AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AMBAJI MANDIR: ટ્રસ્ટના જ કર્મચારી પર 1.12 લાખના કૌભાંડનો આક્ષેપ

ગુજરાતના પ્રખ્યાત અંબાજી મંદિરના ટ્રસ્ટમાં લાખો રૂપિયાનું કૌભાંડ આચરાયાના સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર ટ્રસ્ટના જ એક કર્મચારી પર રૂ.1.12 લાખના કૌભાંડનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

AMBAJI MANDIR: ટ્રસ્ટના જ કર્મચારી પર 1.12 લાખના કૌભાંડનો આક્ષેપ
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 26, 2021 | 9:37 PM
Share

ગુજરાતના પ્રખ્યાત અંબાજી મંદિરના ટ્રસ્ટમાં લાખો રૂપિયાનું કૌભાંડ આચરાયાના સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર ટ્રસ્ટના જ એક કર્મચારી પર રૂ.1.12 લાખના કૌભાંડનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર કૌભાંડમાં ડીઝલ ખરીદીમાં અંબાજી મંદિર ટ્રસ્ટને રૂ.1,12,738નો ચૂનો લાગ્યો છે.

અંબાજી મંદિર ટ્રસ્ટના જ એક કર્મચારીએ ડીઝલ ખરીદીમાં ખોટા બિલ, ખોટી સહી કરીને 1,445 લીટર ડીઝલની ખરીદીમાં ગોલમાલ કરી છે. ટ્રસ્ટના આ કૌભાંડી કર્મચારીએ ટ્રસ્ટના ખોટા સિક્કાઓ લગાવી બિલો રજૂ કરી કૌભાંડ આચર્યુ છે. આ સમગ્ર ઘટનામાં પોલીસે મંદિર ટ્રસ્ટના કર્મચારી અને પેટ્રોલ પંપના કર્મચારી સામે ફરિયાદ નોંધી છે.

આ પણ વાંચો: Tractor Rally: જામજોધપુરમાં ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી, 50 જેટલા ખેડૂતોની અટકાયત

g clip-path="url(#clip0_868_265)">