અમદાવાદમાં પથ્થરામારાની ઘટના બાદ કોંગ્રેસ કાર્યકરનું છલકાયુ દર્દ, વીડિયો વાયરલ કરી પ્રદેશ નેતાગીરી સામે લગાવ્યા ગંભીર આરોપ – જુઓ Video

|

Jul 09, 2024 | 7:20 PM

અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર થયેલા પથ્થરમારાની ઘટના બાદ 5 કાર્યકરો જેલમાં બંધ છે જ્યારે અન્ય 21 કાર્યકરો નાસતા ફરે છે. આ મામલે મેહુલ રાજપૂત નામના કાર્યકરે વીડિયો વાયરલ કરી પ્રદેશ નેતાગીરી સામે સવાલ ઉઠાવ્યા છે અને આરોપ લગાવ્યો છે કે 'સંગઠન'ની વાતો કરતી કોંગ્રેસ વારંવાર કાર્યકરોની અવગણના કરે છે. જે ચલાવી લેવામાં નહીં આવે. 

અમ઼દાવાદમાં રાજીવ ગાંધી ભવન પર થયેલા પથ્થરમારાની ઘટના બાદ પોલીસે 5 કોંગ્રેસના કાર્યકરોની ધરપકડ કરી હતી, આ 5 કાર્યકર્તાઓ હાલ જ્યુડિશ્યલ કસ્ટડીમાં છે જ્યારે અન્ય 21 કાર્યકર્તાઓ નાસતા ફરે છે. 2 જૂલાઈએ બનેલી આ ઘટના બાદ આ કાર્યકર્તાઓની પ્રદેશ નેતાગીરી દ્વારા કોઈ દરકાર ન લેવાતી હોવાનુ ફરિયાદ ઉઠી. મેહુલ રાજપૂત નામના કાર્યકરે વીડિયો વાયરલ કરી આકરા શબ્દોમાં તેમની પીડા વ્યક્ત કરી છે અને પ્રદેશ નેતાગીરીની આકરી ઝાટકણી કાઢી છે.

મેહુલ રાજપૂત નામના કાર્યકરે વીડિયો વાયરલ કર્યો

આક્રોષ સાથે રાહુ રાજપૂત જણાવી રહ્યા છે કે પ્રદેશ નેતાગીરીના એક ફોન પર હાજર થઈ જનારા કાર્યકર્તાઓને આજે કોઈ પૂછી પણ નથી રહ્યુ. 2 જૂલાઈએ થયેલી મારામારીની ઘટના બાદ 21 કાર્યકર્તાઓ આજે પણ નાસતા ફરે છે પરંતુ કોંગ્રેસના આગેવાનોને તેમની કંઈ પડી નથી. ઘટનાને એક સપ્તાહ વિતવા આવ્યુ પરંતુ એકપણ કાર્યકરને ફોન કરીને કોઈએ પૂછવાની પણ દરકાર લીધી નથી. રાહુલ રાજપૂતેપ્રદેશ નેતાગીરી કે શહેર પ્રમુખે નાસતા ફરતા કાર્યકરોને ફોન ના કર્યો હોવાનો બળાપો કાઢ્યો છે.

મેહુલ રાજપૂતે કહ્યુ કે એક કાર્યકર્તા તરીકે મારા પર અમદાવાદ કોંગ્રેસ શહેર સમિતિ કે કોંગ્રેસ કાર્યાલય તરફથી એક ફોન નેતાનો કે પ્રમુખનો ફોન નથી આવ્યો. કોઈએ નાસતા ફરતા 21 કાર્યકર્તાઓની નોંધ સુદ્ધા નથી લીધી.

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

ભાજપમાં ગયેલાઓના ફોન આવ્યા પણ અત્યારના નેતાઓના નહિ: કાર્યકર

મેહુલ રાજપૂતે જણાવ્યુ કે કોંગ્રેસ છોડી જનારા ધર્મેન્દ્ર પટેલે માણસાઈના નાતે ફોન કર્યો જ્યારે પ્રદેશ નેતાગીરી તે વિવેક પણ ચૂકી ગઈ છે. માત્ર એક મેસેજ કે એક ફોન આવતા જ કાર્યકરો કોઈપણ કાર્યક્રમ, ધરણા, આંદોલનની તમામ કામગીરી પોતાના શિરે લઈ લેતા હોય છે, એ કાર્યકરોનું દર્દ પ્રદેશ નેતાગીરીને કેમ આજે દેખાતુ નથી! કાર્યકરોના હાલચાલ જાણવાની, તેમના પરિવારના ખબર અંતર જાણવાની પણ પ્રદેશ નેતાગીરીની ફરજ હોય છે, પરંતુ તેમને કાર્યકરોની કંઈ પડી નથી.

કોંગ્રેસ કાર્યકર્તાના આરોપ પર મનિષ દોશીનું આશ્વાસન

જો કે આ વીડિયો સામે આવ્યા બાદ કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીની પણ પ્રતિક્રિયા સામે આવી છે. જેમણે જણાવ્યુ છે કે કોઈપણ કાર્યકરને ગમે તે મુશ્કેલી હોય પ્રદેશ કોંગ્રેસ સમિતિ હંમેશા કાર્યકર્તાઓના મદદ કરવા તૈયાર છે. કાર્યકર્તાઓને સમસ્યા હોય તો શહેર પ્રમુખ અને પ્રદેશના નેતાઓનો સંપર્ક કરી શકે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:12 pm, Tue, 9 July 24

Next Article