કોરોના સંક્રમણ વધતા રાજ્યના મોટા મંદિરોના દ્વાર ભક્તો માટે થયા બંધ, જાણો કયુ મંદિર કેટલા દિવસ બંધ રહેશે

|

Jan 17, 2022 | 12:24 PM

સૌથી વધુ સંક્રમણ રાજ્યના મંદિરોમાં ફેલાવાની શક્યતા હોય છે. કારણકે રાજ્યના મોટા મંદિરોમાં રોજ હજારોની સંખ્યામાં ભક્તો ઉમટતા હોય છે. જેના પગલે મોટા ભાગના મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોના સંક્રમણ વધતા રાજ્યના મોટા મંદિરોના દ્વાર ભક્તો માટે થયા બંધ, જાણો કયુ મંદિર કેટલા દિવસ બંધ રહેશે
temples in Gujarat closed due to increasing cases of corona

Follow us on

ગુજરાતમાં ભક્તિ (Worship)ને પણ કોરોના (Corona)નું ગ્રહણ લાગ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે. કોરોનાના વધતા કેસોના પગલે રાજ્યના મોટા ભાગના મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. શામળાજી, દ્વારકાધીશ મંદિર, શક્તિપીઠ બહુચરાજી, શક્તિપીઠ અંબાજી ,વડતાલનું સ્વામીનારાયણ મંદિર, અમદાવાદનું કેમ્પ હનુમાન મંદિર સહિત અનેક મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઇ ગઇ છે અને સૌથી વધુ સંક્રમણ રાજ્યના મંદિરોમાં ફેલાવાની શક્યતા હોય છે. કારણકે રાજ્યના મોટા મંદિરોમાં રોજ હજારોની સંખ્યામાં ભક્તો ઉમટતા હોય છે. જેના પગલે મોટા ભાગના મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દ્વારકાધીશ મંદિર

દેવભૂમિ દ્વારકા કલેકટર દ્વારા જગતમંદિરના દ્વાર ભક્તો માટે ફરી એક વખત બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દ્વારકા (Dwarka temple)જગત મંદિરમાં લગભગ દરરોજના તેર હજારની આસપાસ શ્રદ્ધાળુઓ દેશ-વિદેશમાંથી દર્શન કરવા દ્વારકા આવતા હોય છે. ત્યારે આવડી મોટી સંખ્યામાં આવતા શ્રધ્ધાળુઓમાં કોરોના સંક્રમણ થવાનો વધુ ભય રહેલો છે. જેથી ભક્તોની સુખાકારી માટે દ્વારકા કલેકટર દ્વારા જગત મંદિરના દ્વાર આવતીકાલ તારીખ. 17 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી સુધી બંધ કરવામાં આવનાર છે. જગત મંદિરમાં ભગવાનનો નિત્યક્રમ રાબેતા મુજબ કરવામાં આવશે. અને તેનું લાઈવ પ્રસારણ જગત મંદિરની વેબસાઇટ ઉપર ભક્તો નિહાળી શકશે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

શક્તિપીઠ બહુચરાજી મંદિર

મહેસાણા જિલ્લામાં આવેલ યાત્રાધામ બહુચરાજી મંદિર (Bahucharaji Temple) 17 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી બંધ રાખવામાં આવશે. સોમવારે એટલે કે આજે પૂનમ હોવાથી મોટી સંખ્યામાં યાત્રિકો મંદિરમાં દર્શન કરવા આવતા હોય છે. યાત્રિકોની ભીડ થવાથી કોરોનાનું સંક્રમણ અટકાવવા હાલમાં નિર્ણય લેવામાં આવ્યો છે. છ દિવસ દરમિયાન મંદિરના મુખ્ય દરવાજા ભક્તો માટે બંધ રહેશે.

અંબાજી મંદિર

સુપ્રસિદ્ધ યાત્રાધામ 51 શક્તિપીઠ અંબાજી મંદિર (Ambaji Temple) કોરોના સંક્રમણ લઈ 8 દિવસ માટે બંધ કરાયું છે. 15 જાન્યુઆરી 22 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે અંબાજી મંદિર ગબ્બર શક્તિપીઠ સહિત અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત મંદિરો બંધ કરવા નિર્ણય લેવાયો છે. આ સમયે સોશિયલ મીડિયાના માધ્યમથી સવાર-સાંજ આરતી નું જીવંત પ્રસારણ કરવામાં આવશે.

અંબાજી પાસેનું ખેડબ્રહ્માનું મા અંબેનું આ મંદિર 23મી જાન્યુઆરીએ ભક્તો માટે ખોલવામાં આવશે. ખેડબ્રહ્મામામાં પોષી પૂનમે બંધ બારણે જ અન્નકૂટ ભરાશે અને પૂજન અર્ચન થશે.

અમદાવાદનું કેમ્પ હનુમાન મંદિર

અમદાવાદમાં કોરોના કેસ વધતા કેમ્પ હનુમાન મંદિર બંધ (camp hanuman temple)કરાયુ છે. એકદમથી કેસમાં ઉછાળો આવતા આજથી મંદિરમાં દર્શનાર્થીઓ માટે પ્રવેશ બંધ કરાયો. 31 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે મંદિર બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આગામી દિવસોમાં કોરોનાની સ્થિતિ જોઈને મંદિરના ટ્રસ્ટી નિર્ણય લેશે.

વલસાડના મોટા મંદિરો રજાઓમાં બંધ

દર શનિવાર અને રવિવારના દિવસે વલસાડ (Valsad Temple)ના સુપ્રસિધ્ધ મંદિરો બંધ રાખવા પ્રાંત અધિકારી અને મંદિરોના સંચાલકો સાથે થયેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે. જો કે સોમથી શુક્રવારના દિવસોમાં દર્શનાર્થીઓ માટે મંદિરો ખુલ્લા રહેશે. આ વલસાડ તિથલ સ્થિત સ્વામીનારાયણ મંદિર, પારનેરા ડુંગર ઉપર આવેલા માતાજીના મંદિરો, તડકેશ્વર મહાદેવ મંદિર અને ધમડાચીમાં આવેલા વૈષ્ણોદેવી માતાજી મંદિરનો સમાવેશ થાય છે. વલસાડમાં કોરોના કેસોમાં થઇ રહેલા વધારાના પગલે સંક્રમણ ફેલાતું અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્રએ આ નિર્ણય લીધો છે.

આ સિવાય સોમવારે એટલે આજે પોષી પૂનમને લઇને મંદિરોમાં ભીડ થતી હોવાને પગલે અરવલ્લીનું શામળાજી તેમજ ખેડાનું ડાકોરનું મંદિર એક દિવસ માટે બંધ રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ

ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું, પવનની દિશા બદલાતા હજુ ઠંડી ઘટશે

આ પણ વાંચોઃ

Ahmedabad: શહેરમાં નવા 4 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા, માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા 147 થઈ

Next Article