ગુજરાતના આણંદ સ્થિત NDDB આગામી 5 વર્ષ માટે વારાણસી મિલ્ક યુનિયનનું સંચાલન કરશે

|

Nov 01, 2021 | 10:35 PM

બાયોગેસનો ઉપયોગ કરીને વારાણસી મિલ્ક યુનિયનના ડેરી પ્લાન્ટનું સંચાલન કરવું એ એક પથ-પ્રદર્શક નવીનીકરણ બની રહેશે. ટેકનોલોજી દ્વારા સંચાલિત આ વિશિષ્ટ પહેલ આખરે ગ્રામ્ય વિસ્તારોમાં સમૃદ્ધિ લાવશે

ગુજરાતના આણંદ સ્થિત NDDB આગામી 5 વર્ષ માટે વારાણસી મિલ્ક યુનિયનનું સંચાલન કરશે
Anand based NDDB of Gujarat will manage Varanasi Milk Union for next 5 years

Follow us on

ગુજરાતના આણંદ સ્થિત NDDB આગામી 5 વર્ષ માટે વારાણસી મિલ્ક યુનિયનનું સંચાલન કરશે. ઉત્તર પ્રદેશમાં ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે ઉત્તર પ્રદેશ સરકારે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ને પાંચ વર્ષ માટે વારાણસી મિલ્ક યુનિયનનું સંચાલન કરવાની વિનંતી કરી છે. રાજ્યના ડેરી સહકારી ઉદ્યોગને સુદ્રઢ બનાવવાની આ વિનંતીને NDDBએ સ્વીકારી લીધી છે.

આ સંબંધે 1 નવેમ્બર, 2021ના રોજ એક વર્ચ્યુઅલ કાર્યક્રમ દરમિયાન ઉત્તર પ્રદેશ સરકાર, પ્રાદેશિક કૉઑપરેટિવ ડેરી ફેડરેશન લિ. (PCDF)વારાણસી મિલ્ક યુનિયન અને NDDB વચ્ચે એક મેમોરેન્ડમ ઑફ અંડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર થયાં હતાં.

ઉત્તર પ્રદેશ સરકારના પશુપાલન, ડેરીવિકાસ અને મત્સ્યપાલન બાબતોના મંત્રી લક્ષ્મીનારાયણ ચૌધરી, ભારત સરકારના પશુપાલન વિભાગના સચિવ અતુલ ચતુર્વેદી, ભારત સરકારના પશુપાલન વિભાગના સંયુક્ત સચિવ (C&DD) વર્ષા જોશી, NDDBના ચેરમેન મીનેશ શાહ, ઉત્તર પ્રદેશ સરકારના ડેરીવિકાસના મુખ્ય સચિવ સુધીર ગર્ગ, ઉત્તર પ્રદેશ સરકારના મિલ્ક કમિશનર ભૂષણલાલ સુશીલ, PCDFના પ્રભારી મેનેજિંગ ડિરેક્ટર રવિશંકર ગુપ્તા તથા એનર્જી એફિશિયેન્સી સર્વિસિઝ લિમિટેડ (EESL)ના સીઇઓ અરુણ મિશ્રાએ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

મંત્રી લક્ષ્મીનારાયણ ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘ખેડૂતોની આવકને બમણી કરવાના વડા પ્રધાનના ઉદ્દેશ્યને અનુરૂપ એવી NDDBની આ વિકાસલક્ષી પહેલ દૂધઉત્પાદકોને પ્રોત્સાહિત કરશે અને તેમને તેમાં સામેલ કરશે તથા તેમને જરૂરી આર્થિક સ્થિતિસ્થાપકતા પૂરી પાડશે. આ એમઓયુ થવાને કારણે વ્યાપકપણે સમગ્ર સંચાલનની સ્થિરતા અને વ્યવહાર્યતાને ઘ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશના દૂધઉત્પાદકોને બજાર સુધીની પહોંચ પ્રાપ્ત થઈ શકશે.

બાયોગેસનો ઉપયોગ કરીને વારાણસી મિલ્ક યુનિયનના ડેરી પ્લાન્ટનું સંચાલન કરવું એ એક પથ-પ્રદર્શક નવીનીકરણ બની રહેશે. ટેકનોલોજી દ્વારા સંચાલિત આ વિશિષ્ટ પહેલ આખરે ગ્રામ્ય વિસ્તારોમાં સમૃદ્ધિ લાવશે.’તેમણે સમગ્ર ભારતમાં આધુનિક ડેરી પ્લાન્ટ્સ સ્થાપવાની અને તેમને નફા રળતા કરવાની NDDBની કુશળતાને બિરદાવી હતી.

તો અતુલ ચતુર્વેદીએ વિક્રમજનક સમયમાં આ પ્રોજેક્ટ લૉન્ચ કરવા બદલ ઉત્તર પ્રદેશ સરકારનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, દૂધનું ઉત્પાદન વધારવાના  વડા પ્રધાનના સપનાંને સાકાર કરવા ઉત્તર પ્રદેશમાં પ્રોજેક્ટ ગીર લૉન્ચ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય ગોકુળ મિશન હેઠળ સામેલ કરવામાં આવેલી ગીરની ગાયોનો ઉપયોગ આઇવીએફ ટેકનોલોજી મારફતે ઉત્પાદકતા વધારવામાં થશે અને ટૂંક સમયમાં જ વારાણસી મિલ્ક યુનિયન પ્લાન્ટ 2 લાખ લિટર દૂધ પર પ્રક્રિયા હાથ ધરવા માટે સક્ષમ બની જશે.

તેમણે આગળ એમ પણ જણાવ્યું હતું કે, વારાણસી મિલ્ક યુનિયન દેશનું પ્રથમ મિલ્ક યુનિયન હશે, જ્યાં બાયોગેસ આધારિત ટ્રાઈ-જનરેશન પ્લાન્ટ ઇન્સ્ટોલ થયેલો હશે. આ પ્લાન્ટ ડેરીની ઊર્જા સંબંધિત સંપૂર્ણ જરૂરિયાતને સંતોષશે તથા પરંપરાગત ઇંધણોના ઉપયોગને ઘટાડીને કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવાની દિશામાં નોંધપાત્ર યોગદાન આપશે તેવી અપેક્ષા છે.

NDDBના ચેરમેને વારાણસી મિલ્ક યુનિયનને તમામ જરૂરી સહાય પૂરી પાડવાનું આશ્વાસન આપ્યું હતું, જેથી તે તેના સભ્યોને વધુ સારી રીતે સેવા પૂરી પાડી શકે. તેમણે જણાવ્યું હતું કે, ડેરી બૉર્ડના પ્રયત્નો વહીવટી પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવાના રહેશે, તે દૂધઉત્પાદકોને સારું મહેનતાણું પૂરું પાડવા પર ધ્યાન કેન્દ્રીત કરશે તથા વપરાશકર્તાઓને સલામત અને સ્વચ્છ પ્રવાહી દૂધ અને દૂધના ઉત્પાદનો પ્રાપ્ત થાય તેની ખાતરી કરશે.

વર્ષા જોશીએ ખેડૂતોની આવક વધારવા, સ્ત્રીઓનું સશક્તિકરણ કરવા, પર્યાવરણનું જતન કરવા તથા યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરવાના  વડાપ્રધાનના વિઝનને સાકાર કરવા માટે ભેગા મળીને કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે  NDDBની સહાયથી  ઉત્તર પ્રદેશના ગ્રામ્ય પરિવારોમાં ખૂબ જ જરૂરી એવું પરિવર્તન આવશે.

આ પણ  વાંચો : નવસારીના ખેડૂતોને વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઇવેના જમીન સંપાદનનું વળતર ચૂકવાયું

આ પણ  વાંચો :અમદાવાદમાં રેશન કાર્ડની દુકાનો પરથી અનાજ મેળવતા ગરીબો અટવાયા, સર્વરમાં ખામી સર્જાઇ

Next Article