Gujarat weather: થઈ રહ્યો છે બેવડી ઋતુનો અનુભવ, દિવસે ઉનાળા જેવી ગરમી તો રાત્રે થશે ગુલાબી ઠંડીનો અનુભવ

|

Dec 19, 2022 | 6:47 AM

હવામાન વિભાગના (IMD) જણાવ્યા  પ્રમાણે, ડિસેમ્બર આકરી ઠંડી નહીં પડે, કારણ કે ઠંડા પવનો ફૂંકાવાની કોઈ આગાહી નથી. ચાલુ મહિને સામાન્ય કે તેથી વધારે તાપમાન રહી શકે છે જોકે જાન્યુઆરીની શરૂઆતથી આકરી ઠંડીની શરૂઆત થશે અને શિયાળો જામશે તેવું વાતાવરણ હાલમાં જોવા મળી રહ્યું છે.

Gujarat weather: થઈ રહ્યો છે બેવડી ઋતુનો અનુભવ, દિવસે ઉનાળા જેવી ગરમી તો રાત્રે થશે ગુલાબી ઠંડીનો અનુભવ
Gujarat Weather

Follow us on

રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી વરસાદની કોઈ આગાહી નથી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે , આગામી પાંચ દિવસમાં 2થી 3 ડિગ્રી તાપમાન ઘટશે તેમ છતાં બેવડી ઋતુનો અહેસાસ થશે,  કારણ કે હાલમાં સામાન્ય કરતા 5 ડિગ્રી જેટલું વધુ તાપમાન છે. હવામાન વિભાગના જણાવ્યા  પ્રમાણે, ડિસેમ્બર આકરી ઠંડી નહીં પડે, કારણ કે ઠંડા પવનો ફૂંકાવાની કોઈ આગાહી નથી. ચાલુ મહિને સામાન્ય કે તેથી વધારે તાપમાન રહી શકે છે જોકે જાન્યુઆરીની શરૂઆતથી આકરી ઠંડીની શરૂઆત થશે અને શિયાળો જામશે તેવું વાતાવરણ હાલમાં જોવા મળી રહ્યું છે.

અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે. અમરેલીમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 20 ડિગ્રી રહેશે. તો આણંદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ડિગ્રી 20 અનુભવાશે. જ્યારે અરવલ્લીમાં પણ મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી અનુભવાશે. જ્યારે બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી અનુભવાશે. તો ભરૂચમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી અનુભવાશે.

દાહોદમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી અનુભવાશે. તો ન્યૂનતમ તાપમાન 21 ડિગ્રી રહેશે. તો બોટાદનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી અનુભવાશે. જ્યારે ભાવનગરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે. જ્યારે છોટા ઉદેપુરમાં મહત્તમ તાપામાન 33 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 19

આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ

સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકાનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી અનુભવાશે. તો ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે. જ્યારે જામનગરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 20 ડિગ્રી રહેશે. જ્યારે કચ્છમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 21 ડિગ્રી રહેશે.

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી અનુભવાશે. તો જૂનાગઢમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી અનુભવાશે અને ઠંડકનો અનુભવ થશે. મહિસાગર જિલ્લામાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી રહેશે. જ્યારે નર્મદા જિલ્લાનું મહત્તમ તાપમાન 39 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી રહેશે. મહેસાણામાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી રહેશે. તો રાજકોટ જિલ્લામાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી રહેશે.

જ્યારે પાટણમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી તથા પોરબંદરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 19 ડિગ્રી રહેશે. જ્યારે સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહેશે. જ્યારે વડોદરામાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી રહેશે. જ્યારે વલસાડમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશે. તેમજ લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહેશે. જ્યારે તાપીમાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી અને ન્યૂનત્તમ તાપમાન 23 ડિગ્રી રહેશે.

Next Article