Rajkot: જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનો નવી પેન્શન યોજના સામે રોષ, જૂની પેન્શન યોજના ફરી ચાલુ કરવા માગ

Rajkot: જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનો નવી પેન્શન યોજના સામે રોષ, જૂની પેન્શન યોજના ફરી ચાલુ કરવા માગ

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2022 | 8:00 PM

શિક્ષકો દ્વારા સરકારને વર્ષ 2005 થી NPS ની જગ્યાએ OPS જૂની પેન્શન યોજના વહેલી તકે લાગુ કરીને શિક્ષક સમાજના હિતમાં નિર્ણય લેવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

જૂની પેન્શન યોજના (Old Pension Scheme) લાગુ કરવાની માગ સાથે રાજ્યભરમાં સરકારી કર્મચારીઓ વિરોધ (Protest) પ્રદર્શન કરી રહ્યાં છે. ત્યારે હવે રાજકોટ (Rajkot) જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પણ લડી લેવાના મુડમાં દેખાઇ રહ્યો છે. નવી પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના ચાલુ રાખવાની માગ સાથે શિક્ષકો એકઠા થયા હતા અને બેનર સાથે સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. શિક્ષકોએ જિલ્લા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી હતી. સાથે જ જો સરકાર તેમની માગ નહીં સ્વીકારે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે.

આ પહેલા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય કર્મચારી મોરચા દ્વારા જૂની પેન્શન યોજના અમલ કરવાના 1 એપ્રિલના આહવાનને લઈ સમગ્ર રાજ્યમાં પ્રાથમિક શિક્ષક સંઘના તાલુકાના તમામ શિક્ષકોએ પ્રતિસાદ આપ્યો હતો અને તમામ શિક્ષકોએ વહેલી સવારથી જ કાળી પટ્ટી ધારણ કરીને સોશિયલ મીડિયામાં ફોટા અને વિડીયો પણ પ્રસારિત કરીને પોતાની માગણી રજૂ કરી હતી. ત્યારે હવે રાજકોટમાં ફરી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ કરવામાં આવી છે.

શિક્ષકો દ્વારા સરકારને વર્ષ 2005 થી NPS ની જગ્યાએ OPS જૂની પેન્શન યોજના વહેલી તકે લાગુ કરીને શિક્ષક સમાજના હિતમાં નિર્ણય લેવામાં આવે તેવી અગાઉ પણ માગણી કરવામાં આવી હતી. કોઇ નિર્ણય ન લેવાતા હવે શિક્ષકો લડી લેવાના મૂડમાં છે.

g clip-path="url(#clip0_868_265)">