Amreli જિલ્લાના છ ડેમમાં પાણીની આવક વઘતા દરવાજા ખોલાયા

Amreli જિલ્લાના છ ડેમમાં પાણીની આવક વઘતા દરવાજા ખોલાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2021 | 12:01 AM

આ છ ડેમોમાં ઠેબી, ધાતરવડી 1-2, સૂરજવડી ડેમ તથા દેદુમલમાં પાણીની આવક વધી છે. જેમાં હાલ સપાટી જાળવવા ઠેબી ડેમમાંથી 2,227 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં અમરેલી જિલ્લાના 6 ડેમોમાં નવા નીરની આવક થઈ છે. જેના લીધે 6 ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. આ છ ડેમોમાં ઠેબી, ધાતરવડી 1-2, સૂરજવડી ડેમ તથા દેદુમલમાં પાણીની આવક વધી છે. જેમાં હાલ સપાટી જાળવવા ઠેબી ડેમમાંથી 2,227 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

જ્યારે ચોમાસાના બીજા રાઉન્ડમાં અમરેલી જિલ્લામાં બપોર બાદ વરસાદ શરૂ થયો છે . જેમાં જોવા જઇએ તો લીલીયામાં ચાર કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે અમરેલી, લાઠી વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે . તેમજ અમરેલી શહેરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે . તેમજ લીલીયાની નવલી નદીમાં પુર આવ્યું છે. અમરેલી જિલ્લામાં પડી રહેલા વરસાદથી ખેડૂતોને ફાયદો થયો છે

આ તરફ અમરેલીના લીલીયામાં શનિવારે સાંબેલાધાર વરસાદ વરસ્યો છે.લીલીયા તાલુકામાં માત્ર 4 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો.ભારે વરસાદને પગલે સર્વત્ર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. તો ધોધમાર વરસાદને પગલે સ્થાનિક નદીઓ બે કાંઠે વહેતી થઇ છે સાથે જ લીલીયાની નાવલી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ છે અને નદીમાં પાણીનો જોરદાર પ્રવાહ વહેતો થયો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 17 જિલ્લાના 85 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામમાં 2.5 ઈંચ નોંધાયો છે. જ્યારે તાપીના વલોદ અને સુરતના માંડવીમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 40.46 ટકા વરસાદ ખબક્યો છે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 13.44 ઈંચ વરસાદ થયો છે.

આ પણ વાંચો : આવકવેરા વિભાગે અત્યાર સુધીમાં જાહેર કર્યુ લગભગ 50 હજાર કરોડનું રિફંડ, જાણો વધુ વિગતો

આ પણ વાંચો :  ગુજરાતના સીએમ રૂપાણીએ ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ કલ્યાણ સિંહના નિધન પર શોકની લાગણી વ્યક્ત કરી

 

Published on: Aug 21, 2021 11:58 PM
g clip-path="url(#clip0_868_265)">