તરછોડાયેલા બાળક મામલે AMA આવ્યું મેદાને, રાજયભરના તમામ તબીબોને સચેત કરાયા

રાજ્યભરના પીડિયાટ્રિક, ગાયનેક અને પીડિયાટ્રિક સર્જન ડોકટરોને જાણ કરવામાં આવી છે. તો ભૂતકાળમાં પણ કોઈપણ ડોક્ટરોએ આ બાળકની સારવાર કરી હોય તો તાત્કાલિક જણાવવા માટે કહેવામાં આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2021 | 6:05 PM

ગાંધીનગરમાંથી અજાણ્યું બાળક મળી આવવાના મામલે બાળકના માતા પિતાને શોધવા માટે અમદાવાદ મેડિકલ એસોસિયેશન મેદાને આવ્યું છે. એ.એમ.એ.ના જોઈન્ટ સેક્રેટરી ડૉ.સાહિલ શાહનું મોટું નિવેદન સામે આવ્યું છે. એ.એમ.એ. દ્વારા રાજ્યભરના તબીબોને બાળકની ભાળ મેળવવા મુદ્દે સચેત કરવામાં આવ્યા હોવાનું ડૉ.સાહિલ શાહે જણાવ્યું છે.ગાંધીનગરમાંથી મળી આવેલા બાળકને કોઈપણ ડોકટર દ્વારા તપાસ કરવામાં આવી હોય તો તાત્કાલિક જાણ કરવા માટે જણાવવામાં આવ્યું હોવાનું પણ ડૉ.સાહિલ શાહે ઉમેર્યું છે.

તરછોડાયેલા બાળકના માતાપિતાની ભાળ મેળવવા રાજયભરના તબીબોને કરાયા સચેત

રાજ્યભરના પીડિયાટ્રિક, ગાયનેક અને પીડિયાટ્રિક સર્જન ડોકટરોને જાણ કરવામાં આવી છે. તો ભૂતકાળમાં પણ કોઈપણ ડોક્ટરોએ આ બાળકની સારવાર કરી હોય તો તાત્કાલિક જણાવવા માટે કહેવામાં આવ્યું છે. ઝડપથી માતાપિતા અને બાળકનું મિલન થાય તેને લઈ એ.એમ.એ દ્વારા મુહિમ ઉપાડવામાં આવી છે. રાજ્યના ખાનગી હોસ્પિટલના તબીબો અને સરકારી હોસ્પિટલોના તબીબોને કહેવામાં આવ્યું છે.

બાળ આયોગના ચેરમેન જાગૃતિ પંડયાએ બાળકની લીધી મુલાકાત

તો પેથાપુર નજીકથી બિનવારસી હાલતમાં મળી આવેલા બાળકની ઉંમર 7 થી 9 મહિનાની હોવાનું સામે આવ્યું છે. બાળ આયોગના ચેરમેન જાગૃતિ પંડ્યાએ હોસ્પિટલમાં બાળકની મુલાકાત કરી. અને બાળકના આરોગ્ય અંગેની માહિતી મેળવી. પત્રકારો સાથે વાત કરતા જાગૃતિ પંડ્યાએ માહિતી આપી કે, બાળકનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. અને આવતીકાલે બાળકને ઓઢવ શિશુગૃહ ખાતે લઇ જવાશે.જ્યાં તેની સારસંભાળ માટે રાજ્ય સરકારે તમામ વ્યવસ્થા કરી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">