અમરેલીના ચકચારી લેટરકાંડમાં મોટો ઘટસ્ફોટ, TV9 પાસે પાયલ ગોટીના સૌથી મહત્વપૂર્ણ CCTV- જુઓ Video

|

Jan 07, 2025 | 7:29 PM

અમરેલીના ચકચારી લેટરકાંડમાં મોટો ઘટસ્ફોટ થયો છે. tv9ને પાયલ ગોટીના સૌથી મહત્વપૂર્ણ સીસીટીવી હાથ લાગ્યા છે. કૌશિક વેકરીયાને બદનામ કરતા લેટરનું આરોપીએ કોની પાસે કુરિયર કરાવ્યુ તે અંગેના મહત્વપૂર્ણ સીસીટીવી અંગે ચોંકાવનારો ખૂલાસો થયો છે.

અમરેલીના ચકચારી બનાવટી લેટરકાંડ મુદ્દે સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. TV9ને પાયલ ગોટીના સૌથી મહત્વપૂર્ણ CCTV હાથ લાગ્યા છે. પાયલ ગોટીએ કરેલા કુરિયરના Exclusive CCTV સામે આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે આરોપી મનિષ વઘાસીયાએ પાયલ ગોટી મારફતે કુરિયર કરાવ્યું હતું. કુરિયર કરતી વખતના TV9 પર આ એક્સક્લુસિવ દ્રશ્યો છે. પાયલ ગોટીએ કૌશિક વેકરીયા પરના આરોપો વાળા લેટરનું કુરિયર કર્યું હતું. સાથે જ ભાજપના પ્રદેશ મહામંત્રી રત્નાકર સહિત કમલમને કુરિયર મોકલ્યાના CCTV સામે આવ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ પાયલે પહેલા કુરિયરનું ઓનલાઇન અને બીજા કુરિયરનું રોકડમાં પેમેન્ટ કર્યું હતું.

પાયલ ગોટીના નિવેદનની કોપી આવી સામે

બીજી તરફ પાયલ ગોટીએ નોંધાવેલા નિવેદનની કોપી પણ સામે આવી છે. જેમા પોલીસ સામે ફરિયાદ નહીં હોવાનુ જણાવતી પાયલ જોવા મળી છે. ત્યારે સવાલ એ છે કે શું પોલીસે પાયલ ગોટી સાથે ગેરવર્તન કર્યું હતું? પાયલે પોલીસ પર લગાવેલા ગેરવર્તનના આરોપમાં કેટલી સચ્ચાઈ છે? લેટરકાંડની ગરમાયેલી રાજનીતિ વચ્ચે પાયલ ગોટીના નિવેદનની TV9 પાસે EXCLUSIVE કોપી આવી છે. જેમાં પાયલે કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષના નિવેદનમાં દાવો કર્યો હતો કે પોલીસ સામે કોઈપણ ફરિયાદ નથી. મેજિસ્ટ્રેટ સમક્ષ પાયલ ગોટીએ આપેલા નિવેદનની કોપી સામે આવી છે. કોર્ટે પાયલને પૂછ્યું હતું કે, તેને પોલીસ વિરુદ્ધ કોઈ ફરિયાદ છે કે કેમ? ત્યારે તેણે કોઈપણ ફરિયાદ નહીં હોવાનો દાવો કર્યો હતો. તો પછી સાચું શું છે? કેમકે પોલીસે પાયલ ગોટી સાથે ગેરવર્તન કર્યાનો પણ આરોપ લાગ્યો છે. ખુદ પાયલ ઉપરાંત કોંગ્રેસ દાવો કરી રહ્યું છે કે પોલીસે પાયલને પટ્ટાથી માર માર્યો હતો.

જુઓ Video

રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ બનાવ્યા 'એબ્સ'
દેશનું અનોખું રેલવે સ્ટેશન, જે અડધુ ગુજરાતમાં અને અડધુ મહારાષ્ટ્રમાં
ગુજરાતમાં છે અનોખુ બે અક્ષરવાળું રેલવે સ્ટેશન, જાણો નામ ?
High Blood Sugar : 400 સુગર લેવલ ઝડપથી કંટ્રોલ કરશે મખાના, જાણો ખાવાની રીત
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
Rahu Dosh Signs : રાહુ દોષ છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય?

લેટરકાંડનો ઘટનાક્રમ

  • મનિષ વઘાસિયાના કહેવાથી પાયલે કોમ્પ્યુટરમાં લેટર ટાઇપ કર્યો
  • અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખના લેટરહેડ પર પેજ સેટ કર્યું
  • પાયલે લેટરની પ્રિન્ટ પોતાના મોબાઇલમાં PDFમાં કન્વર્ટ કરી
  • લેટરની PDF કોપી પાયલે મનિષ વઘાસિયાને મોકલી હતી
  • ખોટા લેટરહેડ પર કમલમનું નામ સરનામાની નોંધ કરી હતી
  • કમલમના સરનામાના સર્ચના પાયલના મોબાઇલમાં પુરાવા મળ્યા
  • પાયલે બનાવટી લેટર જ્યાંથી કુરિયર કર્યા તેના CCTV મળ્યા
  • પાયલ-મનિષે એકબીજાની વોટ્સએપ ચેટ ડિલીટ કર્યાના પુરાવા

Input Credit- Ronak Varma, Jaydev Kathi

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:26 pm, Tue, 7 January 25

Next Article