AMRELI : વડિયાની ગુજરી બજારમાં લોકોની લાપરવાહી, કોરોના નિયમોનો સદંતર અભાવ
AMRELI: Wadia Gujri market

AMRELI : વડિયાની ગુજરી બજારમાં લોકોની લાપરવાહી, કોરોના નિયમોનો સદંતર અભાવ

| Edited By: | Updated on: Aug 03, 2021 | 6:29 PM

અમરેલીના વડિયાના બસ સ્ટેન્ડ પાસે દર મંગળવારે ગુજરી બજાર ભરાય છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવતા હોય છે. જેમાંના મોટાભાગના લોકો માસ્ક વગર જોવા મળે છે.

AMRELI : કોરોનાની બીજી લહેરની તબાહી લોકો જાણે ભુલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કોરોના હજુ પણ આપણી વચ્ચે છે અને તજજ્ઞો કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. છતાં લોકો લાપરવાહ બની કોવીડ ગાઈડલાઈનનો ભંગ કરતા નજરે પડી રહ્યા છે. અમરેલીના વડિયાના બસ સ્ટેન્ડ પાસે દર મંગળવારે ગુજરી બજાર ભરાય છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવતા હોય છે. જેમાંના મોટાભાગના લોકો માસ્ક વગર જોવા મળે છે. ત્યારે ગુજરી બજારમાં એકઠી થયેલી આટલી મોટી ભીડ કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપે તો નવાઈ નહીં.