અમદાવાદમાં રેસિડેન્ટ ડૉક્ટરોએ 13 દિવસ બાદ હડતાળ સમેટી લીધી, જાણો કયા મુદ્દે લેવાયો નિર્ણય

|

Jun 28, 2022 | 11:26 AM

હડતાળ સમેટાયા બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથે હડતાળિયા ડોક્ટરો રૂબરૂમાં મુલાકાત કરશે.

અમદાવાદમાં રેસિડેન્ટ ડૉક્ટરોએ 13 દિવસ બાદ હડતાળ સમેટી લીધી, જાણો કયા મુદ્દે લેવાયો નિર્ણય
Resident doctors

Follow us on

અમદાવાદ (Ahmedabad) રેસિડેન્ટ ડૉક્ટરો (Doctor) એ પોતાની માંગ પૂર્ણ કરાવવા શરૂ કરેલી હડતાળ (strike)  13 દિવસ બાદ સમેટી લીધી. રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ અને અધિકારીઓએ હડતાલ બાબતે યોગ્ય ચર્ચા કરવા બાંહેધરી આપ્યા બાદ રેસિડેન્ટ તબીબોએ હડતાળ પૂર્ણ કરી છે. રાજ્ય સરકારે હડતાળ પૂર્ણ થયા બાદ જ ચર્ચા કરવાની રાખેલી નીતિ સફળ રહી છે. અત્યાર સુધીમાં હડતાળિયા ડોક્ટરો સાથે આરોગ્ય મંત્રી કે વિભાગ ના કોઈપણ અધિકારીઓએ એક પણ વખત મુલાકાત કે બેઠક કરી નહોતી. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ હડતાળ સમેટાયા બાદ હવે રેસિડેન્ટ તબીબોની સાથે મુલાકાત કરશે. મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ, પી જી ડિરેક્ટર તથા ડીન ની ગાંધીનગર ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ તથા આરોગ્ય વિભાગના અન્ય અધિકારીઓ સાથે મિટિંગ કરી હતી. હડતાળ સમેટાયા બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથે હડતાળિયા ડોક્ટરો રૂબરૂમાં મુલાકાત કરશે. રેસિડેન્ટ ડોક્ટરો ડ્યુટી પર પરત ફરતા હવે દર્દીઓની હાલાકીનો પણ અંત આવશે.

આ અગાઉ 22 જૂનના રોજ આરોગ્ય વિભાગે હડતાલ કરી રહેલા તબીબોને નોટિસ ફટકારી 24 કલાકમાં હોસ્ટેલ ખાલી કરવા આદેશ આપ્યા હતી. ઇન્ટર્ન રેસિડેન્ટ ડૉક્ટર જુનિયર રેસિડેન્ટ ડૉક્ટર અને સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરોને હોસ્ટેલ ખાલી કરવા સુચના અપાઈ હતી. જોકે પણ રેસિડેન્ટ ડૉક્ટરો પર આરોગ્ય વિભાગની નોટીસની કોઈ અસર થઈ નહોતી અને હડતાળિયા ડૉક્ટર દ્વારા હોસ્ટેલ ખાલી કરાઈ નહોતી. ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટસ (FMG) હડતાળ બાદ જુનિયર ડૉકટર એસોસિએશન પણ હડતાળ પર બેઠા હતા.

ઉલ્લેખનીય રેસિડેન્ટ ડોક્ટરોની હડતાલથી ઓપરેશનની કામગીરીને ગંભીર અસર થઈ હતી. સામાન્ય દિવસોમાં 150 જેટલા ઓપરેશન થતા હતાં પણ હડતાલ બાદ  60 જેટલા જ ઓપરેશન થતાં હતાં. ઓપીડીમાં પણ દર્દીઓની લાંબી કતારો લાગવા લાગી હતી. કલાકો સુધી રાહ જોયા બાદ પણ સારવાર ન મળતી હોવાની ફરિયાદો ઉઠી હતી. હોસ્પિટલની સેવાઓ ખોરવાઈ હતી અને દર્દીઓને સારવારમાં હાલાકી પડી રહી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

FMGના હડતાળના મુદ્દા

  1. સ્ટાઇપેન્ડ આ મુદ્દે સરકાર દ્વારા કોઇપણ નિર્ણય ન લેવાતા હડતાળ
  2. NMCના નિયમ મુજબ એક સમાન સ્ટાઇપેન્ડ આપવામાં આવતું નથી
  3. ઈન્ટરશિપ માટે લેવાતી ફી ગેરકાયદેસર – સ્ટુડન્ટ્સ
  4. જુનિયર ડૉકટર એસોસિએશન દ્વારા હડતાળમો 8મો દિવસ
  5. સિનિયર રેસિડન્સ શીપને બોન્ડમાં ગણવા માટે સરકાર પર JDA દ્વારા દબાણ
Next Article