Amreli: જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું, હવામાન ખાતાની આગાહીને પગલે તંત્ર એલર્ટ

|

Jun 27, 2022 | 6:42 PM

હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહીને પગલે અમરેલીના જાફરાબાદ બંદર પર એલર્ટ આપવામાં આવ્યું છે. આ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આગામી દિવસો દરમિયાન વરસાદ તેમજ પવનની ગતિ વધવાની શક્યતાઓ છે.

Amreli: જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું, હવામાન ખાતાની આગાહીને પગલે તંત્ર એલર્ટ
Signal number 3 issued at Jafarabad port

Follow us on

Amreli: હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહીને (Heavy rain forecast) પગલે અમરેલીના જાફરાબાદ બંદર પર એલર્ટ આપવામાં આવ્યું છે. આ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આગામી દિવસો દરમિયાન વરસાદ તેમજ પવનની ગતિ વધવાની શક્યતાઓ છે. જેને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આગાહીના પગલે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે અને તમામ સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે.

દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં ચોમાસું આગળ વધી રહ્યું છે, જેને કારણે આગામી 5 જુલાઇ સુધી અમદાવાદ સહિત રાજ્યમાં ઝાપટાંથી માંડી ભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગ પ્રમાણે, આજે વલસાડ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. અને રાજ્યમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જ્યારે 29 અને 30 જૂને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. 29 જૂને ભરૂચ, સુરત, નવસારી, અમરેલી અને ભાવનગર ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે 30 જૂને ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિદ્વારકામાં ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 5 જુલાઇ સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટા અને હળવો વરસાદ પડશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Published On - 6:41 pm, Mon, 27 June 22

Next Article