અમદાવાદમાં CNGના ભાવ વધારાના વિરોધમાં રિક્ષાચાલકો હડતાળ પર ઉતર્યા

|

Nov 14, 2021 | 11:56 PM

અમદાવાદમાં રિક્ષાચાલકો 16 નવેમ્બર બપોરના 12 વાગ્યા સુધી એટલે કે 36 કલાકની હડતાળ પર ઉતર્યા છે.રિક્ષાચાલકો હડતાળ પર ઉતરતા હજારો રિક્ષાઓના પૈડા થંભી ગયા છે

અમદાવાદમાં (Ahmedabad) CNGના ભાવ વધારાના વિરોધને લઈને રિક્ષાચાલક યુનિયન હડતાળ પર ઉતર્યા છે. રિક્ષાચાલકો 16 નવેમ્બર બપોરના 12 વાગ્યા સુધી એટલે કે 36 કલાકની હડતાળ પર ઉતર્યા છે.રિક્ષાચાલકો હડતાળ પર ઉતરતા હજારો રિક્ષાઓના પૈડા થંભી ગયા છે.જેના કારણે મુસાફરોને રઝળવાનો વારો આવ્યો છે.

રિક્ષા હડતાળના કારણે નોકરી-ધંધાએ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્શે. રીક્ષા ચાલકોની માગ છે કે, પેટ્રોલ-ડીઝલની જેમ સીએનજીના ભાવ ઘટે.સરકાર રીક્ષા ચાલકને આર્થિક સહાય આપે અને પોલીસ દ્વારા કરવામાં આવતી હેરાનગતિ બંધ કરે.

જો હડતાળ દરમિયાન માગ નહીં સંતોષાય તો આગામી 21 નવેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ પાડવાની ચીમકી ઉચ્ચારી છે.

સીએનજીના ભાવમાં ઘટાડો કરવાની માંગ સાથે 10 નવેમ્બરના રોજ રીક્ષા આગેવાનોની બેઠક  મળી હતી. હાલ રાજ્યમાં પ્રતિ કિલો 64.99 રૂપિયામાં સીએનજી ગેસ મળી રહ્યો છે…છેલ્લા 10 મહિનામાં સીએનજીના ભાવમાં 13 રૂપિયાનો કમરતોડ વધારો કરવામાં આવ્યો છે…જેમાં ઓક્ટોબર મહિનામાં જ સીએનજીના ભાવમાં 7 રૂપિયાનો વધારો થયો છે.

તેથી સરકાર દ્વારા સીએનજીના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવે તેવી રિક્ષાચાલકોની માંગ છે. તેમણે કહ્યું જે સરકારે જે ભાડા વધારો કર્યો છે તેની સામે ગેસના ભાવમાં કરવામાં આવેલો વધારો અનેક વધારે છે. તેથી ભાડા વધારાનો કોઇ ફાયદો રિક્ષાચાલકોને આ ભાવે થવાનો નથી ઉપરથી રિક્ષાચાલકોને મળતાના નફામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. તેના લીધે તેમને ગુજરાન ચલાવવામાં પણ મુશ્કેલી ઉભી થઈ રહી છે.

આ પણ વાંચો :  અમદાવાદની SVP હોસ્પિટલમાંથી નર્સિંગ કર્મચારીઓને છૂટા કરવા મુદ્દે વિવાદ વકર્યો

આ પણ વાંચો : Gujarat : કોરોનાના લેટેસ્ટ અપડેટ સાથે જાણો રાજ્યના મહત્વના સમાચારો

Published On - 11:48 pm, Sun, 14 November 21

Next Video