AMRELI : રાજયભરમાં કોરોનાનો હાહાકાર, પણ શિયાળ બેટ ગામ રહ્યું કોરોનામુક્ત

|

Apr 13, 2021 | 3:19 PM

એક તરફ gujarat સહિત દેશભરમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે. gujaratમાં દરરોજ નોંધાતા coronaકેસોનો આંકડો સતત વધી રહ્યો છે. ગઇકાલે સમગ્ર gujaratમાં 6 હજારથી વધુ દૈનિક કેસો નોંધાયા હતા. અને 55 દર્દીનાં મોત નીપજ્યાં હતાં.

AMRELI : રાજયભરમાં કોરોનાનો હાહાકાર, પણ શિયાળ બેટ ગામ રહ્યું કોરોનામુક્ત
શિયાળ બેટ ગામ

Follow us on

એક તરફ gujarat સહિત દેશભરમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે. gujaratમાં દરરોજ નોંધાતા coronaકેસોનો આંકડો સતત વધી રહ્યો છે. ગઇકાલે સમગ્ર gujaratમાં 6 હજારથી વધુ દૈનિક કેસો નોંધાયા હતા. અને 55 દર્દીનાં મોત નીપજ્યાં હતાં. જોકે gujaratમાં એવાં ઘણાં ગામો છે જે સ્વયં શિસ્ત અને સાવચેતી દાખવી રહ્યાં છે, જેને કારણે ત્યાં કોરોનાના કેસો નહિવત છે અથવા તો એકપણ કેસ નોંધાયો નથી. આવું જ એક ગામ Amreli જિલ્લાનું છે. amreliના શિયાળબેટમાં અત્યારસુધીમાં એકપણ કોરોના કેસ નોંધાયો નથી. અને વેક્સિનેશનની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે.

છેલ્લા 1 વર્ષથી કોરોનામુક્ત shiyal bet
gujaratના દરિયાઈ ટાપુ પર આવેલા shiyal bet ગામ 1 વર્ષ પછી પણ કોરોનામુક્ત ગામ છે. આ ગામમાં 6 હજાર ઉપરાંતની વસતિ છે.અને માછીમારી સાથે સંકળાયેલા લોકો વસવાટ કરે છે. amreli જિલ્લામા આવેલા jafarabad તાલુકાના દરિયાઈ ટાપુ પર shiyal bet ગામ અહીં વર્ષો પહેલાં રાજ્ય સરકાર દ્વારા દરિયાઈ કેબલ મારફત વીજળી પહોંચાડી અને ત્યાર બાદ નર્મદાનું મીઠું પાણી પણ પહોંચાડાયું છે. હાલ કોરોના કાળમાં આરોગ્ય વિભાગ દ્વારા સતત ચકાસણી પણ કરવામાં આવે છે. અને વેક્સિનેશન કેમ્પ પણ સતત ચાલી રહ્યા છે.

દરિયાઈ ટાપુ પર જવા માટે ગ્રામજનો boat મારફત જાય છે
shiyal betમાં કોઇપણ વ્યક્તિને જવું હોય તો pipavav જેટી નજીકથી ખાનગી બોટ મારફત shiyal bet ગામમાં પહોંચી શકાય છે. આરોગ્ય વિભાગ, ગ્રામજનો સહિત લોકો shiyal bet બોટ મારફત અવર-જવર કરે છે. શિયાળ બેટ ગામના લોકો બારેમાસ બિનજરૂરી બહાર આવતા જતા નથી. તેઓ સમયાંતરે ખરીદી માટે rajula અથવા jafarabad વિસ્તાર સુધી આવે છે, જેથી તેઓ વધુ લોકોના સંપર્કમાં આવતા નથી.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

અત્યારસુધી એકપણ કેસ નથીઃ સરપંચ

શિયાળ બેટના સરપંચ હમીરભાઈ શિયાળે એક અખબારમાં જણાવ્યું હતું કે હજુ સુધી એકપણ કેસ નથી, જ્યારથી કોરોનાનો કહેર ચાલુ થયો છે. ત્યારથી અમારા ગામમાં કોઇને coronaનું સંક્રમણ લાગ્યું નથી. vaccinationની કામગીરી ચાલુ છે. અને અત્યારસુધીમાં 500 ઉપરાંતને વેક્સિન આપવામાં આવી છે. મોટા ભાગે અમારા ગામના રહેવાસીઓ બહાર આવતા-જતા નથી. amreli જિલ્લાના મેડિકલ ઓફિસર એ.કે.સિંગે જણાવ્યું હતું કે shiyal betમાં કોરોનાનો કોઇ કેસ નથી. વેક્સિન અપાય છે. લોકોની અવરજવર નથી અને ગ્રામજનો ટાપુમાં રહે છે, જેથી અહીં કેસ નોંધાયા નથી.

Published On - 3:08 pm, Tue, 13 April 21

Next Article