કોરોના માટે બાળકો ભલે આસાન શિકાર હોય, પણ કોરોનાને બાળકો બહુ ઝડપથી હરાવે છે, ચોંકાવનારા આંકડા આવ્યા સામે

|

Sep 09, 2020 | 9:13 AM

હાલ ચાલી રહેલા કોરોના કાળમાં તંત્ર ભલે એમ કહી રહ્યું હોય કે આ સમયે બાળકોનું વિશેષ ધ્યાન રાખો પણ આંકડા કહી રહ્યા છે કે સુરતમા બાળકો પર કોરોનાની અસર નહિવત છે. સુરતમાં અત્યારસુધી 298 અને વડોદરામાં 99 બાળકોને કોરોના થયો છે, જેમાંથી એકપણ બાળકનું મોત થયું નથી, એટલું જ નહીં આ બાળકોનો ઈલાજ પણ ઘણી […]

કોરોના માટે બાળકો ભલે આસાન શિકાર હોય, પણ કોરોનાને બાળકો બહુ ઝડપથી હરાવે છે, ચોંકાવનારા આંકડા આવ્યા સામે

Follow us on

હાલ ચાલી રહેલા કોરોના કાળમાં તંત્ર ભલે એમ કહી રહ્યું હોય કે આ સમયે બાળકોનું વિશેષ ધ્યાન રાખો પણ આંકડા કહી રહ્યા છે કે સુરતમા બાળકો પર કોરોનાની અસર નહિવત છે. સુરતમાં અત્યારસુધી 298 અને વડોદરામાં 99 બાળકોને કોરોના થયો છે, જેમાંથી એકપણ બાળકનું મોત થયું નથી, એટલું જ નહીં આ બાળકોનો ઈલાજ પણ ઘણી સરળતાથી થઇ રહ્યો છે.

તબીબોના જણાવ્યા પ્રમાણે બાળકોને પેરાસીટામોલ અને કફ સીરપ આપવામાં આવી રહી છે અને તેઓ તુરંત રિકવર થઇ જાય છે. બાળકો પર કોરોનાની અસર ઓછી હોવા પાછળનું એક કારણ એ પણ જણાવવામાં આવી રહ્યું છે કે જન્મ પછી આપવામાં આવતી એમસીઆર અને બીસીજીની રસી તેમને ક્રોસ પ્રોટેક્શન આપે છે. આ ઉપરાંત બાળકોની કિડની, હૃદય, લીવર, લંગ્સ જેવા અવયવ ફ્રેશ હોય છે જેથી આંતરિક ફંક્શન સારું કામ કરે છે. તે તેમની ઇમ્યુનીટી મજબૂત કરે છે.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

સુરતના કોરોના વોર્ડમાં આવા અનેક બાળકો છે જે હસતા રમતા સારા થયા છે. ડિંડોલી વિસ્તારના વિજય મરાઠેની પાંચ વર્ષીય દીકરી અને 3 વર્ષીય દીકરાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બંને બાળકો 7 દિવસમાં સાજા થયા છે.

સુરતમાં 298 માંથી 280 બાળકો રિકવર થઇ ગયા છે, બાકીના 18 બાળકો પણ જલ્દી રિકવર થઇ જશે. અને જલ્દી જ ઘરે જશે. એ જ પ્રમાણે વડોદરામાં 99માંથી 84 બાળકો સ્વસ્થ થઇ ચુક્યા છે. એકપણ બાળકનું મોત થયું નથી.

 

ઉમર (વર્ષમાં) પોઝીટીવ કેસ (ટકાવારીમાં) મૃત્યુ (ટકાવારીમાં)
0 થી 10 1.42% 00%
11 થી 20 4.63% 00%
21 થી 30 16.27% 0.72%
31 થી 40 20.76% 4.33%
41 થી 50 21.34% 15.16%
51 થી 60 20.59% 27.80%
61 થી 70 9.93% 27.80%
71 થી 80 4.27% 20.22%
81 થી90 0.75 % 3.97 %
90 વર્ષ થી મોટી ઉમરના 0.03 % 00 %

 

Next Article