અમરેલીના બગસરામાં આવતીકાલથી વેપારીઓનું બંધનું એલાન, કેમ આપ્યુ બે દિવસ બંધનું એલાન ?
અમરેલીના બગસરામાં વેપારીઓએ બંધનું એલાન જાહેર કર્યું છે. તંત્ર દ્વારા ફટકારવામાં આવેલા દંડ બદલ વેપારીઓમાં રોષની લાગણી જોવા મળી છે. વેપારીઓએ અગાઉ દંડાત્મક જોગવાઈ હેઠળ રાહત આપવા મામલે રાહતની માગ કરી હતી. જોકે તંત્ર દ્વારા કોઈ નિર્ણય લેવામાં ન આવતા,વેપારી મંડળ, કરિયાણા એસોસિએશન, ચેમ્બર ઓફ કોમર્સ સહિત 11 સંસ્થાઓએ તારીખ 28 અને 29મી નવેમ્બરના રોજ […]

અમરેલીના બગસરામાં વેપારીઓએ બંધનું એલાન જાહેર કર્યું છે. તંત્ર દ્વારા ફટકારવામાં આવેલા દંડ બદલ વેપારીઓમાં રોષની લાગણી જોવા મળી છે. વેપારીઓએ અગાઉ દંડાત્મક જોગવાઈ હેઠળ રાહત આપવા મામલે રાહતની માગ કરી હતી. જોકે તંત્ર દ્વારા કોઈ નિર્ણય લેવામાં ન આવતા,વેપારી મંડળ, કરિયાણા એસોસિએશન, ચેમ્બર ઓફ કોમર્સ સહિત 11 સંસ્થાઓએ તારીખ 28 અને 29મી નવેમ્બરના રોજ બંધનું એલાન જાહેર કર્યું છે.અને સંતોષકાર રીતે આ સમસ્યાનું નિરાકરણ લાવવા વિનંતી કરી છે.
