Anand : ગોકુલધામ-નાર ખાતે આંતરરાષ્ટ્રીય વૃધ્ધ દિન ઉજવાયો , બુજુર્ગ બોજા નહી પણ આશીર્વાદ છે

|

Oct 01, 2021 | 4:26 PM

સમાજ સુરક્ષા અધિકારી-આણંદ તથા સંસ્થાના સંસ્થાપક સાધુ શુકદેવ પ્રસાદદાસ અને હરિકૃષ્ણ સ્વામી તેમજ સંતગણની હાજરીમાં  "બુજુર્ગ બોજા નહી પર આશીર્વાદ છે" આ વિષય પર વડીલ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Anand : ગોકુલધામ-નાર ખાતે આંતરરાષ્ટ્રીય વૃધ્ધ દિન ઉજવાયો , બુજુર્ગ બોજા નહી પણ આશીર્વાદ છે
Anand: International Old Age Day celebrated at Gokuldham-Nar

Follow us on

આજના સમયમાં આધુનિકતા અને વિકાસની સાથે વૃધ્ધજનો પ્રત્યેનો આદર અને સન્માનમાં જનરેશન ગેપ દેખાય છે. ત્યારે ગોકુલધામ-નારમાં પેટલાદ ગોપાલપુરા વૃધ્ધાશ્રમનાં તથા ગોકુલધામ-નારના ભક્તિ સેવાશ્રમનાં વૃધ્ધોએ સાથે મળીને વૃધ્ધ દિનની આજે ઉજવણી કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં સમાજ સુરક્ષા અધિકારી-આણંદ તથા સંસ્થાના સંસ્થાપક સાધુ શુકદેવ પ્રસાદદાસ અને હરિકૃષ્ણ સ્વામી તેમજ સંતગણની હાજરીમાં  “બુજુર્ગ બોજા નહી પર આશીર્વાદ છે” આ વિષય પર વડીલ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સમારંભમાં પૂજ્ય શુકદેવ સ્વામીએ આશીર્વાદ પાઠવતાં જણાવ્યુ હતુ કે આ ઉંમરે વડીલોએ ભક્તિમાં વ્યસ્ત રહેવું જોઇએ તથા હકારાત્મક વિચારો રાખવા બીજાનાં ગુણોની કદર કરી વખાણવા તેમજ સમાજ સુરક્ષા અધિકારી એસ.એમ.વોરાએ વૃધ્ધોની યોજનાની માહિતી આપી હતી.

ગોકુલધામ-નારમાં પેટલાદ ગોપાલપુરા વૃધ્ધાશ્રમનાં તથા ગોકુલધામ-નારના ભક્તિ સેવાશ્રમનાં વૃધ્ધોએ સાથે મળીને વૃધ્ધ દિનની આજે ઉજવણી કરવામાં આવી

અને જો સમસ્યા હોય તો તેમનો સંપર્ક કરવા જણાવ્યુ હતુ. સદર કાર્યક્રમમાં ગોપાલપુરા આશ્રમના મુળજીભાઇ પટેલ અને ગોકુલધામના કિરણભાઇ રાજગુરુ અને રામજીદાદાનું શાલ અને મુર્તિ આપી સન્માન કરવામાં આવ્યુ હતું.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

આ પ્રસંગે આફિકાનાં પરેશભાઇ તેમજ સાંઇશ્રુતિ ચેરીટેબલ ટ્રસ્ટના અરવિંદભાઇ ચાવડા અને શ્યામભાઇ વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ પ્રાસંગિક વક્તવ્ય આપ્યુ હતું. તેમજ દરેક વૃધ્ધજનોનું મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યુ હતું. તથા આનંદ ઉત્સવ કરાવવામાં આવ્યો બા-દાદાઓને  યોગા-હળવી કસરતો અને રમતો રાજેન્દ્રભાઇ જાદવે રમાડી હતી.

આ પ્રસંગે આફિકાનાં પરેશભાઇ તેમજ સાંઇશ્રુતિ ચેરીટેબલ ટ્રસ્ટના અરવિંદભાઇ ચાવડા અને શ્યામભાઇ વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Next Article