AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Western Railway news : NTPCના વિદ્યાર્થીઓ માટે અમદાવાદ, ભાવનગર, સુરતથી દોડાવાશે ‘પરીક્ષા વિશેષ ટ્રેન’ , જાણો કઈ રીતનું રહેશે શિડ્યુલ

પશ્ચિમ રેલ્વે NTPC (Non- Technical Popular Categories)ની પરીક્ષા માટે અમદાવાદથી ઇન્દૌર અને ભાવનગરથી બાંદ્રા ટર્મિનસ માટે  તેમજ ભાવનગરથી સુરત માટે  પરીક્ષા વિશેષ ટ્રેન દોડાવશે.

Western Railway news : NTPCના વિદ્યાર્થીઓ માટે અમદાવાદ, ભાવનગર, સુરતથી દોડાવાશે 'પરીક્ષા વિશેષ ટ્રેન' , જાણો કઈ રીતનું રહેશે શિડ્યુલ
symbolic image
Darshal Raval
| Edited By: | Updated on: Jun 11, 2022 | 7:52 AM
Share

પશ્ચિમ રેલવે(Western Railway) NTPC (Non- Technical Popular Categories) પરીક્ષાર્થીઓની સુવિધા માટે અમદાવાદથી ઈન્દૌર, ભાવનગરથી બાંદ્રા ટર્મિનસ અને સુરત માટે “પરીક્ષા વિશેષ” ટ્રેનો દોડાવશે.  પશ્ચિમ રેલ્વે  અમદાવાદથી ઇન્દૌર અને ભાવનગરથી બાંદ્રા ટર્મિનસ માટે  તેમજ ભાવનગરથી સુરત માટે  પરીક્ષા વિશેષ ટ્રેન દોડાવશે.આ “પરીક્ષા વિશેષ ટ્રેન” માટે ટિકિટ બુકિંગ 12 જૂન, 2022થી શરૂ કરવામાં આવશે.

પશ્ચિમ રેલવેએ NTPCના દ્વિતીય સ્તરના પરીક્ષાર્થીઓની સુવિધા માટે અમદાવાદથી ઈન્દોર, ભાવનગરથી બાંદ્રા ટર્મિનસ અને સુરત માટે “પરીક્ષા સ્પેશિયલ” ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે. અમદાવાદના મંડળ રેલવે પ્રવક્તાએ વિશેષ ટ્રેનોની માહિતી આપતા જણાવ્યું હતું કે આ પરીક્ષા વિશેષ ટ્રેનો વિશેષ ભાડા સાથે દોડાવવામાં આવશે. જનરલ કોચ માટે પણ અનરિઝર્વ્ડ ટિકિટ આપવામાં આવશે, જેનું ભાડું મેલ/એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચ જેટલું હશે.

જાણો પરીક્ષા વિશેષ ટ્રેનની વિગતો

 1.     ટ્રેન નંબર 09422/09421  અમદાવાદ-ઇન્દૌર-અમદાવાદ પરીક્ષા સ્પેશિયલ ટ્રેન

આ પરીક્ષા સ્પેશિયલ ટ્રેન તા.14 જૂન 2022 (મંગળવાર)ના રોજ 08:40 કલાકે અમદાવાદથી ઉપડશે અને 18:30 કલાકે ઇન્દૌર પહોંચશે. એ જ રીતે, ટ્રેન નંબર 09421 ઈન્દોર-અમદાવાદ પરીક્ષા સ્પેશિયલ 17 જૂન 2022 (શુક્રવાર) ના રોજ રાત્રે 23:30 વાગ્યે ઈન્દૌરથી ઉપડશે અને બીજા દિવસે સવારે 08:45 વાગ્યે અમદાવાદ પહોંચશે. માર્ગમાં આ ટ્રેન બંને દિશામાં આણંદ, ગોધરા, દાહોદ, રતલામ, ઉજ્જૈન સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર, સેકન્ડ સીટીંગ અને જનરલ ક્લાસ કોચ હશે.

2.    ટ્રેન નંબર 09202/09201 ભાવનગર-બાંદ્રા-ભાવનગર પરીક્ષા સ્પેશિયલ ટ્રેન

09202 ભાવનગર-બાંદ્રા ટર્મિનસ પરીક્ષા સ્પેશિયલ ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી 15 જૂન, 2022 (બુધવાર)ના રોજ સવારે 07.30 વાગ્યે ઉપડશે અને બાંદ્રા ટર્મિનસ સ્ટેશને રાત્રે 21.50 પર પહોંચશે અને પરતમાં ટ્રેન નંબર 09201 બાંદ્રા ટર્મિનસ ભાવનગર ટર્મિનસ પરીક્ષા સ્પેશિયલ 16મી જૂન, 2022 (ગુરુવાર) ના રોજ 19.25 કલાકે બાંદ્રા ટર્મિનસ સ્ટેશનથી ઉપડશે અને બીજા દિવસે સવારે 09.25 કલાકે ભાવનગર ટર્મિનસ સ્ટેશન પહોંચશે. તેની યાત્રા દરમિયાન રૂટમાં, આ ટ્રેન બંને દિશામાં સિહોર, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે.

3.      ટ્રેન નંબર 09204/09203 ભાવનગર-સુરત-ભાવનગર પરીક્ષા સ્પેશિયલ ટ્રેન

ટ્રેન નંબર 09204 ભાવનગર -સુરત પરીક્ષા સ્પેશિયલ ટ્રેન ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી 14 જૂન, 2022 (મંગળવારે) સવારે 07.30 વાગ્યે ઉપડશે અને સુરત સ્ટેશને સાંજે 17.30 વાગે પહોંચશે. જ્યારે પરત આવતા ટ્રેનનં.09203 સુરત-ભાવનગર ટર્મિનસ પરીક્ષા સ્પેશિયલ સુરત સ્ટેશનથી 17 જૂન, 2022 (શુક્રવાર)ના રોજ 19.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 05.40 કલાકે ભાવનગર ટર્મિનસ સ્ટેશન પહોંચશે. આ ટ્રેન ટ્રેન બંને દિશામાં સિહોર, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, અમદાવાદ અને વડોદરા સ્ટેશનો પર ઉભી રહેશે.આ ટ્રેનમાં સ્લીપર આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે.

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">