Gujarat માં સિંચાઇ અને પીવાના પાણીની સમસ્યા નહિ ઉદભવે : જીતુ વાઘાણી

રાજયમાં સિંચાઈના અને પીવાના પાણીને લઈને રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. તેમજ રાજયમાં પીવાના પાણીની કોઈ સમસ્યા ન સર્જાઈ તેવી વ્યવસ્થા કરવામાં આવશે. જેમાં અંતરિયાળ વિસ્તારમાં હેડપંપ રિપેર સહિતના કામો તુરંત પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. જ્યારે અન્ય વિસ્તારોમાં પીવાના પાણી માટે સરકાર જરૂરી વ્યવસ્થા કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2022 | 6:59 PM

ગુજરાતમાં( Gujarat) ઉનાળાની શરૂઆતમાં જ પીવાના પાણીની(Drinking Water) સમસ્યા ઉદ્ભવી છે. જો કે રાજય સરકારના પ્રવક્તા અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ (Jitu Vaghani ) જણાવ્યું છે કે રાજયમાં સિંચાઈના અને પીવાના પાણીને લઈને રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. તેમજ રાજયમાં પીવાના પાણીની કોઈ સમસ્યા ન સર્જાઈ તેવી વ્યવસ્થા કરવામાં આવશે. જેમાં અંતરિયાળ વિસ્તારમાં હેડપંપ રિપેર સહિતના કામો તુરંત પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. જ્યારે અન્ય વિસ્તારોમાં પીવાના પાણી માટે સરકાર જરૂરી વ્યવસ્થા કરી છે.

ઉલ્લેખનીય છે કે , હાલ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાંથી જરૂર મુજબ પાણી લેવાઇ રહ્યું છે અને હાલ નર્મદા ડેમ અડધો જ ભરેલો છે.રાજ્યના જળાશયોની સ્થિતિ પર નજર કરીએ તોઉત્તર ગુજરાતના 15 ડેમમાં 17.19 ટકા પાણીનો જથ્થો છે. મધ્ય ગુજરાતના 17 ડેમમાં 55.14 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.જ્યારે દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 75.51 ટકા પાણીનો જથ્થો છે.જ્યારે કચ્છના 20 ડેમમાં 22.49 ટકા અને સૌરાષ્ટ્રના 141 ડેમમાં 52.67 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.આમ રાજ્યના 206 ડેમમાં સરેરાશ 50 ટકા પાણી ઉપલબ્ધ છે.  રિપોર્ટ મુજબ હાલ રાજ્યના જળાશયોમાં 9 હજાર 858.74 MCM પાણીનો જથ્થો છે. જોકે સૌથી કફોડી સ્થિતિ ઉત્તર ગુજરાતના વિસ્તારોની છે

આ પણ વાંચો :   Godhara : ડોકટરોની હડતાળને પગલે સિવિલ હોસ્પિટલમાં 2 મૃતદેહો રઝળી પડયા

આ પણ વાંચો :  Jamnagar: ડોકટરોએ હડતાળના બીજા દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરી વિરોધ વ્યક્ત કર્યો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">