અદાણી કેસમાં કોંગ્રેસ જે JPCની માગ કરી રહી છે તે શું છે? તેના હક્કો શું છે અને તેમાં વિપક્ષની કેટલી હોય છે ભાગીદારી, વાંચો અહીં

|

Feb 06, 2023 | 8:40 PM

અદાણી મામલે હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવતા કોંગ્રેસ અદાણી મુદ્દે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી રચવાની માગ કરી રહી છે. આ જેપીસીના શું હક્કો રહેલા છે તેમા વિપક્ષની કેટલી ભાગીદારી હોય છે તેના વિશે વિગતવાર જાણકારી માટે વાંચો આગળ.

અદાણી કેસમાં કોંગ્રેસ જે JPCની માગ કરી રહી છે તે શું છે? તેના હક્કો શું છે અને તેમાં વિપક્ષની કેટલી હોય છે ભાગીદારી, વાંચો અહીં
ગૌતમ અદાણી

Follow us on

અદાણી કેસને લઈ કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓ રસ્તાથી લઈ સંસદ સુધી વિરોધ કરી રહ્યું છે. આજે સમગ્ર દેશમાં એલ.આઈ.સી કચેરી બહાર કોંગ્રેસે દેખાવો પણ યોજ્યા. કોંગ્રેસ અને 13 વિપક્ષી પાર્ટીઓ જેપીસી એટલે કે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની માંગ પણ કોંગ્રેસ કરી રહ્યું છે. સંસદના બંને ભવનના સભ્યોને સમાવતી આ જોઈન્ટ પાર્લામેન્ટ્રી કમિટી શું છે એ સમજીએ.

જેપીસી એટલે કે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી સંસદની એક કમિટી છે. જેમાં તમામ પક્ષોને સમાન ભાગીદારી મળે છે. લોકસભા-રાજ્યસભામાં જે પાર્ટીની જેટલી ટકાવારી એટલી સંખ્યામાં જેપીસીમાં ભાગીદારી મળે છે. એમાં કેટલા સભ્ય હોય એ કંઈ નિશ્ચિત નથી હોતું. જેપીસીના એ અધિકાર હોય છે કે તે કોઈપણ વ્યક્તિ, સંસ્થા કે કોઈપણ એ પક્ષ કે જેની સામે આક્ષેપો છે અને એની તપાસ માટે જેપીસીની નિમણૂક થઈ છે એને બોલાવી શકે છે અને એ વ્યક્તિ, પક્ષ કે સંસ્થા જો જેપીસી સમક્ષ હાજર નથી થતા તો એ સંસદની અવમાનનાના ઉલ્લંઘન સમાન બનશે. જે કેસ ચાલી રહ્યો છે એ સંદર્ભમાં જેપીસી વ્યક્તિ કે સંસ્થા પાસેથી લેખિત, મૌખિક કે પછી બંનેમાં જવાબ માંગી શકે છે.

અત્યાર સુધી કેટલીવાર જેસીપી નું ગઠન થયું?

  1. ઓગષ્ટ 1987માં પહેલીવાર બોફોર્સ ઘોટાળામાં જેપીસી રચાઈ, કોંગ્રેસ નેતા બી.શંકરાનંદ જેપીસી ના અધ્યક્ષ હતા, કમિટીના કોંગ્રેસ સભ્યોએ રાજીવ ગાંધી સરકારને ક્લીન ચિટ આપી હતી.
  2.  ઓગષ્ટ 1992માં હર્ષદ મહેતાના શેર ઘોટાળો સામે આવ્યો અને ત્રીજીવાર જેસીપીનું ગઠન થયું. કોંગ્રેસ નેતા રામ નિવાસ તેના અધ્યક્ષ હતા. કમિટીની ભલામણોનો ના પુરી રીતે સ્વીકાર થયો કે ના લાગુ કરાઈ. બાદમાં આવેલ જનરલ ચૂંટણીઓમાં કોંગ્રેસની હાર થઈ હતી
  3. ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
    ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
    તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
    જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
    Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
    શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
  4. 26 એપ્રિલ 2001 માં ફરી એકવાર શેર બજાર ઘોટાળા જેપીસી બનાવાઈ. કેતન પારેખ ઘોટાળા માટે બનેલી કમિટીના અધ્યક્ષ ભાજપ સાંસદ પ્રકાશ મણિ ત્રિપાઠી હતા. કમિટીએ શેરબજારને લઈ ભલામણો કરી હતી.
  5. ચોથી વાર ઓગસ્ટ 2003માં ભારતમાં બનતા સોફ્ટ ડ્રિંક્સમાં કીટનાશક હોવા અંગે જેપીસી નું ગઠન કરાયું હતું. એનસીપી પ્રમુખ શરદ પવારની અધ્યક્ષતામ બનેલ કમિટીએ પીવાના પાણી માટે માપદંડોની ભલામણો કરી હતી.
  6. 2જી સ્પેક્ટ્રમ મામલે દેશમાં પાંચમી વાર જેસીપીનું ગઠન કરાયું. 2જી સ્પેક્ટ્રમ માં કોંગ્રેસ નેતા પીસી ચાકો અધ્યક્ષ હતા અને જેમની સામે આક્ષેપ થયા હતા એ મનમોહનસિંહ અને પી ચિદમ્બરમને ક્લીન ચિટ અપાઈ હતી.
  7. સૌથી છેલ્લે 2013માં VVIP હેલિકોપ્ટર ખરીદી કૌભાંડમાં જેપીસીનું ગઠન કરાયું હતું.

જેપીસીનું ગઠન લોકસભામાં બહુમત સાથે કરવામાં આવે છે. સરકાર ઈચ્છે તો જ જેપીસીનું ગઠન થઈ શકે છે. હાલની સ્થિતિમાં સરકાર પોતે જેસીપી ગઠન ઇચ્છતી ના હોય એમ લાગી રહ્યું છે. આ સિવાય જેસીપીના અધ્યક્ષ સત્તા પક્ષના અને બહુમત સભ્યો પણ સત્તા પક્ષના જ હોવાના કારણે સામાન્ય રીતે સરકારનો પ્રભાવ રિપોર્ટ પર વધારે જોવા મળતો હોય છે.

આ પણ વાંચો : Ahmedabad: અદાણી કેસમાં JPC રચવાની માગ સાથે રાજ્યભરમાં LIC કચેરી સામે કોંગ્રેસે કર્યા દેખાવો

સરકાર કેમ જેપીસીનું ગઠન નથી કરી રહી?

2024 લોકસભા ચૂંટણી પૂર્વે 9 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ આવી રહી છે. જેને લોકસભા પૂર્વેની સેમિફાઇનલ માનવામાં આવે છે. અધ્યક્ષ સિવાય એ પૂર્વ અન્ય સભ્યો જાહેરમાં કે મીડિયા માં આવી કંઈ બોલી જાય તો બદનામી થઈ શકે. આ સિવાય કમિટી બની હોય તો એમાં શું સામે આવ્યું એ પ્રશ્ન ઉભો જ રહે એટલા માટે પણ સરકાર ના ઈચ્છે કે જેપીસી નું ગઠન થાય.

Next Article