સૌરાષ્ટ્રમાં વિશ્વ વિખ્યાત અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ પછી જામનગરનું સચાણા શિપ બ્રેકિંગ માટેનું નવું હબ બનશે,આંતરરાષ્ટ્રીય ધારા-ધોરણો મુજબનું નવું અલંગ સચાણામાં આકાર પામશે, હવે વિશાળ જહાજો અલંગમાં અને નાના મધ્યમ કદના જહાજો સચાણામાં શિપ બ્રેકિંગ માટે આવશે

|

Sep 20, 2020 | 9:20 PM

જામનગરનું સચાણા ફરીથી ધમધમતું થશે કારણ કે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જામનગરના સચાણામાં શિપ બ્રેકિંગ યાર્ડ શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી સૌરાષ્ટ્રમાં વિશ્વ વિખ્યાત અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ પછી જામનગરનું સચાણા શિપ બ્રેકિંગ માટેનું નવું હબ બનશે.સચાણામાં આંતરરાષ્ટ્રીય ધારા-ધોરણો મુજબનું નવું અલંગ સચાણામાં આકાર પામશે. હવે મોટા અને વિશાળ જહાજો અલંગમાં અને નાના […]

સૌરાષ્ટ્રમાં વિશ્વ વિખ્યાત અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ પછી જામનગરનું સચાણા શિપ બ્રેકિંગ માટેનું નવું હબ બનશે,આંતરરાષ્ટ્રીય ધારા-ધોરણો મુજબનું નવું અલંગ સચાણામાં આકાર પામશે, હવે વિશાળ જહાજો અલંગમાં અને નાના મધ્યમ કદના જહાજો સચાણામાં શિપ બ્રેકિંગ માટે આવશે
http://tv9gujarati.in/alang-baad-jamna…ing-maate-aavshe/

Follow us on

જામનગરનું સચાણા ફરીથી ધમધમતું થશે કારણ કે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જામનગરના સચાણામાં શિપ બ્રેકિંગ યાર્ડ શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી સૌરાષ્ટ્રમાં વિશ્વ વિખ્યાત અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ પછી જામનગરનું સચાણા શિપ બ્રેકિંગ માટેનું નવું હબ બનશે.સચાણામાં આંતરરાષ્ટ્રીય ધારા-ધોરણો મુજબનું નવું અલંગ સચાણામાં આકાર પામશે. હવે મોટા અને વિશાળ જહાજો અલંગમાં અને નાના મધ્યમ કદના જહાજો સચાણામાં શિપ બ્રેકિંગ માટે આવશે. લાંબા સમયથી નાના અને મધ્યમ કદના જહાજોના શિપ બ્રેકિંગ માટેનું યોગ્ય સ્થળ સચાણા ફરી ધમધમતું થશે. મુખ્યપ્રધાને સચાણાની જમીનની હદ અંગેના વિવાદનો અંત લાવવા ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરી હતી. જે પહેલના ફળદાયી પરિણામરૂપે 2012થી બંધ પડેલી સચાણાની શિપ બ્રેકિંગ ગતિવિધિ પુનઃ વેગવાન બનશે. વિશ્વના મેરી ટાઇમ અને શિપ બ્રેકિંગ શિપ રીસાયકલિંગ મેપ પર સચાણા પણ સ્થાન પામશે. મહત્વનું છે કે કોરોનાની સ્થિતિમાં લૉકડાઉનના કારમે ઉદ્યોગો, ધંધા-રોજગાર વ્યવસાયોને આર્થિક વિપરીત અસર પડી છે. તેવા સંજોગોમાં સચાણા શિપ બ્રેકિંગ યાર્ડ આનુષાંગિક ઉદ્યોગો વ્યવસાયો દ્વારા રોજગાર અને આર્થિક આધારમાં નવું બળ પૂરું પાડશે. સીએમના આ દૂરોગામી નિર્ણયથી દેશ-વિદેશના નાના અને મધ્યમ કદના જહાજો સચાણામાં તૂટવા માટે આવતા થઈ જશે. જેનાથી કેન્દ્ર અને રાજ્ય સરકારને કસ્ટમ, જીએસટી સહિતનું હૂંડિયામણ મળતું થશે.

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 6:39 am, Sat, 22 August 20

Next Article