અમદાવાદના વિરમગામમાં ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ હર્ષદ ગામોટની ચૂંટણી અદાવતમાં થયેલી હત્યા મામલે પોલીસ એક્શનમાં આવી છે. આ ચકચારી હત્યા કેસમાં વિરમગામના વોર્ડ નંબર બેના ભાજપના અગ્રણી ભરત કાઠી સહિત 7 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. વિરમગામ પોલીસે મોડી રાત સુધી આરોપીઓને શોધવાની કાર્યવાહી હાથ ધરી છે. 2021માં વિરમગામ નગર પાલિકાની ચૂંટણીમાં મૃતક અને તેમના પત્ની અપક્ષ ચૂંટણી લડતા બંને વચ્ચે વેર બંધાયું હતું. મૃતક હર્ષદ ગામોટ અને આરોપી ભરત કાઠી વચ્ચે 15 વર્ષ પહેલા વ્યાપારિક સંબંધો હતા. જો કે નગરપાલિકાની અપક્ષ ચૂંટણી લડ્યા બાદ બંને પરિવારો વચ્ચે વેર બંધાયું હતું અને વિવાદ વધતા અંતે હત્યા જેવી ગંભીર ઘટના પણ બની છે.
વિરમગામમાં ભાજપ કોર્પોરેટરના પતિ હર્ષદ ગામોટની ચૂંટણી અદાવતમાં થયેલી હત્યા મામલે પોલીસ એક્શનમાં #Ahmedabad #Gujarat #TV9News pic.twitter.com/IuxmaNDKxq
— Tv9 Gujarati (@tv9gujarati) January 11, 2023
ગઇકાલ એટલે કે 10 જાન્યુઆરીએ અમદાવાદ જિલ્લાના વિરમગામના મહિલા કોર્પોરેટરના પતિની હત્યા થયાના સમાચાર સામે આવ્યા હતા. ચૂંટણીની અંગત અદાવતમાં હત્યા થયાની પ્રાથમિક માહિતી મળી હતી. મૃતક હર્ષદ ગામોટ અને આરોપી ભરત કાઠી વચ્ચે 15 વર્ષ પહેલા વ્યાપારિક સંબંધો હતા. જો કે નગરપાલિકાની અપક્ષ ચૂંટણી લડ્યા બાદ બંને પરિવારો વચ્ચે વેર બંધાયું હતું અને વિવાદ વધતા અંતે હત્યા જેવી ગંભીર ઘટના પણ બની છે. વોર્ડ-2 ભાજપના મહિલા કોર્પોરેટર સોનલ ગામોટના પતિ હર્ષદ ગામોટને છરી ઘા ઝીંકી કેટલાક શખ્સો ફરાર થઇ ગયા હતા. હર્ષદ ગામોટને છાતી અને પેટના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા વાગતા મોત થયુ હતુ. જે પછી વિરમગામ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી હતી. હવે પોલીસે 7 લોકો સામે ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.