કોરોનાના વધતા કેસ વચ્ચે ઓક્સિજનની ડિમાન્ડ વધતા મિટિંગોનો દોર શરૂ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ડિલરો સાથે કરી બેઠક

|

Apr 10, 2021 | 5:23 PM

કોરોનાના કેસ વધતા ઓક્સિજનના પુરવઠાની ચિંતા વધી છે. ડિલરો ઓક્સિજન પહોંચાડવા તૈયાર છે. જોકે કંપનીમાંથી ઓક્સિજન નહીં મળતો હોવાનો તેમજ ડિલિવરી અમુક સમય કરતાં વધુ હોવાની જરૂર હોય ત્યાં ઓક્સિજન પહોંચડવામાં હાલાકી પડતી હોવાની ફરિયાદ ઉઠી છે.

કોરોનાના વધતા કેસ વચ્ચે ઓક્સિજનની ડિમાન્ડ વધતા મિટિંગોનો દોર શરૂ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ડિલરો સાથે કરી બેઠક

Follow us on

કોરોનાના કેસ વધતા ઓક્સિજનના પુરવઠાની ચિંતા વધી છે. ડિલરો ઓક્સિજન પહોંચાડવા તૈયાર છે. જોકે કંપનીમાંથી ઓક્સિજન નહીં મળતો હોવાનો તેમજ ડિલિવરી અમુક સમય કરતાં વધુ હોવાની જરૂર હોય ત્યાં ઓક્સિજન પહોંચડવામાં હાલાકી પડતી હોવાની ફરિયાદ ઉઠી છે. ગત રોજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ડિલરોની બોલાવેલી બેઠકમાં આ મુદ્દા સહિત વિવિધ મુદ્દાઓની ચર્ચા થઈ હતી. મહત્વનું છે કે રાજ્ય અને શહેરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જેમાં ઓક્સિજન પરના દર્દીની પણ સંખ્યા વધુ છે. એટલે સ્વભાવિક છે કે ઓક્સિજનની માંગ ઉઠે.

 

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

ઓક્સિજનની ડિમાન્ડ વધતા ચિંતા વધી છે. જે ચિંતા દૂર કરવા સરકારે પ્રયાસ હાથ ધર્યો છે. જે પ્રયાસના ભાગરૂપે અને ઓક્સિજનનો સપ્લાય હોસ્પિટલ પહોંચાડવા મિટિંગોનો દોર પણ તેજ બન્યો છે. ઓક્સિજન પહોંચી રહે માટે ગત રોજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ઓક્સિજન ડિલરો સાથે બેઠક મળી હતી. બેઠકમાં ડિલરોને પડતી સમસ્યા અંગે માહિતી મેળવવામાં આવી. જેમાં ડિલરોએ ઓક્સિજન પહોંચાડવા તૈયાર હોવાની બાબત રજૂ કરી પણ સાથે ડિલરો દ્વારા કંપનીમાંથી ઓક્સિજન નહીં મળતો હોવાની રજુઆત કરી છે. ઓક્સિજન પુરવઠો પૂરો નહીં પડી શકતા હોવાની રજુઆત કરી હતી.

 

તેમજ 24 કલાક પુરવઠાની વચ્ચે 8 વાગ્યા બાદ કંપની ડિલિવરી નહીં કરતા હોવાથી પણ ઓક્સિજન પુરવઠો પહોંચાડવામાં હાલાકી પડતી હોવાનો પણ મુદ્દો બેઠકમાં ચર્ચાયો હતો. જે ચર્ચાઓ બાદ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઉપરી લેવલે ચર્ચા કરી સમસ્યા દૂર કરવા ખાતરી અપાઈ તો આગામી દિવસમાં એજન્સી અને કંપની સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ બેઠક કરી ઓક્સિજન પહોંચાડવાના પ્રશ્ન અંગે ચર્ચા કરી શકવાની પણ માહિતી મળી રહી છે. જે બાદ સ્પષ્ટ થશે કે બેઠક સફળ રહેશે, સમસ્યા દૂર થશે કે પછી પરિસ્થિતિ તેમની તેમ રહે છે.

 

આ પણ વાંચો: Rajkot: 80 ટકા પાનના ગલ્લાઓ સ્વયંભૂ લોકડાઉનમાં ન જોડાયા, પાનના ગલ્લા રાખ્યા ચાલુ

Next Article