ધંધુકા કિશન ભરવાડ હત્યા મામલે માલધારી સમાજનો વિરોધ, સી.આર, પાટિલે કહ્યું, “ગુજરાતની શાંતિ ડોહળવાના કોઈ પણ પ્રયત્નો સાંખી નહીં લેવાય”
અમદાવાદ જિલ્લાના ધંધુકામાં થયેલી કિશન ભરવાડની હત્યા કેસનો રાજ્યભરમાં વિરોધ થઇ રહ્યો છે,ત્યારે આ મામલે હવે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલે પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યુ છે કે આવી કોઈ પણ પ્રવૃત્તિ ગુજરાતમાં ચલાવી લઈશું નહીં.
Dhandhuka: ધંધુકામાં કિશન ભરવાડની હત્યા (Kishan Bharwad Murder) અંગે ભાજપ (BJP) પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલે (C.R. Patil) નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ છે કે ગુજરાતની શાંતિ ડોહળવાના કોઈ પણ પ્રયત્નોને સાંખી લેવામાં નહીં આવે. આરોપીઓ સામે કડક હાથે કામ લેવાશે. અમદાવાદ જિલ્લાના ધંધુકામાં થયેલી કિશન ભરવાડની હત્યા કેસનો રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે, ત્યારે આ મામલે હવે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલે પણ પ્રતિક્રિયા આપી છે.
તેમણે જણાવ્યુ છે કે આવી કોઈ પણ પ્રવૃત્તિ ગુજરાતમાં ચલાવી લઈશું નહીં, ગુજરાતની શાંતિ ડોહળવાના કોઈ પણ પ્રયત્નોને સાંખી લેવામાં આવશે નહીં, મુખ્યપ્રધાન અને ગૃહ રાજ્ય પ્રધાન આ મામલે કડક સૂચનો આપી રહ્યા છે. આરોપીઓ સામે પણ કડક હાથે કામ લેવામાં આવશે.
બીજી તરફ કિશન ભરવાડ હત્યાને લઈને ધંધુકામાં માલધારી સમાજમાં રોષ જોવા મળી રહ્યા છો. હત્યાના વિરોધમાં ઠેર ઠેર રેલી અને આવેદન પત્રો આપી આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ સહિતના શહેરોમાં ક્યાંક બંધ તો ક્યાંક રેલી કાઢી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને આવેદનપત્ર પાઠવી આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માગ કરવામાં આવી છે.