મગફળીમાં ગોલમાલનો પાલ આંબલિયાનો આરોપ, માળિયાહાટીના માર્કેટ યાર્ડમાં કિસાન કોંગ્રેસની જનતા રેડ

|

Dec 22, 2020 | 7:24 PM

મગફળીમાં ફરી થઇ છે ઘાલમેલ. આ આરોપ લગાવ્યો છે કોંગ્રેસ કિસાન સેલના અધ્યક્ષ પાલ આંબલિયાએ. પાલ આંબલિયાએ દાવા સાથે તંત્ર પર કૌભાંડનો આરોપ લગાવ્યો છે. કિસાન કોંગ્રેસે માળિયાહાટીના માર્કેટિંગ યાર્ડમાં જનતા રેડ કરી હતી. જેમાં ખેડૂતો પાસેથી ખરીદાયેલી મગફળી બદલી નાખવામાં આવી હોવાનો આરોપ પાલ આંબલિયાએ લગાવ્યો હતો.   Web Stories View more ગરમીમાં નસકોરી […]

મગફળીમાં ગોલમાલનો પાલ આંબલિયાનો આરોપ, માળિયાહાટીના માર્કેટ યાર્ડમાં કિસાન કોંગ્રેસની જનતા રેડ

Follow us on

મગફળીમાં ફરી થઇ છે ઘાલમેલ. આ આરોપ લગાવ્યો છે કોંગ્રેસ કિસાન સેલના અધ્યક્ષ પાલ આંબલિયાએ. પાલ આંબલિયાએ દાવા સાથે તંત્ર પર કૌભાંડનો આરોપ લગાવ્યો છે. કિસાન કોંગ્રેસે માળિયાહાટીના માર્કેટિંગ યાર્ડમાં જનતા રેડ કરી હતી. જેમાં ખેડૂતો પાસેથી ખરીદાયેલી મગફળી બદલી નાખવામાં આવી હોવાનો આરોપ પાલ આંબલિયાએ લગાવ્યો હતો.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

પાલ આંબલિયાનો દાવો છેકે 8 પેરામીટરમાંથી પાસ થયેલી સારી મગફળી વેરહાઉસમાં રિજેક્ટ થઇ. જેનો સીધો મતલબ થાય છે કે સારી ગુણવત્તા વાળી મગફળી બદલી કાઢવામાં આવી છે. જોકે રિજેક્ટ થયેલી મગફળીની ગુણો હાથથી સિવેલી હોવાનો પણ તેઓએ દાવો કર્યો. ત્યારે ખેડૂતોની મગફળીમાં કોણે ઘાલમેલ કરી તે સવાલ તપાસનો વિષય બન્યો છે. એક તરફ પાલ આંબલિયા કૌભાંડનો આરોપો લગાવી રહ્યા છે. તો બીજી તરફ અધિકારીઓ પુરાવા માગી રહ્યા છે. કૌભાંડના આરોપ સામે પુરવઠા મામલતદારે સ્પષ્ટતા કરી છે કે પાલ આંબલિયા માત્ર આક્ષેપ કરી રહ્યા છે. પરંતુ તેમની પાસે કોઇ પુરાવા નથી. જો પુરાવા આપવામાં આવશે તો તંત્ર કાર્યવાહી કરશે.

 

Next Article