બનાસકાંઠાઃ ઉમરકોટ જમીન કૌભાંડ મામલો, અરજદાર ભરત માળીની ધરપકડ

|

Feb 11, 2024 | 3:31 PM

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઉમરકોટ જમીન કૌભાંડની તપાસનો ધમધમાટ શરુ થયો છે. અમીરગઢ પોલીસે હવે આ મામલાના અરજદારની ધરપકડ કરી છે. અરજદાર ભરત માળી પણ આ કૌભાંડમાં સંકળાયેલો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યુ હતુ. જેને લઈ તેની ધરપકડ કરવામાં આવી છે.

અમીરગઢ તાલુકાના ઉમપરોટમાં જમીનનું કૌભાંડ આચરવામાં આવ્યુ હતુ. અઢી અઢી લાખ રુપિયા પચાસ જેટલા ખેડૂતોના ઉઘરાવી લેવામાં આવ્યા હતા. જેના બદલામાં ખેડૂતોને જમીન નામે કરી આપતા બોગસ દસ્તાવેજો આપવામાં આવ્યા હતા. આ મામલાની જાણ અમીરગઢ મામલતદારને થતા તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો:  મહેસાણાઃ HSRP નકલી નંબર પ્લેટ તૈયાર કરવાનું કૌભાંડ! SOG એ મોટા જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપ્યો

આ મામલે મુખ્ય આરોપી કિરણ બાબુભાઈ રણાવાસીયાની ધરપકડ કરી હતી. ત્યાર બાદ તપાસમાં જમીન કૌભાંડમાં અરજદાર ભરત માળીનું નામ સામે આવતા તેની પણ ધરપકડ કરવામાં આવી છે. કોર્ટમાં રજૂ કરતા આરોપી ભરત માળીને ત્રણ દિવસના રિમાન્ડ પર સોંપવામાં આવ્યો છે. ઉમરકોટ જમીન કૌભાંડ મામલે તપાસ તેજ બની છે અને હજુ કેટલાક આરોપીઓ સામે આવે એવી સંભાવનાઓ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:46 pm, Sun, 11 February 24

Next Video