કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકોને 13 થી 15 ઓગસ્ટ વચ્ચે ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવવા આહ્વાન કર્યું

|

Jul 24, 2022 | 4:50 PM

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે( Amit Shah) વધુમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રધ્વજ પોસ્ટ ઓફિસો, સહકારી મંડળીઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનો અને ઈ-કોમર્સ વેબસાઈટ સહિત અન્ય સ્થળોએ ઉપલબ્ધ રહેશે અને જનતાએ ત્રિરંગો ફરકાવવો જોઈએ અને કેન્દ્ર સરકારની વેબસાઈટ પર તેની સાથે સેલ્ફી પોસ્ટ કરવી જોઈએ.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકોને 13 થી 15 ઓગસ્ટ વચ્ચે ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવવા આહ્વાન કર્યું
Union minister Amit Shah urges people to hoist national flag at home between Aug 13 and 15

Follow us on

ગુજરાતની (Gujarat) બે દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે(Amit Shah)રવિવારે લોકોને ‘આઝાદી કા અમૃત (Azadi ka Amrit Mahotsav)ઉજવણી દરમ્યાન 13 થી 15 ઓગસ્ટ દરમિયાન તેમના ઘરો, દુકાનો અને કારખાનાઓ પર રાષ્ટ્રધ્વજ ફરકાવવા આહ્વાન કર્યું હતું. અમદાવાદમાં આયોજિત એક કાર્યક્રમમાં શાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા આ કાર્યક્રમનો હેતુ આઝાદી પછીના છેલ્લા 75 વર્ષોમાં વિકાસની દ્રષ્ટિએ દેશની સિદ્ધિઓ વિશે બાળકો અને યુવાનોમાં જાગૃતિ લાવવા અને દેશભક્તિની ભાવના કેળવવાનો છે.

અમિત શાહે રૂપિયા 211 કરોડના મૂલ્યની 11 વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો

ગાંધીનગરના સાંસદ અમિત શાહે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ હેઠળના બોપલ અને ઘુમા વિસ્તારો માટે પાણી પુરવઠા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. તેની બાદ સંબોધનમાં જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટથી 70,000 ઘરોને નર્મદાનું શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ થશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તેમણે તેમના મતવિસ્તાર હેઠળ રૂપિયા 211 કરોડના મૂલ્યની 11 વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો.

સ્વાતંત્ર્ય સેનાનીઓ અને નામી અનામી શહીદોને યાદ કરવા અને તેમને શ્રદ્ધાંજલિ આપવાનો

આ ઉપરાંત અમિત શાહે જણાવ્યું હતું કે ‘હર ઘર તિરંગા’ અભિયાન ભારતના યુવાનોમાં દેશભક્તિની નવી ભાવના કેળવવાનું છે અને દેશને તેની આઝાદીની શતાબ્દી ઉજવે ત્યાં સુધીમાં ટોચ પર લઈ જવાનો સંકલ્પ કરવાનો છે. આ “અભિયાનનો હેતુ આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને નામી અનામી શહીદોને યાદ કરવા અને તેમને શ્રદ્ધાંજલિ આપવાનો છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

દેશભરમાં 20 કરોડ તિરંગા લહેરાવવામાં આવશે

અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રધ્વજ પોસ્ટ ઓફિસો, સહકારી મંડળીઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનો અને ઈ-કોમર્સ વેબસાઈટ સહિત અન્ય સ્થળોએ ઉપલબ્ધ રહેશે અને જનતાએ ત્રિરંગો ફરકાવવો જોઈએ અને કેન્દ્ર સરકારની વેબસાઈટ પર તેની સાથે સેલ્ફી પોસ્ટ કરવી જોઈએ.તેમણે કહ્યું કે 13 થી 15 ઓગસ્ટ વચ્ચેના ત્રણ દિવસીય અભિયાન દરમિયાન દેશભરમાં 20 કરોડ તિરંગા લહેરાવવામાં આવશે. અમિત શાહે અમદાવાદના કાલુપુર અને સાબરમતી રેલ્વે સ્ટેશનના પુનઃવિકાસ વિશે પણ વાત કરી હતી, જે આગામી પાંચ વર્ષમાં ભવ્ય દેખાશે.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, પીએમ મોદી જ્યારે ગુજરાત મુખ્યમંત્રી હતા ત્યારે તેવો ગુજરાતને વિકાસની દ્રષ્ટિએ ટોચ પર લઈ ગયા અને તેઓ દિલ્હી ગયા પછી પણ પરંપરા ચાલુ રહે તે સુનિશ્ચિત કર્યું છે. આ પ્રસંગે અમિત શાહે રૂ. 77.5 કરોડના પાણી પુરવઠા પ્રોજેક્ટ, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ. 7.73 કરોડના હાઉસિંગ પ્રોજેક્ટ અને એક રમતગમત સંકુલનું ઉદ્ઘાટન કર્યું હતું.તેમણે ફ્લાયઓવર, તળાવના પુનઃવિકાસ, નહેર પર પુલ અને ઘન કચરાના રિસાયક્લિંગ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો.

Published On - 4:48 pm, Sun, 24 July 22

Next Article