએ તેમના વક્તવ્યમાં જણાવ્યું કે આજના સમયે સહકાર અને સહકારી સંસ્થાઓના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓ ગામડામાં રહેતા લોકો સુધી પહોંચાડી આ યોજનાઓ થકી ખેડૂતોને ખુબ જ સારી મદદ થઇ શકે તેમજ છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

બાયોગેસ દ્વારા સીએનજી બનાવવાનું આયોજન

આ સહકારી વાર્ષિક સાધારણ સભામાં તેજસભાઈ ૫ટેલ દ્વારા કૃષિ, સહકાર, સરકારી યોજનાઓ, વેસ્ટ ટુ એનર્જી, ડિઝિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા તેમજ સહકારી સંસ્થાના માધ્યમથી છેવાડાના ગામડામાં રહેતા લોકોના જીવન સ્તર ઊંચા કઈ રીતે લાવી શકાય વગેરે બાબતે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી. તેમણે આગામી સમયમાં જ કૃષિ કચરામાંથી આજુબાજુના ગામડાઓનું ક્લસ્ટર બનાવી તેમાંથી ભેગા કરેલો કૃષિ કચરો (તમામ પ્રકારના) તેમજ ઢોરના મળ-મુત્ર તથા તમામ પ્રકારના કચરા એકઠા કરી કચરામાંથી બાયોગેસ ઉત્પન્ન કરી તેને કોમ્પ્રેસ કરી તેને સી.એન.જી. બનાવવાનું આયોજન કર્યુ છે.

સ્વચ્છ ભારત અભિયાનમાં મદદરૂ૫ થવા આહ્વાન

આ કચરામાંથી ઉત્પન્ન કરેલી દરેક પ્રોડક્ટને ગુજરાત ઓર્ગેનિક ફાર્મર પ્રોડયુસ ઓર્ગેનાઈઝેશનના સેન્દ્રીય ખાતર બનાવવા માટે આયોજન કર્યુ છે. આ સેન્દ્રીય ખાતર દ્વારા ઓર્ગેનિક ખેતી કરી અને તેનાથી ઉત્પન્ન થયેલા ઓર્ગેનિક ખેત પેદાશનું મુલ્ય વર્ધન કરી તેને વિવિધ પ્રાઈવેટ કં૫નીઓ સાથે જોડાણ કરી વિશ્વભરમાં નિકાસ કરવાનું આયોજન કર્યુ છે. જેનાથી સ્વચ્છ ભારત અભિયાનમાં મદદરૂ૫ થઈ શકાય અને તેનાથી ગામડામાં રોજગારીનું પ્રમાણ વધશે અને ગામડાઓ સ્વચ્છ બનશે પર્યાવરણને નુકસાન થતુ અટકશે.

રાજસ્થાનના ડો.રમેશ રલીયા દ્વારા આ નેનો યુરીયાની શોધ કરવામાં આવી છે. જૂન-2021થી તેનું ઉત્પાદન થઈ રહ્યુ છે. હાલમાં કુલ 50 લાખથી વઘુ નેનો યુરીયાની બોટલોનું ઉત્પાદન કરવામાં આવેલું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૫ણ આ નેનો યુરીયા વિશે માહિતી આ૫વામાં આવી હતી અને એમ ૫ણ જણાવ્યુ હતુ કે આવનારા દિવસોમાં ડ્રોનથી ૫ણ ખેતી શકય બનશે અને તેનાથી ૫ણ દવા ખાતરનો છંટકાવ થઈ શકશે. ખેડૂતોને રાસાયણીક ખાતરનો ઓછો ઉ૫ગોય કરવા અપીલ કરવામાં આવી.

વધુમાં આવનાર થોડા જ સમયમાં પેટલાદ–સોજીત્રા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. ધ્વારા સંચાલિત “સહકારમોલ”ના માધ્યમથી એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે પેટલાદ –સોજીત્રાના તમામ ગામડાઓમાં લાગુ કરાશે. જેમાં ગણતરીના કલાકોમાં જીવન જરુરિયાતની તમામ ચીજ વસ્તુઓ ગામડાના તમામ લોકોને વ્યાજબી ભાવે મળે રહે એવા “હોમ ડીલીવરી”ના આયોજનનું આહવાન કર્યું. જેથી ઉપસ્થિત તમામ લોકોમાં આનંદની લાગણી વ્યાપી હતી.

Published On - 6:00 pm, Sun, 5 June 22

Next Article