VIDEO: અમદાવાદીઓ આજે રવિવારની રજા માણવા બહાર નીકળતા પહેલા ચેતી જજો, મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર કર્યું રેડ એલર્ટ

|

Jun 09, 2019 | 3:46 PM

ઉનાળાનો અંતિમ તબક્કમાં રાજ્ય જાણે ભઠ્ઠીમાં શેકાય રહ્યું હોય તેવો આકરો તાપ વરસી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશને આજે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેથી તાપમાનનો પારો આજે 45 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. શનિવારે પણ અમદાવાદનું તાપમાન સિઝનનું સૌથી વધુ 44.1 ડિગ્રી પર પહોંચ્યું હતું. ત્યારે આજે રવિવારની રજામાં પણ શહેરીજનોએ આકરી ગરમીમાં […]

VIDEO: અમદાવાદીઓ આજે રવિવારની રજા માણવા બહાર નીકળતા પહેલા ચેતી જજો, મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર કર્યું રેડ એલર્ટ

Follow us on

ઉનાળાનો અંતિમ તબક્કમાં રાજ્ય જાણે ભઠ્ઠીમાં શેકાય રહ્યું હોય તેવો આકરો તાપ વરસી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશને આજે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેથી તાપમાનનો પારો આજે 45 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. શનિવારે પણ અમદાવાદનું તાપમાન સિઝનનું સૌથી વધુ 44.1 ડિગ્રી પર પહોંચ્યું હતું. ત્યારે આજે રવિવારની રજામાં પણ શહેરીજનોએ આકરી ગરમીમાં અકળાવવું પડશે.

કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે પરંતુ ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. રાજ્ય પર સૂર્યદેવ એટલા કોપયમાન થઈ ગયા છે કે, ગુજરાત અગન ભઠ્ઠી બની ગયું છે. મોટાભાગના શહેરમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને નજીક પહોંચી ગયો હતો. શનિવારે સુરેન્દ્નનગર સૌથી ગરમ શહેર રહ્યું.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકો કોઇપણ કાર્ય દૃઢ મનોબળ અને આત્‍મવિશ્વાસ સાથે કરશે અને તેમાં સફળતા ૫ણ મળશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 45.5 ડીગ્રી નોંધાયું હતું જ્યારે ગાંધીનગર, ડીસા, રાજકોટમાં તાપમાનનો પારો 44.5 ડિગ્રી નોંધાયો. જ્યારે અમદાવાદમાં 44.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. તો વડોદરામાં 42 ડિગ્રી, અમરેલીમાં 43 ડિગ્રી, ભૂજમાં 43.5, વલ્લભવિદ્યાનગરમાં 41.9, કંડલા પોર્ટમાં 42.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 4:40 am, Sun, 9 June 19

Next Article