AHMEDABAD : સુપ્રીમ કોર્ટમાં ગુજરાત હાઈકોર્ટમાંથી પ્રથમ મહિલા જજની થઇ શકે છે નિમણૂંક
સુપ્રીમ કોર્ટની કોલેજીયમે નવ નામની ભલામણ કરી છે. જે ભલામણ કરવામાં આવી છે તેમાં ત્રણ મહિલા જજનો સમાવેશ થયો છે. જે ગુજરાતથી બે જસ્ટિસના નામની ભલામણ થઈ છે.
સુપ્રીમ કોર્ટના જજ તરીકે માટે નવ નામની ભલામણ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની કોલેજીયમે નવ નામની ભલામણ કરી છે. જે ભલામણ કરવામાં આવી છે તેમાં ત્રણ મહિલા જજનો સમાવેશ થયો છે. જે ગુજરાતથી બે જસ્ટિસના નામની ભલામણ થઈ છે. આ યાદીમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથનું નામ પણ સામેલ છે. આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ બેલા ત્રિવેદીનું નામ સામેલ છે. મહિલા જજમાં કર્ણાટક હાઈકોર્ટના બી વી નાગરથના અને તેલંગાણાના હિમા કોહલીનો સમાવેશ થયો છે. તો જસ્ટિસ બી.વી નાગરથના 2027માં ભારતના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બનશે.
ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી સુપ્રીમ કોર્ટમાં એક મહિલા સીજેઆઈની માંગ ઉઠતી રહી છે. પૂર્વ ચીફ જસ્ટિસ એસએ બોબડેએ પોતાના રિટાયર્ડમેન્ટ પહેલા કહ્યું હતું કે, ભારતમાં લાંબા સમયથી એક મહિલા ચીફ જસ્ટિસ નિયુક્ત થવાનો સમય આવી ગયો છે.
ગુજરાત હાઇકોર્ટના આ બે જજોની પણ ભલામણ
મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ટોચની અદાલતમાં પ્રમોશન માટે નવ જજોના નામની ભલામણ કરી છે. કોલેજિયમ દ્વારા કરવામાં આવેલા નામનોની ભલામણમાં ગુજરાત હાઇ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથ અને જસ્ટિસ બેલા ત્રિવેદી નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ગુજરાત હાઈકોર્ટના જજ બેલા ત્રિવેદીનો જન્મ 10 જૂન 1960 થયો હતો. તેઓ 9 ફેબ્રુઆરી 2016 થી ગુજરાત હાઇકોર્ટના જજ છે. તેઓ અગાઉ 17 ફેબ્રુઆરી 2011 થી 27 જૂન 2011 સુધી ગુજરાત હાઇકોર્ટના એડિશનલ જજ તરીકે સેવા આપી આપી ચુક્યા છે અને બાદમાં રાજસ્થાન હાઇકોર્ટના એડિશનલ જજ તરીકે સેવા આપી હતી. તેઓ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીની જનરલ કાઉન્સિલના સભ્ય પણ છે.
આ પણ વાંચો : VADODARA : સી.એચ.જવેલર્સમાં સોનાની ચોરીના કેસમાં 2.31 કરોડનું સોનું રીકવર કરવામાં આવ્યું