ભારતના પ્રથમ હેરિટેજ શહેર અમદાવાદનો આજે સ્થાપના દિવસ, હજુ પણ અમદાવાદમાં જીવિત છે પોળનું કલ્ચર

|

Feb 26, 2022 | 7:49 AM

આજે પણ સતત દોડતા રહેતા અમદાવાદ શહેરમાં પોળ ક્લચર જોવા મળે છે. પોળ દ્વારા અમદાવાદ ને એક આગવી ઓળખ પણ મળી છે.

ભારતના પ્રથમ હેરિટેજ શહેર અમદાવાદનો આજે સ્થાપના દિવસ, હજુ પણ અમદાવાદમાં જીવિત છે પોળનું કલ્ચર
Ahmedabad Pole Culture (File Image)

Follow us on

26મી ફેબ્રુઆરીએ 1411નાં રોજ પાટણના બાદશાહ અહેમદ શાહે અમદાવાદ(Ahmedabad)ની સ્થાપના કરી હતી. આજ સુધી ગુજરાતનું આ શહેર દોડતુ અને સતત ધબકતુ જોવા મળી રહ્યુ છે. અમદાવાદ શહેરની સ્થાપના વિશે કહેવામાં આવે છે કે ‘જબ કુત્તે પર સસ્સા આયા તબ અહેમદ શાહ(Ahemad Shah)ને શહેર બસાયા’. એટલે કે અહમદશાહના કૂતરાઓને સાબરમતી નદી (Sabarmati River)ના કિનારે વસતા સસલાઓએ ભગાડ્યા ત્યારથી માંડીને આજ સુધી આ શહેરની ભૂમિ અનેક અદ્ભુત ઘટનાઓની સાક્ષી બની રહી છે.

શું છે અમદાવાદ શહેરની સ્થાપનાનો ઇતિહાસ?

ઈ.સ. 1411માં પાટણ પર દિલ્હીના શહેનશાહ અલાઉદ્દીન ખિલજીના લસ્શ્કરનો વિજય થયો અને ગુજરાતમાં મુઝદફ્ફરી વંશની સ્થાપના થઈ. આજ વંશનાં રાજા અહેમદશાહ જ્યારે સાબરમતી નદીને કિનારે ટહેલતા હતા. ત્યારે તેમણે એક સસલાંને કુતરાનો પીછો કરતા જોયું. સુલતાન કે જેઓ તેમના રાજ્યની રાજધાની પાટણથી સ્થળાંતર કરવા માગતા હતા તેઓ આ બહાદુરીના કારનામાંથી પ્રભાવિત થઇને સાબરમતી નદી કિનારા નજીકનો જંગલ વિસ્તારમાં અમદાવાદની સ્થાપનાં કરી. સ્થાપના પછી અમદાવાદ સતત ભાગતુ જોવા મળ્યુ છે.

પુરાતત્વીય પુરાવા સૂચવે છે કે અમદાવાદ આસપાસનો વિસ્તાર ૧૧મી સદીથી વસવાટ ધરાવે છે અને તે આશાપલ્લી અથવા તો આશાવલ નામથી ઓળખાતો હતો એ વખતે અણહીલવાડના સોલંકી રાજા કરણદેવે આશાવલના રાજા ભીલ સામે યુદ્ધ જાહેર કર્યું અને કર્ણાવતી નામક શહેરની વાર્તા શરુ થઇ ત્યાર બાદ સમયનું ચક્ર આગળ વધ્યું , ગુજરાત સલ્તનત બની અને સુલતાન અહમદશાહે તેના પાટનગર તરીકે કર્ણાવતી પાસેની જગ્યાને પસંદ કરી. તેનું નામ આપ્યું ‘અહમદાબાદ’ અને સમય જતાં તે અપભ્રંશ થઈને ‘અમદાવાદ’ તરીકે ઓળખાવા લાગ્યું.

CIBIL સ્કોર ચેક કર્યા વગર તમને તાત્કાલિક મળશે લોન, જાણો
Curry Leaves : કોણે મીઠો લીમડો ન ખાવો જોઈએ? નિષ્ણાતો પાસેથી જાણો
ભારત સામે સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન
1 મહિના સુધી ચા ન પીવો તો શરીરમાં શું ફેરફાર થાય? જાણો
ભારતના 1 લાખ રૂપિયા બાંગ્લાદેશમાં જઈ કેટલા થઈ જાય ?
Video : ગ્રહોની શાંતિ માટે દેવરાહા બાબાએ જણાવ્યો ગુપ્ત મંત્ર, જાણી લો ફાયદા

અનેક ઘટનાઓનું સાક્ષી બન્યુ અમદાવાદ

સાબરમતીની ગોદમાં રમતી અમદાવાદની ભૂમિ અદ્ભુત ઘટનાઓની સાક્ષી બની રહી છે. અમદાવાદ શહેર ઇતિહાસમાં ઘણા મહત્વપૂર્ણ કારણોથી પણ પ્રસિદ્ધ છે, જેમાંથી એક કારણ છે કે મહાત્મા ગાંધીએ અહીં સાબરમતીના કિનારે સ્થાપેલો ગાંધી આશ્રમ. જો કે અત્યારે સાબરમતી નદીના પટમાં રીવર ફ્રન્ટ યૉજનાથી શહેરની રૉનક બદલાઈ છે. આ પહેલા વર્ષ 1960થી 1970 સુધી અમદાવાદ ગુજરાતની રાજધાની હતી. સમગ્ર ભારતમાં સૌપ્રથમ હેરિટેજ સિટીનો દરજ્જો પ્રાપ્ત કરનાર આપણું અમદાવાદ જ છે. મહાત્મા ગાંધી, સરકાર પટેલથી લઈને વિક્રમ સારાભાઈથી લઈને અનેક મહાપુરૂષોના ઘડતરમાં અમદાવાદનો ફાળો રહ્યો છે. આ શહેર આજે પણ તેના ઈતિહાસ સાથે જીવી રહ્યું છે અને પોતાનો વારસો સાચવીને રાખ્યો છે.

આજે પણ સતત દોડતા રહેતા અમદાવાદ શહેરમાં પોળ ક્લચર જોવા મળે છે. પોળ દ્વારા અમદાવાદને એક આગવી ઓળખ પણ મળી છે. આધુનિક યુગમાં પોળનું ક્લચર અલગ જોવા મળે છે. અમદાવાદની કેટલીક પોળની સાંકળી ગલીઓ, ઘર આજે જોવાલાયક સ્થળ બની ચુક્યા છે.

જૂના અમદાવાદ શહેરમાં સાબરમતી નદીની પૂર્વ દિશામાં કોટ વિસ્તારમાં આશરે 360 જેટલી પોળો આવેલી છે. અમદાવાદની સૌપ્રથમ પોળનું નામકરણ મૂહર્ત પોળ કરવામાં આવ્યું હતું, જે માણેક ચોકને અડીને બાંધવામાં આવેલી હતી. પોળ શબ્દની વ્યુત્પત્તિ સંસ્કૃત શબ્દ પ્રાટોલી વડે થઇ છે, જેનો અર્થ બંધ વિસ્તારનો પ્રવેશ થાય છે. આજે અમદાવાદની પોળો જોવા ભારતના જ નહીં પણ વિદેશી મહેમાનો પણ આવે છે અને અહીંની કલા તેમજ સંસ્કૃતિને જાણે છે.

ભલે અત્યારે જમાનો આધુનિકતા તરફ આગળ વધી રહ્યો છે પણ પોળની સંસ્કૃતિ ખૂબ અલગ છે, અહીં ઘણા જુનવાણી, પુરાનીક મકાનો આવેલા છે જેમના અનેક મકાનોને હેરિટેજ હોમ જાહેર કર્યા છે. જેમાં રહેતા પરિવારોની રહેણી કરણી પણ બિલકુલ અલગ જોવા મળે છે.

આ પણ વાંચો-

અમદાવાદ : અમદાવાદનો 600મો જન્મદિવસ..ધૂળિયું શહેર કહેવાતુ લાજવાબ અમદાવાદ..કચકડે કંડારાયેલી અમદાવાદના પ્રખ્યાત સ્થળોની આ અવિસ્મરણીય તસવીરો

આ પણ વાંચો-

અમદાવાદના ધબકતુ દિલ માણેકચોકનું નામ આ રીતે પડ્યુ, જાણો શું છે તેનો ઇતિહાસ

Next Article