સરખેજ ભારતી આશ્રમ વિવાદ, સરખેજ પોલીસ સ્ટેશનમાં ઋષિ ભારતી બાપુ વિરુદ્ધ અરજી દાખલ

|

May 09, 2022 | 3:16 PM

જૂનાગઢના ભારતી આશ્રમના મહંત હરીહરાનંદજી મહારાજ બે દિવસ સુધી ગુમ થઈ ગયા હતા અને પાછા મળ્યા ત્યારે હરિહરાનંદજી મહારાજે સરખેજ આશ્રમના વિવાદને કારણે ગુમ થયા હોવાનું જણાવ્યું હતું.

સરખેજ ભારતી આશ્રમ વિવાદ, સરખેજ પોલીસ સ્ટેશનમાં ઋષિ ભારતી બાપુ વિરુદ્ધ અરજી દાખલ
complaint to be file against Rishi Bharti Bapu in Sarkhej police station

Follow us on

અમદાવાદ (Ahmedabad) સરખેજ ભારતી આશ્રમ (Bharti Ashram) વિવાદ હવે પોલીસ સ્ટોશન સુધી પહોંચ્યો છે. સરખેજ પોલીસ સ્ટેશમમાં ઋષિ ભારતી બાપુ વિરુદ્ધ અરજી આપવામાં આવી છે. સરખેજ આશ્રમ મામલે ઋષીભારતી બાપુએ ખોટું વિલ ઉભુ કર્યુ હોવાનો આરોપ લગાવાયો છે. હરિહરાનંદ સ્વામી તરફથી યદુનંદસ્વામીએ સરખેડ પોલીસમાં અરજી આપી છે. જૂનાગઢના ભારતી આશ્રમના મહંત હરીહરાનંદજી મહારાજ બે દિવસ સુધી ગુમ થઈ ગયા હતા અને પાછા મળ્યા ત્યારે હરિહરાનંદજી મહારાજે સરખેજ આશ્રમના વિવાદને કારણે ગુમ થયા હોવાનું જણાવ્યું હતું.

સરખેજ ભારતી આશ્રમ વિવાદનો વિવાદ દિવસે ને દિવસે વધું વિવાદિત બનતો જઈ રહ્યો છે. થોડા દિવસ અગાઉ જૂનાગઢ ભારતી આશ્રમના મહંત હરિહરાનંદજીબાપુ ગુમ થઈ ગયા હતા જે નાસિકથી મળી આવ્યા હતા. જે બાદ હરિહરાનંદજીબાપુએ જણાવ્યું હતું કે સરખેજ આશ્રમનો વિવાદ ચાલી રહ્યો છે જેમાં તેને ધાક ધમકીઓ મળી રહી છે અને તેમને પરેશાન કરવામાં આવી રહ્યા છે. જોકે હવે સમગ્ર મામલે જૂનાગઢ આશ્રમ વતી યદુનંદજી મહારાજે સરખેજના મહંત ઋષિ ભારતિબાપુ વિરૂદ્ધ પોલીસ મથકમાં અરજી કરવામાં આવી છે.

અરજીમાં જણાવ્યું છે કે સરખેજ આશ્રમ પચાવી પાડવા માટે ઋષિભારતીબાપુએ ખોટું વિલ બનાવ્યું છે. યદુંનંદજીબાપુએ પોલીસ તેમજ મીડિયા સમક્ષ ઓરીજનલ વિલની કોપી રજૂ કરી હતી અને જણાવ્યું હતું કે વિશ્વંભરભારતીબાપૂનાં દેહાંત બાદ દરેક આશ્રમ હરિહરાનંદજીબાપુ નાં દેખરેખ હેઠળ આવે છે. જોકે સરખેજના ઋષિભારતિબાપુ અને રાજકોટના એક વકીલ દ્વારા ખોટું વિલ બનાવવામાં આવ્યું છે. હાલતો સમગ્ર મામલે સરખેજ પોલીસે મથકમાં યદુનંદજીબાપુ દ્વારા અરજી આપવામાં આવી છે જેના આધારે પોલીસ દ્વારા પણ બંને વિલની ચકાસણી સહિતના મુદાઓ પર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

યદુનંદસ્વામીએ આક્ષેપ કર્યો છે કે ગુજરાતભરના આશ્રમોની કુલ 1300 કરોડની સંપતી પચાવી લેવા કારસો રચ્યો છે. આ માટે રાજકોટના વકિલ પાસે બનાવટી દસ્તાવેજો બનાવ્યા છે. ભારતી બાપુના બ્રહ્મલિન થયાના એક મહિના પહેલા ખોટા દસ્તાવેજો બનાવ્યા છે અને ડોક્યુમેન્ટમાં બનાવટી સહી હોવાનો પણ આક્ષેપ કર્યો છે આ સાથે સરખેજ પોલીસ મથકે ઋષિ ભારતી બાપુ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.

બીજી બાજુ સરખેજ આશ્રમ દ્વારા પણ પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ઋષિભારતીબાપુ દ્વારા પણ કરવામાં ફરિયાદ કરવામાં આવે તેવી સંભાવના છે. આ પહેલાં તેઓ  એક પ્રેસ કોન્ફરન્સ કરે તેવી પણ જાણકારી મળી રહી છે.

Published On - 12:23 pm, Mon, 9 May 22

Next Article