Anand: વ્હેલ માછલીની ઉલટી તરીકે ઓળખાતાં અંબર ગ્રીસ સાથે 6 શખસોની ધરપકડ, બજારમાં ખૂબ ઉંચા ભાવે વેંચાય છે આ ગ્રીસ

|

May 21, 2022 | 12:41 PM

આણંદની એસઓજી પોલીસને બાતમી મળી હતી કે વ્હેલ માછલીની ઉલ્ટીમાં નીકળેલ પદાર્થ અંબરગ્રીસ લઈને કેટલાક શખ્સો વેચવા માટે આણંદ શહેરમાં 80 ફૂટ રોડ પર ફરી રહ્યા છે.

Anand: વ્હેલ માછલીની ઉલટી તરીકે ઓળખાતાં અંબર ગ્રીસ સાથે 6 શખસોની ધરપકડ, બજારમાં ખૂબ ઉંચા ભાવે વેંચાય છે આ ગ્રીસ
Anand Whale fish vomit arrested 6 persons with amber grease

Follow us on

આણંદ (Anand) શહેરમાં 80 ફૂટ રોડ પરથી પોલીસ (police) એ વ્હેલ માછલીની ઉલ્ટીમાં નીકળેલી 73.30 લાખની કિંમતની અંબર ગ્રીસ પદાર્થ વેચવા નીકળેલી ટોળકીને એસઓજી પોલીસે ઝડપી પાડી તેઓની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે કારમાંથી અંબરગ્રીસ સાથે ઝડપાયેલા 6 શખ્સોની ધરપકડ કરી તેઓની પાસેથી મળેલું અંબર ગ્રીસ તેઓ ક્યાંથી લાવ્યા તેની પૂછપરછ કરતા તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા.

આણંદની એસઓજી પોલીસને બાતમી મળી હતી કે વ્હેલ માછલીની ઉલ્ટીમાં નીકળેલ પદાર્થ અંબરગ્રીસ લઈને કેટલાક શખ્સો વેચવા માટે આણંદ શહેરમાં 80 ફૂટ રોડ પર ફરી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે પ્રાપ્તિ સર્કલ પાસે છાપો મારી કારમાં બેઠેલા 6 શખ્સોને ઝડપી પાડી કારની તલાસી લેતા કારમાંથી પ્લાસ્ટિકની કોથળીમાં મુકેલા અંબરગ્રીસના 936 ગ્રામના બે ટુકડાઓ મળી આવ્યા હતા.

પોલીસે કારમાંથી અંબરગ્રીસ સાથે ઝડપાયેલા વડોદરાનાં ગીરીશભાઈ ચંદુભાઈ ગાંધી, વિક્રમભાઈ ધીરેન્દ્રભાઈ પાટડીયા, મીત જયેશભાઈ ગાંધી,મીત નીલકમલભાઈ વ્યાસ, બોરીયાવીનાં ધ્રુવિલકુમાર ઉર્ફે કાળીયો રમેશભાઈ પટેલ અને ખંભાતનાં જહુરભાઈ અબ્દે રહેમાન મંસુરીની ધરપકડ કરી તેઓની પાસેથી મળેલું અંબર ગ્રીસ તેઓ ક્યાંથી લાવ્યા હતા તે અંગેની પૂછપરછ કરતા તેઓ પોલીસને કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

પોલીસે જણાવ્યું હતું કે ટોળકી પાસેથી મળેલી 936 ગ્રામ અંબરગ્રીસ કે જે સામાન્ય રીતે વ્હેલની ઉલટી તરીકે ઓળખાય છે અને બજારમાં તેની કિંમત 73.60 લાખની છે. પોલીસે તેઓની પાસેથી ચાર મોબાઈલ ફોન અને અંબર ગ્રીસનો જથ્થો મળી કુલ 76.26 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

વ્હેલ માછલીના આંતરડામાં બનતો આ પદાર્થ વ્હેલ માછલી ઉલ્ટી કરે એટલે બહાર નીકળી જાય છે. તેને તરતા સોના તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉલ્ટીનો ઉપયોગ દવાઓ,અત્તર અને પરફ્યુમ બનાવવા માટે થાય છે. લાંબા સમય સુધી પરફ્યુમ તેમજ અત્તરની સુગંધ આ વ્હેલ માછલીની ઉલ્ટીને કારણે જ રહેવા પામે છે. જેથી તેની કિંમત અનેક ગણી હોય છે. એક કિલો વ્હેલ માછલીની ઉલ્ટીની કિંમત એક કરોડ ઉપરાંતની આંતરરાષ્ટ્રીય બજારમાં બોલાઈ રહી છે. હવે આ સમગ્ર મામલો ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો છે ત્યારે આ સમગ્ર પ્રકરણમાં વધુ કેવા ફણગા ફુટવા પામે છે તે જોવું રહ્યું.

Published On - 12:34 pm, Sat, 21 May 22

Next Article