Amul milk price rise : અમુલ દૂધના ભાવમાં 1 જુલાઈથી વધારો, 1 લિટરે 2 રૂપિયાનો કર્યો વધારો

|

Jun 30, 2021 | 2:21 PM

Amul milk price rise: પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને પગલે અમુલ ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. 1 જુલાઈથી 1 લિટરે 2 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે.

Amul milk price rise : અમુલ દૂધના ભાવમાં 1 જુલાઈથી વધારો, 1 લિટરે 2 રૂપિયાનો કર્યો વધારો
અમુલ દૂધના ભાવમાં વધારો

Follow us on

Amul milk price rise: સમગ્ર દેશમાં મોંઘવારીએ ભરડો લીધો છે. છેલ્લા 2 મહિનામાં 32 વાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધવાને કારણે ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં વધારો થયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને કારણે અમૂલે દૂધની (AMUL MILK) વિવિધ બ્રાન્ડના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.

ગુજરાતમાં 1 જુલાઈથી અમૂલ શક્તિ, ગોલ્ડ અને તાજા દૂધના ભાવમાં એક રૂપિયાનો વધારો થઈ રહ્યો છે. અમુલે 1 લીટર દૂધમાં 2 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે.

અમૂલ ડેરીએ ચાલુ વર્ષે પશુપાલકોને ખુશખબર આપી છે.દૂધના ખરીદ ભાવમાં રૂપિયા 1.54 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. અમૂલ ડેરીએ પ્રતિ લીટર દૂધનો ભાવ 40.51થી વધારીને 42.05 રૂપિયા કર્યો છે. ભાવ વધારાનો અમલ ચાલુ વર્ષથી કરવામાં આવ્યો છે. અગાઉ પશુપાલકોને પ્રતિ કિલો ફેટના હિસાબે 710 રૂપિયા ચૂકવાતા હતા. જેની સામે હવે પ્રતિ કિલો ફેટના હિસાબે 835 રૂપિયા ચૂકવાય છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

નોંધનીય છે કે, જૂન મહિનામાં સુમુલ ડેરીએ એક લિટરે દુધમાં 2 રૂપિયાનો વધારો કર્યા બાદ હવે અમુલે પણ દૂધના ભાવમાં વધારા કર્યો છે. અમુલે એક લિટર દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો છે. જેને કારણે હવે અમુલની 500 મીલીની થેલી એક રૂપિયો મોંઘી થઈ જશે. અમુલ ગોલ્ડ 500 મીલી પહેલા 28 રૂપિયે હવે 29 રૂપિયાની મળશે. તેજ રીતે અમુલ તાજા શક્તિ ટી સ્પેસ્યલ બફેલો દુધ તમામમાં લિટરે ૨નો વાધારો કરાયો છે.

Next Article