Amreli: બાળકીનો શિકાર કરનારી દીપડી આખરે પાંજરે પૂરાઈ, તંત્ર અને સ્થાનિકોને હાશકારો

|

Aug 01, 2022 | 11:44 PM

3 વર્ષની બાળકીનો શિકાર કરનારી દીપડી (Leopard) પાંજરે પૂરાતા તંત્ર તેમજ સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વન વિભાગ દ્વારા 2 દિવસથી દીપડીને પાંજરે પૂરવા લોકેશન મેળવવામાં આવી રહ્યું હતું. તેમાં વન વિભાગને સફળતા મળી હતી.

Amreli: બાળકીનો શિકાર કરનારી દીપડી આખરે પાંજરે પૂરાઈ, તંત્ર અને સ્થાનિકોને હાશકારો
Amreli: Baby girl poached leopard finally caged, authorities and locals relax

Follow us on

અમરેલી (Amreli) જિલ્લામાં વન્યપ્રાણીઓ હવે હિંસક બની રહ્યા છે. ત્યારે 3 વર્ષની બાળકીનો શિકાર કરનારી દીપડી (Leopard) પાંજરે પૂરાતા તંત્ર તેમજ સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વન વિભાગ દ્વારા 2 દિવસથી દીપડીને પાંજરે પૂરવા લોકેશન મેળવવામાં આવી રહ્યું હતું. તેમાં વન વિભાગને સફળતા મળી હતી. નોંધનીય છે કે જુદા જુદા લોકેશનમાં 8 પાંજરા ગોઠવ્યા હોવા છતાં દીપડીને પાંજરે પૂરવામાં સફળતા મળી નહોતી અને આજે સમી સાંજે ધારીના (Dhari) જીરા ગામ નજીક દીપડી પાંજરે પૂરાતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

દીપડાને પકડવા DCFએ આપ્યા હતા આદેશ

ધારી ગીર પૂર્વ ડીવીઝનના ડી.સી.એફ. રાજદીપ સિંહ ઝાલાએ દીપડો તાકીદે પાંજરે પૂરવા આદેશ આપ્યા બાદ વનવિભાગ દ્વારા ગામમાં 4 જેટલા પાંજરા ગોઠવી દેવાયા છે. વનવિભાગની ટીમ દ્વારા દીપડાનું લોકેશન મેળવવા કવાયત હાથ ધરી છે અને બપોર બાદ વધુ પાંજરા ગોઠવી રાત્રિના દીપડાને ઓપરેશન હાથ ધરી પાંજરે પૂરવા માટેની તૈયારી શરુ કરી દેવાઈ હતી.  દીપડી ન પકડાતા વનવિભાગ દ્વારા આજે વધુ 8 પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. વિનવિભાગ હાલમાં વનવિભાગ દ્વારા સીમ વિસ્તારમાં રાત દિવસ તપાસ હાથ ધરી હતી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

શું હતી ઘટના?

રાત્રે બે વાગ્યાના આસપાસ ધારીના જીરા ગામના રહેણાંક વિસ્તારમાં દીપડો ઘુસી ગયો હતો અને 3 વર્ષીય બાળકી ચંદ્રીકા ચારોલાને ઉઠાવી ગયો હતો. દીપડો બાળકીને દૂર દૂર સુધી ઢસડી લઈ ગયો હતો. જોકે બાળકીએ બૂમો પાડતા દીપડી બાળકીને ખેતી વાડી વિસ્તારમાં જ મૂકીને નાસી છૂટ્યો હતો. જો કે દીપડીએ બાળકી પર હુમલો (Attack) કરતા બાળકીનું મોત નીપજ્યું હતું. જે પછી ગ્રામજનોએ વનવિભાગને (Forest Department) જાણ કરતા વનવિભાગની ટીમ ગામમાં પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.

સતત હુમલાની ઘટનાના પગલે વનવિભાગ ચિંતિત

તાજેતરમાં જ સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામમાં દીપડાએ એક મહિલાનો શિકાર કરતા તેનું મોત થયું હતું. ત્યારબાદ ધારીના ડાભાળી જીરા વચ્ચે સિમ વિસ્તારમાં દીપડાએ એક બાળકીને ઉઠાવી તેનો શિકાર કર્યો હતો. ત્યારબાદ જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામમાં સિંહણ દ્વારા 6 વ્યક્તિ ઉપર હુમલાની ઘટના બની હતી. છેલ્લે ખાંભાના નાનીધારી ગામમાં સિંહે એક ખેતમજૂર પર હુમલો કરતા તેનું મોત થયું હતું. આમ છેલ્લા એકથી સવા મહિના સુધીમાં સતત વન્યપ્રાણીના હુમલાની ઘટના વધી રહી છે.

વિથ ઇનપુટ – જયદેવ કાઠી, અમરેલી

Published On - 11:25 pm, Mon, 1 August 22

Next Article