Amreli: સ્થાનિકો જીવના જોખમે નદી પાર કરવા મજબૂર, કાળુભાર નદી પર કયારે બનશે પુલ?

|

Sep 15, 2022 | 4:26 PM

અવરજવર માટે પુલની (Bridge) વ્યવસ્થા ન હોવાથી લોકોને નદીના વહેંણમાંથી પસાર થવું પડે છે. સાથે વિદ્યાર્થીઓ પણ નદી પાર કરી શાળાએ જવા મજબૂર બન્યા છે. નદી પર પુલ બનાવવા વારંવાર ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છતાં હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નથી. જેને લઈને ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે નદી પર પુલ બનાવવામાં આવે તેવી તંત્રને માગ કરી છે.

અમરેલી (Amreli) જિલ્લામાં સતત ધોધમાર વરસાદ થતા લીલીયા  (Liliya) શહેર અને ગ્રામ્યમાં ભારે વરસાદ થઈ ગયો છે. લીલીયાની નાવલી નદીમાં પૂર આવતા પૂજા પાંદર રોડ પર નાવલી નદીમાં પૂર આવ્યુ છે. લીલીયા પંથકના તમામ તળાવો ઓવરફ્લો થયા છે. અમરેલીના બાબરાના ખાખરીયા ગામે વરસાદે લોકોની મુશ્કેલી વધારી છે. કાળુભાર નદીમાં પૂરના કારણે લોકો ભારે હાલાકીમાં મુકાયા છે. અવરજવર માટે પુલની (Bridge) વ્યવસ્થા ન હોવાથી લોકોને નદીના વહેણમાંથી પસાર થવું પડે છે. સાથે વિદ્યાર્થીઓ પણ નદી પાર કરી શાળાએ જવા મજબૂર બન્યા છે. નદી પર પુલ બનાવવા વારંવાર ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છતાં હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નથી. જેને લઈને ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે નદી પર પુલ બનાવવામાં આવે તેવી તંત્રને માગ કરી છે.

અમરેલી જિલ્લાના બાબરાનાં ઈંગોરાળામાં વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ઈંગોરાળા ગામમાં ચારે બાજુ પાણી પાણી થઈ ગયુ છે. સ્થાનિક નદીમાં પૂર આવતા અમરેલી હાઈવેથી ઈંગોરાળા ગામને જોડતો રસ્તો બંધ થઇ ગયો છે. બાબરાના ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. અમરાપરા, લુણકી, ગળકોટડી, વાડળીયા, ચરખા, ખાખરીયા, ચમારડી સહિતનાં ગામમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. બાબરા શહેરમાં ધોધમાર વરસાદ થતાં રસ્તા પર પાણી વહેતા થઇ ગયા છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

અમરેલીના મોટા આંકડિયામાં (Mota Ankadiya) મેઘરાજાની તોફાની બેટિંગને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. એક કલાકમાં પાંચ ઈંચ વરસાદ (Heavy rain) ખાબકતા ગામની બજારો અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ગામમાં ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે તો અમરેલીથી (Amreli)  લુણીધાર, માલવણ, કોલડા, જંગર, જીથુંડી, ઇશ્વરીયા, લાખાપાદર જવાનો માર્ગ (roads) પણ બંધ કરવાની ફરજ પડી છે. મોટા આકડીયા ગામના બસ સ્ટેન્ડ તેમજ બજારોમાં ગોઠણસમા પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ લોકો મોટા આકડીયાથી બહાર ન જઈ શકે તે પ્રકારની સ્થિતિ છે.

Published On - 4:25 pm, Thu, 15 September 22

Next Article