Anand : પ્રાણીઓ માટે વિકસાવ્યું સ્વદેશી ફિઝિયોથેરાપી ડિવાઇસ, હાડકાંને લગતાં દર્દોમાં થાય છે તેનો ઉપયોગ

|

Jul 08, 2021 | 1:58 PM

NASA દ્વારા આ ટેકનિકને વિકસાવવામાં આવી છે. અવકાશ યાત્રીઓને સારી રીતે ઉંધ આવે અને તેના હાડકાં સ્વસ્થ રહે તે માટે આ ટેકનોલોજીને વિકસવામાં આવી હતી.

Anand : પ્રાણીઓ માટે વિકસાવ્યું સ્વદેશી ફિઝિયોથેરાપી ડિવાઇસ, હાડકાંને લગતાં દર્દોમાં થાય છે તેનો ઉપયોગ
PEMF-TAME ડિવાઇસ

Follow us on

પ્રાણીઓની ફિઝિયોથેરાપી માટે એક ઇલેક્ટ્રોમેગ્નેટિક ડિવાઇસ વિકસાવામાં આવ્યું છે. આ મશીન વલ્લભ વિદ્યાનગર (Vallabh Vidhya Nagar) ના એક રિસર્ચર શ્રીલાલ ઝા (ShriLal Jha) અને તેના બે પુત્રો હર્ષવર્ધન અને સાર્થ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. અત્યારે આ મશીનનો ઉપયોગ આણંદ કૃષિ યુનિવર્સિટી (AUU) ની વેટનરી કોલેજમાં પ્રાણીઓની ડ્રગલેસ (Drugless) થેરાપીમાં કરવામાં આવી રહ્યો છે.

વેટનરી કોલેજના સર્જરી અને રેડિયોલોજી વિભાગના પ્રોફ્રેસર અને HOD ડો. પી. વી. પરીખ જણાવે છે કે, ‘અમે આ મશીન પ્રાણીઓને થતાં હાડકાંના ફ્રેકચર, તેમજ તેને હાડકાંને લગતાં દર્દોમાં તેનો ઉપયોગ કરીએ છીએ. સાથે જણાવે છે કે પશુઓ માટે વિકસાવેલું આ મશીન પ્રાણીઓની ફિઝિયોથેરાપીમાં ઘણો ફાયદો અપાવશે.

PEMF-PET ડિવાઇસ કે જે કુતરાઓ,બિલાડીઓ જેવા નાના પ્રાણીઓ માટે છે

બે પ્રકારના છે મશીન
સંશોધનકર્તા દ્વારા કોલેજને બે પ્રકારના મેગ્નેટિક મશીનો દાનમાં મળ્યા છે. PEMF-PET કે જે કુતરા, બિલાડી જેવા નાના પ્રાણીઓ માટે છે અને PEMF-TAME કે જે ગાય, ભેંસ, ઘોડા જેવા મોટા પશુઓ માટે છે. યુરોપ જેવા દેશોમાં ઉપયોગ થતાં પલ્સ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ (PEMF) આવા મશીનોની 5 માં ભાગની કિમત પર આ મશીન તૈયાર કરવામાં આવ્યું છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રિસર્ચર ઝા જણાવે છે કે આ મશીન બનાવવા પાછળની પ્રેરણા બરસાના સ્થિત પદ્મશ્રી રમેશ બાબા કે જેઓ દેશની સૌથી મોટી ગૌશાળા માન મંદિર સેવા સંસ્થાન ટ્રસ્ટ ચલાવી રહ્યા છે, તેને આપી હતી. જ્યારે તેના શિષ્યો વિદેશમાં ગયા હતા ત્યાં પ્રાણીઓ પર ઉપયોગ થતાં આવા PEMF ઉપકરણ જોયા હતા અને આવા જ ઉપકરણો અહી બની શકે કે કેમ તેના વિશે વાત કરી હતી.

શ્રીલાલ ઝા હવે એક સ્વતંત્ર આર & ડી સલાહકાર તરીકે કામ કરી રહ્યા છે. પ્રાણીઓ પર ઉપયોગ કરતા પહેલા તેને ઘરે આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. તેણે જણાવ્યુ કે NASA દ્વારા આ ટેકનિકને વિકસાવવામાં આવી છે. અવકાશ યાત્રીઓને સારી રીતે ઉંધ આવે અને તેના હાડકાં સ્વસ્થ રહે તે માટે આ ટેકનોલોજીને વિકસવામાં આવી હતી. વધુમાં જણાવતા કહે છે કે આ દવા રહિત (Drugless Treatment) થેરાપીના પ્રયોગમાં 100 થી વધુ બીમારીઓ પર સારી અસર બતાવી છે.

આ મશીનની કામગીરી વિશે વાત કરતાં ઝા જણાવે છે કે આ ડિવાઇસ શરીરના સેલ્યુલર લેવલ પર ઈલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છોડે છે. જેનાથી શરીરના સેલ્સ ઝડપથી રીકવર થાય છે. કોઈ પણ જાતના દુખાવા કે દબાણ વગર કામ કરતાં આ ચુંબકીય તરંગો સીધા જ બ્લડ સેલ્સને અસર કરે છે. તે જણાવે છે કે બ્લડ સેલ્સમાં થતાં જામને તોડે છે જેથી બ્લડ સેલ્સ લેવલ પર ઑક્સીજન લેવાની ક્ષમાતા વધી જાય છે.

આ પણ વાંચો: Rajkot : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માટીના કથિત કૌભાંડનો મુદ્દો, માટીના ફેરા ટ્રકના બદલે કારમાં કરાયાનો ઓડિટમાં ખુલાસો

Published On - 1:56 pm, Thu, 8 July 21

Next Article