Gujarat માં ભાજપ સ્થાપના દિવસની આ રીતે કરશે ભવ્ય ઉજવણી

|

Apr 05, 2022 | 9:05 PM

ગુજરાત ભાજપની યુવા પાંખ 6 એપ્રિલ  ભાજપના સ્થાપના દિવસથી 20 દિવસની આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રાનું આયોજન કરશે. આ 3,000 કિમીની કૂચ અમદાવાદથી ફ્લેગ ઓફ કરવામાં આવશે અને 25 એપ્રિલે સુરતમાં સમાપ્ત થતાં પહેલાં 80 વિધાનસભા મતવિસ્તારોને આવરી લેશે. આ અંગે ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષે  જણાવ્યું હતું કે પદયાત્રામાં સ્વતંત્રતા અને સ્વાતંત્ર્ય સેનાનીઓને લગતા વિષયો પર એક ઝાંખી હશે.

Gujarat માં ભાજપ સ્થાપના દિવસની આ રીતે કરશે ભવ્ય ઉજવણી
Gujarat Bjp Foundation Day Celebration( Representative Image)

Follow us on

ભારતીય જનતા પાર્ટી  6 એપ્રિલના રોજ  સ્થાપના દિવસ(BJP Foundation Day)  ઉજવવા જઈ રહી છે. જેના માટે પાર્ટી દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં  ગુજરાતમાં(Gujarat)  ભાજપ 7 એપ્રિલથી 20 એપ્રિલ સુધી દેશભરમાં સામાજિક ન્યાય પખવાડિયાની(Social Justice)  ઉજવણી કરવામાં આવશે.ભાજપના કાર્યકરો સામાજિક ન્યાય પખવાડિયા દ્વારા કેન્દ્ર સરકારની જન કલ્યાણકારી યોજનાઓને જિલ્લાઓ અને મંડળો સુધી પહોંચાડવાનું કામ કરશે. આ ઉપરાંત ગુજરાતમાં ભાજપ સ્થાપનાના દિવસની પૂર્વ સંધ્યાએ ગુજરાત ભાજપનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું.અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ભાજપનું સક્રિય કાર્યકર્તા સંમેલનનું આયોજન કરાયું.જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર. પાટીલ વર્ચ્યુઅલી જોડાયા હતા. આ સંમેલનમાં 10 હજારથી વધુ કાર્યકરો જોડાયા હતા. બીજી તરફ બુધવારે ભાજપ સ્થાપના દિવસ પર વડાપ્રધાન મોદી પણ દેશભરના ભાજપ કાર્યકરોને સંબોધિત કરશે. આ ઉપરાંત તમામ જિલ્લા કાર્યાલયોમાં ધ્વજવંદન કરવામાં આવશે. તેની સાથે જ શોભાયાત્રા પણ કાઢવામાં આવશે. તેમજ તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો, પ્રધાનો કોઈને કોઈ કાર્યક્રમમાં ભાગ લેશે.

6 એપ્રિલ  ભાજપના સ્થાપના દિવસથી 20 દિવસની આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રાનું આયોજન

આ ઉપરાંત ગુજરાત ભાજપની યુવા પાંખ 6 એપ્રિલ  ભાજપના સ્થાપના દિવસથી 20 દિવસની આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રાનું આયોજન કરશે. આ 3,000 કિમીની કૂચ અમદાવાદથી ફ્લેગ ઓફ કરવામાં આવશે અને 25 એપ્રિલે સુરતમાં સમાપ્ત થતાં પહેલાં 80 વિધાનસભા મતવિસ્તારોને આવરી લેશે. આ અંગે ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષે  જણાવ્યું હતું કે પદયાત્રામાં સ્વતંત્રતા અને સ્વાતંત્ર્ય સેનાનીઓને લગતા વિષયો પર એક ઝાંખી હશે. બાપુનગરના સ્ટેડિયમમાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ, પાર્ટીના યુવા પાંખના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા અને સંગઠન મહામંત્રી રત્નાકર દ્વારા તેને ફ્લેગ ઓફ કરવામાં આવશે.

રાજ્યભરમાં 150 જેટલી જાહેર સભાઓ યોજાશે

તેમણે વધુમાં કહ્યું કે અમારા જિલ્લા એકમો પણ તેમના વિસ્તારોમાં આવી જ યાત્રાઓ કરશે અને 750 બાઇકર્સ આ યાત્રામાં જોડાશે. આમાં 400 વેલકમ પોઈન્ટ હશે. યાત્રાના આ 20 દિવસ દરમિયાન રાજ્યભરમાં 150 જેટલી જાહેર સભાઓ યોજાશે. સ્વાતંત્ર્ય સેનાનીઓના ઘરો ઉપરાંત, યુવા પાંખના કાર્યકરો આઝાદી પછી ફરજની લાઇનમાં માર્યા ગયેલા સૈનિકોના ઘર તેમજ કોવિડ-19 સામે લડતા મૃત્યુ પામેલા ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સના ઘરની મુલાકાત લેશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ પણ વાંચો :  Rajkot: જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનો નવી પેન્શન યોજના સામે રોષ, જૂની પેન્શન યોજના ફરી ચાલુ કરવા માગ

આ પણ વાંચો : Gandhinagar: ઢોર નિયંત્રણ કાયદાને લઈને સરકારનું નિવેદન, કોઈને સમસ્યા ન સર્જાય તે પ્રકારની વ્યવસ્થા કાયદાની કલમમાં રખાશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article