અમદાવાદ શહેર સાયબર ક્રાઇમબ્રાંચ દ્વારા વિકસાવેલ “તેરા તુઝકો અર્પણ” પોર્ટલ તેમજ સાયબર ક્રાઇમ બાબતે જાગૃતિ માટેનું પુસ્તક “સાયબર સાથી” લોન્ચ કરાયું
આજ ના આધુનીક સમયમાં ટેકનોલોજીના વિકાસ સાથે-સાથે સાયબર ક્રાઇમના ગુનાઓ પણ વધવા પામેલ છે. જેથી સાયબર ક્રાઇમના ગુનાઓને બનતા અટકાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ભારત સરકાર દ્વારા ઘણા પગલા લેવામાં આવેલ છે. જેમા સાયબર ક્રાઇમના ભોગ બનનારના નાણા, ઠગાઇ કરનાર ઇસમો સુધી પોહચે તે પહેલા તેને જે તે બેંક ખાતાઓમાં ફ્રીઝ કરી અરજદારને પૈસા પરત મળી રહે તે સારુ ભારત સરકાર દ્વારા “1930” સાયબર ક્રાઇમ હેલ્પલાઇનની સેવા ચાલુ કરવામાં આવી છે.
Follow us on
સાયબર ક્રાઇમના ભોગબનનાર દ્વારા ફોન કરવાથી તેમની સાથે થયેલ છેતરપીંડીના નાણા જે જે બેંક ખાતામાં ગયેલ હોય તે ખાતાઓ ટ્રેસ કરી ફ્રોડની રકમ ફ્રીઝ કરવામાં આવતી હોય છે. જે ભોગબનનારની ફ્રીઝ થયેલ રકમ પરત ભોગબનનારને ઝડપથી પરત મળી રહે અને અમદાવાદ શહેરમા ભોગબનનારના ફ્રીઝ થયેલ નાણા ની રીફંડની પ્રોસેસ ઝડપી થાય તે સારુ અમદાવાદ શહેર પોલીસ-સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા “તેરા તુઝકો અર્પણ” નામનું પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે.
“તેરા તુઝકો અર્પણ” પોર્ટલ શું છે ?
“તેરા તુઝકો અર્પણ” પોર્ટલ નાગરીકો માટે ઘરે બેઠા-બેઠા ફ્રીઝ થયેલ નાણા પરત મેળવવાની પ્રક્રિયા સરળ અને સુલભતાથી મળી રહે તે માટે શરૂ કરવામાં આવેલ છે.
નાગરિક સુવિધા
આ પોર્ટલના માધ્યમથી નાગરિકો રિફંડ માટેની અરજી કરી શકશે અને તેમની અરજીનું REAL TIME UPDATE મેળવી શકશે. પોલીસ, બેન્ક અથવા કોર્ટમાં કયા તબક્કે છે તે પણ જોઇ શકશે.
રીફંડની કામગીરી ખુબ લાંબી હોવાથી કામગીરીમાં ખુબ જ વિલંબ થતુ, જેના કારણી pendency વધતી.
આ પોર્ટલ દ્વારા નાગરિકો ફ્રીઝ થયેલ રકમ પરત મેળવવા ઓનલાઇન અરજી કરી શકશે, જેના આધારે પોલીસ તુરત કાર્યવાહી શરૂ કરશે.
રીફંડ પ્રક્રિયામાં માટે જરૂરી 7 પ્રકારના લેટર auto generate થશે, જેનાથી accuracy વધશે pendency ઘટશે process ઝડપી બનશે.
આ પોર્ટલથી ૨ થી ૩ કલાકની કામગીરી હવે ફક્ત ફકત 10 થી 15 મિનિટમાં પૂર્ણ થઇ શકશે.
સુપરવિઝન ડેશબોર્ડ
આ પોર્ટલમાં સુપરવિઝન ડેશબોર્ડ તૈયાર કરવામાં આવેલ છે.
જેમાં ઉપરી અધિકારીઓ પોલીસ સ્ટેશન તબક્કે pending અરજીઓની સ્થિતિ અને કોર્ટ/ બેન્કમાં સબમિટ થયેલી અરજીઓનું status જોઇ શકશે.
આથી ઘટાદવા અને નાગરિકોની અસુવિધા ઘટાવવા માટે પગલા લઇ શક્શે
ભવિષ્યમાં વધુ પ્રજાલક્ષી મોડ્યુલ્સ આ પોર્ટલમાં ઉમેરવાનું આયોજન છે.
જે પોર્ટલનુ ભારત દેશના યશસ્વિ ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહના વરદ હસ્તે અનાવરણ કરવામાં આવેલ છે.
“સાયબર સાથી”
સાયબર ક્રાઇમ બ્રાન્ચ-અમદાવાદ શહેર પોલીસ અને ધી અમદાવાદ ડીસ્ટ્રિક્ટ કો.ઓ.બેંક લિ. બેંકના સંયુક્ત પ્રયોજન થી સાયબર સલામતીની જાગૃતી લાવવા માટે “સાયબર સાથી” નામની પુસ્તીકા તૈયાર કરવામાં આવેલ છે.
આ પુસ્તિકામાં હાલના સમયમાં બની રહેલ સાયબર ફ્રોડના ગુનાઓના પ્રકાર તેમજ તેનાથી બચવાની ટીપ્સ આપેલ છે.
તે સિવાય પોતાના સોશિયલ મિડીયા એકાઉન્ટની સેફટી કઇ રીતે રાખવી તે બાબતેની તેમજ Citizen Portal, UPI Complaint portal, TAF-COP portal ની વિગતો તેમજ અન્ય સેફ્ટી ટીપ્સ આપતુ Digital Hygiene નામનું પ્રકરણ પણ ઉમેરવામાં આવેલ છે.
આ બુકના માધ્યમથી નાગરિકોમાં સાયબર ફ્રોડ અંગે જાગૃતતા આવે અને નાગરિકો સાયબર ફ્રોડના ભોગ બનતા અટકે તે પ્રકારનું સાયબર ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર પોલીસનું અભિગમ છે.
આ પુસ્તીકાનુ અનાવરણ ભારત દેશના ગૃહ મંત્રી અમિત શાહના વરદ હસ્તે કરવામાં આવેલ છે.