Amreli: જાફરાબાદ દરિયામાં અકસ્માત થતાં એક માછીમારનું મોત, બોટમાં બોથડ પદાર્થ અથડાતા સર્જાયો અક્સમાત

|

May 18, 2022 | 8:29 PM

અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયામાં અકસ્માતમાં એક માછીમારનું મોત થયું છે. માછીમારી સમયે અકસ્માત થતાં સાત માછીમારોમાંથી એકનું મોત થયું હોવાની ઘટના સામે આવી હતી.

Amreli: જાફરાબાદ દરિયામાં અકસ્માત થતાં એક માછીમારનું મોત, બોટમાં બોથડ પદાર્થ અથડાતા સર્જાયો અક્સમાત
fisherman died in an accident

Follow us on

Amreli: અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયામાં (Jafrabad sea) અકસ્માતમાં એક માછીમારનું મોત થયું છે. માછીમારી (Fishing) સમયે અકસ્માત (Accident) થતાં સાત માછીમારોમાંથી એકનું મોત થયું હોવાની ઘટના સામે આવી હતી. બનાવની વાત કરીએ તો સાત માછીમારો જાફરાબાદ દરિયામાં માછીમારી કરવા માટે ગયા હતા. જે દરમિયાન બોટમાં બોથડ પદાર્થ અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેની જાણ પીપાવાવ કોસ્ટગાર્ડને કરવામાં આવી હતી. જો કે કોસ્ટગાર્ડની ટીમ પહોંચે તે પહેલા જ બોટમાં સવાર સાત માછીમારોમાંથી એકનું મોત થયું હતું.

સૌરાષ્ટ્રમાં કપાસના સૌથી ઊંચા ભાવ બાબરા માર્કેટ યાર્ડમાં બોલાયા

અમરેલીના બાબરા માર્કેટ યાર્ડમાં (Babra Market Yard) કપાસના ઐતિહાસિક ભાવ (Cotton prices) બોલાયા હતા. સૌરાષ્ટ્રમાં કપાસના સૌથી ઉંચા ભાવ બાબરા માર્કેટ યાર્ડમાં બોલાયા હતા. બાબરા માર્કેટમાં ખેડૂતોને કપાસના એક મણનો ભાવ 2280થી 3040 રૂપિયા સુધીનો મળી રહ્યો છે. જેને લઇ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. મહત્વનું છે કે, સારા ભાવ મળતા કપાસ વેચવા મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી રહ્યાં છે. બાબરા માર્કેટના સેક્રેટરીનું કહેવું છે કે, માણાવદરમાં કપાસની એક ગાસડીનાં 1 લાખથી વધુ ભાવ બોલાયા હતા જેને લઇ કપાસના ભાવમાં ઉછાળો આવ્યો છે. સાથે જ તેમણે દાવો કર્યો હતો કે, દર વર્ષે કપાસની સિઝન માર્ચ મહિનામાં પૂરી થઇ જાય છે. પરંતુ આ વર્ષે સિઝન પૂરી થઇ હોવા છતાં હજુ રોજ 1000 મણ કપાસની આવક થઇ રહી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સિંહ પરિવાર પાણીના પોઈન્ટ પર તરસ છીપાવતો કેમેરામાં કેદ

ઉનાળાની અંગ દઝાડતી ગરમીથી રાહત મેળવવા લોકો અનેક ઉપાયો અજમાવતા હોય છે. અનેક પ્રકારના રસ, ઠંડા પીણા, ખાદ્યપદાર્થોનું સેવન કરતા હોય છે. ત્યારે ગીરના જંગલો (Forest) માં પણ વનવિભાગ દ્વારા સાવજો માટે આર્ટિફિશિયલ વોટર પોઇન્ટ બનાવી જંગલી પશુઓ માટે પાણીની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ગીરના જંગલમાં આવા જે એક પોઈન્ટ પર ગજકેસરી પરિવાર સહિત પાણી પીતા કેમેરામાં કેદ થયા હતા. આર્ટિફિશિયલ વોટર પોઇન્ટ પર પાણી પીતાં 7 સિંહોના પરિવારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

Next Article