અમદાવાદના SVPI એરપોર્ટ ખાતે યોજાયો 45 દિવસનો સમર કાર્નિવલ, જાણો શું છે આ કાર્નિવલની ખાસિયત ?

|

May 14, 2022 | 8:14 AM

જો તમે ઘરે પાછા ફરતી વખતે બાળકો માટે ગિફ્ટ લેવાનું ભૂલી ગયા હોય તો હવે જરા પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે સમર કાર્નિવલના(Summer Carnival) ભાગરૂપે SVPI એરપોર્ટ ઉપર આ વિકલ્પ પણ હવે ઉપલબ્ધ છે.

અમદાવાદના SVPI એરપોર્ટ ખાતે યોજાયો 45 દિવસનો સમર કાર્નિવલ, જાણો શું છે આ કાર્નિવલની ખાસિયત ?
Summer Carnival was held at SVPI Airport

Follow us on

Ahmedabad : આ વેકેશનમાં SVPI એરપોર્ટ પરથી પ્રવાસ કરતાં પેસેન્જરોને (Traveller) એક વધારાનું આકર્ષણ જોવા મળશે.જી હા…સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 15 મે થી 45 દિવસનો સમર કાર્નિવલ (Summer Carnival) શરૂ થઈ રહ્યો છે.એટલે કે હવે પેસેન્જરો જ્યારે ઉનાળુ વેકેશનમાં અમદાવાદના એરપોર્ટ(SVPI Airport)  પરથી પ્રવાસ કરી રહ્યા હશે, ત્યારે આ ફેસ્ટીવલમાં રોમાંચક ઓફરો અને આકર્ષક ડીલ તેમની રાહ જોઈ રહ્યા હશે.જો હવે પેસેન્જરો તેમના મિત્ર માટે ગિફ્ટ(Gift)  લેવાનું કે કોઈ ગુજરાતી વાનગી લઈ જવાનું ભૂલી ગયા હોય તો તેમણે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આ બધુ તેમને એરપોર્ટ ઉપરથી આકર્ષક ડિસ્કાન્ટ(Discount Offer)  સાથે મળી રહેશે.

જો તમે ગિફ્ટ લેવાનું ભૂલી ગયા હોય તો પણ….કોઈ ચિંતા નહી

ઘરે પાછા ફરતી વખતે પણ માતા-પિતા પોતાના બાળકો માટે ગિફ્ટ લેવાનું ભૂલી ગયા હોય તો હવે જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. સમર કાર્નિવલના ભાગરૂપે SVPI એરપોર્ટ ઉપર આ વિકલ્પ પણ ઉપલબ્ધ છે.તમને જણાવી દઈએ કે, એસવીપીઆઈ એરપોર્ટ કે જ્યાં અત્યાર સુધી 30 વેચાણ કેન્દ્રો હત,તેની સંખ્યા વધીને હવે 65 થઈ ગઈ છે. તેમજ પેસેન્જરોને વિવિધ પ્રકારની પ્રોડક્ટસ અને વાનગી ઓ ઉપલબ્ધ કરાવાઈ રહી છે. એટલું જ નહીં પેસેન્જરની જરૂરિયાતને આધારે વિતેલા વર્ષમાં ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ ટર્મિનલ્સ ઉપર સંખ્યાબંધ ન્યૂઝ આઉટલેટસ પણ ઉપલબ્ધ થયા છે.

પેસેન્જરો માટે આકર્ષક ડિસ્કાઉન્ટ

મોટાભાગના વેચાણ કેન્દ્રો સમર કાર્નિવલના ભાગરૂપે પેસેન્જરોને આકર્ષક ડિસ્કાઉન્ટ પૂરૂં પાડી રહ્યા છે.ખાણી-પીણીના કેટલાક વેચાણ કેન્દ્રો પોતાની પ્રમોશન ઓફર્સ રજૂ કરી રહ્યા છે, જ્યાં રિટેઈલ આઉટલેટ ખાતે વપરાશકારને ડિસ્કાઉન્ટ મળી રહ્યા છે. એસવીપીઆઈ એરપોર્ટ ઉપર જેમને સ્થાન પ્રાપ્ત થયું છે તેવા કેટલાક સ્ટાર્ટઅપ પણ પેસેન્જરોને ખરીદી કરવા માટે અને પોતાની સર્વિસીસનો ઉપયોગ કરવા માટે ગ્રાહકોને આકર્ષિત કરી રહ્યા છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

સમર કાર્નિવલ યોજવાનો ઉદ્દેશ એર ટ્રાવેલર્સને તેમના નાણાંનું વળતર પૂરૂં પાડવાનો છે. જે લોકો ગ્રુપમાં પ્રવાસ કરી રહ્યા છે, તેમને ખાસ કરીને ફૂડ એન્ડ બેવરેજીસ આઉટલેટસ ઉપર વિવિધ પ્રકારના કોમ્બો ઉપલબ્ધ છે, જ્યાં તેમને ઓછા દરે વધુ જથ્થો પ્રાપ્ત થશે. વેચાણ કેન્દ્રો પરથી ચોક્કસ રકમથી વધુની ખરીદી કરનાર પેસેન્જરોને વધારાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. કેટલાક વેચાણ કેન્દ્રો ડિસ્કાઉન્ટ કૂપન પણ ઓફર કરી રહ્યા છે.આ સાથે જ આ કાર્નિવલમાં પેસેન્જરોની સામેલગિરી વધે તેવી પ્રવૃત્તિઓ તરીકે સ્ટાફ અને પ્રોફેશન કલાકારો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. હાલ આ કાર્નીવલને કારણે પેસેન્જરોને લાભ થશે તેવુ એરપોર્ટ ઓથોરિટીનું માનવુ છે.

Next Article