અમરેલીમાં દારૂબંધીના ઉ઼ડ્યા લીરેલીરા, ખુદ IPS ઓફિસરના ભાઈએ જ જનતા રેડ કરી દારૂ સાથે બે લોકોને ઝડપ્યા- Video

|

Jul 04, 2024 | 2:06 PM

રાજ્યમાં કથિત દારૂબંધીના ફરીએકવાર લીરેલીરા ઉડાડતા દૃશ્યો સામે આવ્યા છે.અમરેલી જિલ્લાના લિલિયામાં ખુદ IPS ઓફિસર હરેશ દૂધાતના ભાઈ  અને જિલ્લા પંચાયતના ભાજપના સદસ્ય વિપુલ દૂધાતે દેશીની પોટલીઓ સાથે બે શખ્સોને પકડી પોલીસને સોંપ્યા છે.

રાજ્યમાં કહેવા માટે તો કાગળ પર દારૂબંધી છે છતા રોજ અહીં કરોડોનો દારુ ઠલવાય છે, પીવાય છે અને વેચાય છે. છાશવારે પોલીસના નાક નીચેથી દારૂની રેલમછેલના અનેક દૃશ્યો હવે દારૂબંધીના ગુજરાત માટે નવા નથી. અમરેલી જિલ્લામાંથી વધુ એક દારૂબંધીના ધજાગરા ઉડાડતા દૃશ્યો સામે આવ્યા છે. જેમા ખુદ IPS ઓફિસરના ભાઈ અને અમરેલી જિલ્લા પંચાયતના ભાજપના સદસ્ય વિપુલ દૂધાતે બે શખ્સોને દેશીદારૂની પોટલીઓ સાથે ઝડપી પોલીસને હવાલે કર્યા છે.

ભાજપના સદસ્ય અને IPS ઓફિસરના ભાઈએ જનતા રેડ કરી બે ઈસમોને દારૂ સાથે ઝડપ્યા

સમગ્ર ઘટના એવી છે કે લિલિયામાં બે બાઈકચાલકને દેશી દારુ સાથે ભાજપના નેતા વિપુલ દૂધાતે ઝડપી લીધા હતા. બંને પાસેથી દેશી દારૂની પોટલીઓ મળતા વીડિયો શુટ કરી સોશિયલ મીડિયામાં શેર કરી વાયરલ કરતા પોલીસ દોડતી થઈ હતી. બાઈકના થેલામાંથી દેશી દારુ કાઢવામાં આવ્યો હતો અને વીડિયો વાયરલ કરી પોલીસને જાણ કરાઈ હતી.આ અંગે મોડી રાતે લીલીયા પોલીસ દ્વારા એક પ્રેસનોટ જાહેર કરવામાં આવી છે

લીલીયા પોલીસે આરોપીના ફોટા સાથે પ્રેસનોટ જાહેર કરી

સમગ્ર ઘટના અંગે અમરેલી એસપી હિમકર સિંહએ આ ઘટનાની ગંભીરતા દાખવી લીલીયા પોલીસને સૂચના આપતા લીલીયા પી.એસ.આઈ.એસ.આર.ગોહિલ દ્વારા નાવલી બજારમાં શેરી માંથી દેશી દારૂ લીટર 19 રૂ.380 તથા હીરો હોન્ડા બાઇક નંબર GJ 14 9994 રૂ.30,000 મળી કુલ રૂ.30,380ના મુદામાલ સાથે 1 ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુન્હો નોંધી ધરપકડ કરવામાં આવી 1 કિશોર કાયદાના ઘર્ષણમાં પણ આવ્યો હતો આરોપી મનુસખભાઈ ઉર્ફે ગટીયો કાળુભાઇ વાઘેલાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos
ખાલી પેટ ખીરા કાકડીનું જ્યુસ પીવાથી જાણો શું થાય છે?
Tobacco Diseases : તમાકુના સેવનથી કયા રોગો થાય છે?
ભૂખ્યા પેટે વરિયાળીનું પાણી પીવાથી થાય છે આ ચમત્કારીક ફાયદા
જીવનમાં આગળ વધવું હોય તો આ 5 જગ્યાથી બચવા ઈન્દ્રેશજી મહારાજે આપી સલાહ

દારૂ સાથે આરોપીને પકડનનાર વિપુલ દુધાત કોણ છે ?

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ક્રાકચ ગામના વિપુલ દુધાત જિલ્લા પંચાયત સદસ્ય અને ભાજપ નેતા છે. ગાંધીનગર આઈ.બી. એસપી IPS હરેશ દુધાતના તેઓ નાના ભાઈ છે. જેના કારણે ભાજપ વર્તુળ અને પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

સમગ્ર ઘટના અંગે શુ બોલ્યા વિપુલ દુધાત !

વિપુલ દુધાત એ જણાવ્યું લીલીયામાં મને બાતમી મળી હતી. વારંવાર લોકોની ફરિયાદો પણ મળી હતી લીલીયાની અંદર ખૂબજ મોટા પાયે દેશી દારૂ તથા વિદેશી દારૂનું વેચાણ થતું જેના અનુસંધાને મેં નાવલીની પાછળની શેરીની અંદર રૂબરૂ જઈ દારૂ વેચનારાને પકડી પાડયા અને લીલીયા પોલીસને ટેલિફોનિક જાણ કરી હતી. મારી હાજરીમાં જ દેશી દારૂની કોથળીઓ અને ગાડી પોલીસને સોંપવામાં આવી હતી. જો કે સૌથી વધુ દુ:ખદ બાબત એ છે થોડીક્ષણો બાદ લીલયા ક્રાકચ રોડ ઉપર એ ઇસમ જોવા મળ્યા હતા. તેને પોલીસે કઈ રીતે છોડી મુક્યા, દારૂ કેમ કબજો ન લીધો તે બાબતે શુ પગલાં ભરવમાં આવે છે અને અધિકારીઓની કામગીરી તેમજ સંડોવણીને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે.

Input Credit- Jaydev Kathi- Amreli

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:48 pm, Thu, 4 July 24

Next Article