અમદાવાદીઓ જીવના જોખમે આ 5 બ્રિજ પરથી થજો પસાર, બ્રિજ ઇન્સ્પેક્શન કમિટીએ કહ્યાં છે જર્જરિત

આણંદના ગંભીરા જેવી સ્થિત રાજ્યના અનેક સ્થળે સર્જાઈ શકે તેમ છે. હવે એક પછી એક પુલ અંગે ઘટસ્ફોટ થઈ રહ્યો છે. વિપક્ષ પણ આ મુદ્દે હવે સરકારના કાન આમળી રહી છે. જો કે વિપક્ષ કરે એ તો ઠીક છે, પરંતુ સરકાર કે તંત્રે રચેલ સમિતી જયારે જણાવે કે બ્રિજની હાલત ખરાબ છે અને છતા તે વાહનવ્યવહાર માટે પૂર્વવત રહે તો તે ગંભીર ગુનાની બરાબર હોવાનું લોકોનું કહેવું છે.

અમદાવાદીઓ જીવના જોખમે આ 5 બ્રિજ પરથી થજો પસાર, બ્રિજ ઇન્સ્પેક્શન કમિટીએ કહ્યાં છે જર્જરિત
| Edited By: | Updated on: Jul 10, 2025 | 4:13 PM

આણંદનો ગંભીરા મહીસાગર બ્રિજ ધારાશાયી થવાથી, અત્યાર સુધીમાં 16 નિર્દોષ નાગરિકોના મોત થયા છે. આ બ્રિજ જર્જરિત હોવાનું અને ભારે વાહનવ્યવહાર માટે જોખમી હોવાનું અવારનવાર લોકો કહેતા આવ્યા છે. તંત્ર સમક્ષ રજૂઆત પણ કરાઈ છે પરંતુ આ તમામ બાબતોને આંખ આડા કાન કરવામાં આખરે દુર્ઘટના સર્જાઈ.

આણંદના ગંભીરા જેવી સ્થિત રાજ્યના અનેક સ્થળે સર્જાઈ શકે તેમ છે. હવે એક પછી એક પુલ અંગે ઘટસ્ફોટ થઈ રહ્યો છે. વિપક્ષ પણ આ મુદ્દે હવે સરકારના કાન આમળી રહી છે. જો કે વિપક્ષ કરે એ તો ઠીક છે, પરંતુ સરકાર કે તંત્રે રચેલ સમિતી જયારે જણાવે કે બ્રિજની હાલત ખરાબ છે અને છતા તે વાહનવ્યવહાર માટે પૂર્વવત રહે તો તે ગંભીર ગુનાની બરાબર હોવાનું લોકોનું કહેવું છે.

અમદાવાદ શહેરમાં જે બ્રિજ પરથી રોજબરોજ હજ્જારો વાહનચાલકો પસાર થાય છે એ બ્રિજની હાલત જર્જરીત હોવાનું બ્રિજ ઇન્સ્પેક્શન કમિટી જણાવી રહી છે. બ્રિજ ઇન્સ્પેક્શન કમિટીએ સોંપેલા રિપોર્ટમાં અમદાવાદના 5 બ્રિજની હાલત જર્જરિત અને ખસ્તા હોવાનુ જણાવ્યું છે. આમ છતા આ બ્રિજ પરથી રોજેરોજ વાહનનો ધમધમાટ યથાવત રહેવા પામ્યો છે.

બ્રિજ ઇન્સ્પેક્શન કમિટીએ સોંપેલા ચોંકાવનારા રિપોર્ટમાં અમદાવાદમાં 5 બ્રિજ જોખમી હાલતમાં ગણાવ્યા છે. બ્રિજ ઇન્સ્પેક્શન કમિટીએ, તેમના રિપોર્ટમાં 5 બ્રિજ જોખમી અને ખૂબ જ ખરાબ હાલતમાં હોવાનો ઉલ્લેખ કર્યો છે. અમરસિંહ ચૌધરી અસારવા બ્રિજ પુઅર અને ક્રિટિકલ હાલત હોવાનું, તેમજ કેટલીક જગ્યા પર ખૂબ જ જર્જરીત હોવાનો ઉલ્લેખ કરાયો છે.
સુભાષ બ્રિજ આરસીસી સ્લેબ પુઅર કન્ડિશનમાં હોવાનું બ્રિજ ઇન્સ્પેક્શન કમિટીએ જણાવ્યું છે. મહાત્મા ગાંધી જૂના બ્રિજ ઓવરઓલ બ્રિજની હાલત ખરાબ છે. મહાત્મા ગાંધી નવો બ્રીજ સુપર સ્ટ્રક્ચર અને સબ સ્ટ્રક્ચરની હાલત પણ ખરાબ છે. તો શહેરના પૂર્વમાં રેલવે ટ્રેક ઉપર બનેલ કેડીલા જૂનો બ્રિજ ક્રિટિકલ અને ખૂબ જ ખરાબ સ્થિતિમાં હોવાનું  બ્રિજ ઇન્સ્પેક્શન કમિટીએ તેના રિપોર્ટમાં જણાવ્યું છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:12 pm, Thu, 10 July 25