કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકોને વૃક્ષોનું જતન કરવા કરી અપીલ, 33 કરોડના રેલ્વેના કામનું કર્યું ખાત મુહૂર્ત

|

Jul 02, 2022 | 12:26 PM

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ(Amit Shah) બે દિવસ ગુજરાતની(Gujarat) મુલાકાતે છે ત્યારે આજે તેમણે અમદાવાદના ચાણક્યપુરી અને ચાંદલોડિયા રેલ્વે અંડર પાસનું લોકાર્પણ કર્યું હતું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકોને વૃક્ષોનું જતન કરવા કરી અપીલ, 33 કરોડના રેલ્વેના કામનું કર્યું ખાત મુહૂર્ત
Union Home Minister Amit Shah appeals to citizens to protect trees, completes Rs 33 crore railway work

Follow us on

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ(Amit Shah) બે દિવસ ગુજરાતની(Gujarat) મુલાકાતે છે ત્યારે આજે તેમણે અમદાવાદના ચાણક્યપુરી અને ચાંદલોડિયા રેલ્વે અંડર પાસનું (Railway under pass)લોકાર્પણ કર્યું હતું. તો એસજી હાઇવેને જોડતા ચાંદખેડા, ત્રાગડ અને ડી કેબીન ખાતેના અલગ અલગ રેલવે અંડરપાસનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. તે અગાઉ અમદાવાદના હેબતપુર ખાતે વૃક્ષારોપણ અભિયાન કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે અમિત શાહે નાગરિકોને વૃક્ષોના વાવેતર સાથે તેના જતન માટે પણ અપીલ કરી.મહત્વપૂર્ણ છે કે પ્રદૂષણ ઘટાડવા અને વાતાવરણને સ્વચ્છ બનાવવા માટે કેન્દ્ર સરકારે 2 વર્ષમાં 4 કરોડ વૃક્ષોનું વાવેતર કરાવ્યાનો પણ શાહે દાવો પણ કર્યો હતો.

વૃક્ષારોપણ માટે ભાજપના કાર્યકરો કરશે મદદ

મહત્વપૂર્ણ છે કે હવે નાગરિકોને સરળતાથી વૃક્ષો વાવવા માટે ભાજપના કાર્યકરો પણ મદદ કરશે અને હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરવાથી ક્યાંથી વૃક્ષો મળે તે માટે ભાજપના કાર્યકરો લોકોની મદદ કરશે. તો તેમણે ગાંધીનગર મતક્ષેત્રમાં પણ 15 લાખથી વધુ વૃક્ષો વાવવા માટે અમિત શાહે નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ(Amit Shah) બે દિવસ ગુજરાતની મુલાકાતે છે ત્યારે ગતરોજ તેમણે સવારે અમદાવાદ જગન્નાથ મંદિરે આરતી ઉતારી. ત્યાર બાદ બાદ કલોલ, રૂપાલ સહિતના વિસ્તારોમાં વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. તેમજ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે 47 પર રૂપિયા 137 કરોડના ખર્ચે બનેલા 7 ફ્લાયઓવર જનતાને સમર્પિત કર્યાં હતા. સાથે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સખી સેન્ટરના નવા પરિસરનું ઉદ્ઘાટન કર્યું હતું. ગૃહમંત્રીના હસ્તે વાસણ ગામે તળાવના જીર્ણોદ્ધારનું કાર્ય હાથ ધરાયુ. તો રૂપાલમાં પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ. શુક્રવારે એકસાથે રૂપિયા 117 કરોડના કામો ગૃહપ્રધાનના મતવિસ્તારની અંદર શરૂ થયા. તો રૂપિયા 93 કરોડના કામોનું લોકાર્પણ થયું. જેમાં કુલ મળીને રૂપિયા 210 કરોડના કામોની શરૂઆત થઈ છે.

આ પણ વાંચો

 

તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં રથયાત્રા અને અષાઢી બીજના પ્રારંભ સાથે જ રાજ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પ્રચારનો શુભારંભ કરી દીધો છે. જેમાં ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સાણંદમાં લોકોને વર્તમાન ધારાસભ્ય કનુ પટેલને જંગી બહુમતીથી જીતાડવા માટે સ્થાનિકોને અપીલ કરી હતી. જેના દ્વારા તેમણે આડકતરી રીતે વર્તમાન ધારાસભ્ય કનુ પટેલને રિપીટ કરવાનો સંકેત આપ્યા છે.મહત્વનુ છે કે, અત્યાર સુધી ગુજરાતમાં ભાજપના કોઇ પણ નેતાએ પોતાની મુલાકાત દરમ્યાન ભાજપના ઉમેદવારને વોટ આપવા અપીલ નથી કરી.

Next Article